Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ સંશોધનકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સંદર્ભમાં ગવર્મેન્ટ ઓરિએન્ટલ મેન્યુક્રિસ લાઇબ્રેરી (મદ્રાસ વિશ્વવિધ્યાલય)માં શોધ કરતા ઘણી મોટી મહત્ત્વપૂર્ણ તેમજ આશાપૂર્ણ સામગ્રી પ્રાપ્ત થઈ. કન્નમરા ગવર્મેન્ટ લાઇબ્રેરી ઈમ્પોર(મદ્રાસ)માંથી પણ જૈન ધર્મના ઇતિહાસ સંબંધી જર્નલ્સ એપિગ્રાફિકાજ (શિલાલેખ, તામ્રપત્ર-લેખ ઇત્યાદિ) અને એન્ટીક્વીટીજ (પુરાતન વસ્તુસામગ્રી) વગેરે રૂપમાં હજારો પાનાંની ઐતિહાસિક સામગ્રીનું સંકલન કરવામાં આવ્યું. જે આગળ જતાં આ ગ્રંથોના આલેખનમાં ખૂબ જ ઉપયોગી સિદ્ધ થયું. “શ્રમણ સંહાર ચરિતમ' વગેરે મધ્યયુગીન શૈવકૃતિઓની, ફોટોકોપીઓ (ઝેરોક્ષ કોપીઝ) પણ લેવામાં આવી. આટલી સામગ્રી પ્રાપ્ત થઈ હોવા છતાં પણ કેટલીય શતાબ્દીઓ પૂર્વ વિલુપ્ત થયેલ “યાપનીય પરંપરા સંબંધની સામગ્રીનો અભાવ સાલવા લાગ્યો. એવું માનવામાં આવે છે કે – “શ્વેતાંબર અને દિગંબર, બંને પરંપરાઓ વચ્ચે પાપનીય પરંપરા એક અત્યંત મહત્ત્વપૂર્ણ કડી જેવી હતી. આ કારણે શરૂઆતથી જ અમારું ધ્યેય યાપનીય પરંપરા સંબંધમાં યથાશક્ય ખૂબ બધી સામગ્રીને એકત્રિત કરવાનું હતું.' આચાર્યશ્રીનું ઈ.સ. ૧૯૮૧નું ચાતુર્માસ રાયચૂરમાં થયું. ત્યાંના ધારવાડ, શ્રવણબેલગોલા, મૂડબિદ્રી, કારકલ, મૈસૂર વગેરેમાં જૈનવિદ્યાના પ્રાચીન કેન્દ્ર સમજવામાં આવેલ વિશ્વવિદ્યાલયોમાં અને ત્યાંના પ્રતિષ્ઠિત પુરાતત્ત્વજ્ઞાનીઓ અને ઇતિહાસના વિદ્વાનોના સંપર્કથી “યાપનીય પરંપરા' સંબંધમાં અમને જે જાણકારી (માહિતી) મળી, તેનાથી અમને પૂરો સંતોષ થયો નહિ, છતાં પણ જૈન ઇતિહાસની વિલુપ્તપ્રાય અને વિશૃંખલિત કડીઓને જોડવામાં અમને આ સામગ્રીથી પર્યાપ્ત (પૂરતી) સહાયતા મળી. અમારા ઈતિહાસ-લેખકોને એવું લાગ્યું કે - “થાપનીય પરંપરાના પ્રમુખ કેન્દ્ર કર્ણાટક પર વિદેશી આક્રમણ-કાળમાં, મુખ્ય રૂપથી મુગલોના (મોગલ) આક્રમણકાળ દરમિયાન યાપનીય પરંપરાનું જે વિપુલ સાહિત્ય હતું, તે મોટાભાગે નષ્ટ કરી નાખવામાં આવ્યું હતું.' આ પ્રકારે સતત સખત મહેનત અને વ્યાપક અનુસંધાન ઉપરાંત ઈતિહાસનો આ ભાગ તૈયાર કરવામાં આવ્યો હતો. પૂજ્ય ગુરુદેવ આચાર્યશ્રી હસ્તીમલજી મ.સા.ની અસીમ કૃપાથી સંક્ષિપ્તીકરણનું કાર્ય સંપન્ન થયું છે. જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ'ના ચારે ભાગ લગભગ ૩૬૦૦ પૃષ્ઠના થાય છે. આ કારણે આને કેટલાંક સંત-સાધ્વી અથવા વિદ્વાનોને છોડીને જનસાધારણ લોકો વાંચવાની હિંમત પણ કરી શકતા નથી. આ તથ્યને ધ્યાનમાં રાખતાં ઇતિહાસના સંક્ષિપ્તીકરણનું કાર્ય શરૂ કરવામાં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 9969696969696969690 ૩ ]

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 290