Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ પ્રાકૃત, સંસ્કૃત અને જૈન ઇતિહાસના ધુરંધર વિદ્વાન હતા, તેમના કપાપૂર્ણ કુશળ નિર્દેશનમાં પ્રારંભ કરીને નિર્વિઘ્ન સંપન્ન (પૂર્ણ) કર્યું. આ ગ્રંથના અતિરિક્ત, મહાનિશીથ', “સન્દ્રોહ દોહાવલી', “સંઘ પટ્ટક, “આગમ અષ્ટોત્તરી” અને “સંઘ પટ્ટકની ભૂમિકા' આદિ મહત્ત્વપૂર્ણ ગ્રંથોમાંથી પણ ઉપયોગી ઐતિહાસિક સામગ્રી અમને મળી. આ ગ્રંથોમાં નિબદ્ધ ઉલ્લેખોથી સ્પષ્ટ જાણવા મળ્યું કે - “કઈ રીતે ભ. મહાવીરના ધર્મસંઘમાં અને તેની મૂળ શ્રમણ પરંપરામાં વિકૃતિઓએ ઘર કર્યું અને કાળાન્તરે તે વિકૃતિજન્ય પરંપરાઓએ શું-શું કર્યું?” આ ઉલ્લેખોથી એ પણ જાણવા મળ્યું કે - “કેવા પ્રકારે સમય-સમય પર એ વિકૃતિજન્ય પરંપરાઓનો સશક્ત વિરોધ થયો. અનેક મહાન આચાર્યોએ પણ તે વિકૃતિજન્ય પરંપરાઓના કાર્યકલાપોથી ક્ષુબ્ધ થઈને પોતાના ભાવોને તીવ્ર અભિવ્યક્તિ આપી.” નવાંગી વૃતિકાર આચાર્ય અભયદેવસૂરિએ તે વિકતિજન્ય પરંપરાઓના વિરોધમાં પોતાના સ્વરને જે રૂપમાં કડક શબ્દોમાં વિરોધ કર્યો, પ્રસંગવશ અહીં તેનો ઉલ્લેખ કરવાનો લોભ અમે રોકી શકતા નથી - દેવઢિ ખમાસમણજા પરંપર ભાવ વિયાણમિ. સિઢિલાયારે ઠવિયા દબૂ પરંપરા બહુહા !” અર્થાત્ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ પર્યત ભાવ પરંપરા પ્રચલિત રહી હતી. આ હું જાણું છું. તેઓના પછી પ્રભુ મહાવીરના ધર્મસંઘમાં શિથિલાચારીઓએ અનેક દ્રવ્ય પરંપરાઓ સ્થાપિત કરી દીધી. અભયદેવ જેવા મહાન પ્રભાવક આચાર્ય દ્વારા અભિવ્યક્ત તેઓની આ અંતરવ્યથા, તે કાળની સ્થિતિ પર પ્રકાશ પડે છે. તે અંતરવ્યથાને પ્રગટ કરનારા મહત્ત્વપૂર્ણ જિનશાસન પ્રભાવકોની કડીમાં લોંકાશાહનું નામ વિશ્વમાં વિખ્યાત છે. આ દ્રવ્ય પરંપરાઓના પ્રભાવ અને તેનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ ભારતવર્ષ રહ્યું છે. પણ તેઓનું મુખ્ય કાર્યક્ષેત્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ માનવામાં આવેલ છે, કારણ કે આ શોધકાર્ય પણ ખાસ કરીને (મુખ્ય રીતે) ઉત્તર ભારત સુધી જ સીમિત રહ્યું. દક્ષિણ ભારતમાં શું સ્થિતિ રહી? આ સંબંધમાં તપાસ કરતા જાણવા મળ્યું કે દક્ષિણ વિભાગ તો ઉત્તર વિભાગથી પણ ઘણા અર્થોમાં કંઈ અધિક જૈન ધર્મનું હજારો વર્ષો સુધી એક પ્રમુખ ને ગૌરવશાળી કેન્દ્ર રહ્યું હતું. - ઈ.સ. ૧૯૮૦માં આચાર્ય શ્રી હસ્તીમલજી મ.સા.નું ચાતુર્માસ મદ્રાસ(ચેન્નઈ)માં થયું. આ સમય દરમિયાન તેઓના કુશળ માર્ગદર્શનમાં | ૨ 9396969696969696969ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 290