Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 9
________________ વિપાકોદય(રસોદય)-પ્રદેશોદય પ્ર આત્મામાં કર્મો તો અનેક જાતના અને પરસ્પર વિરોધી જાતના પણ પડેલા છે. તેમજ એની નિષેકરચનાના હિસાબે દરેકના જુદા જુદા ળિયા સમયે સમયે ઉદયમાં આપવા યોગ્ય છે. તો બધાનું ફળ અને વિશેષ કરીને યશ-અપયશ જેવા પરસ્પર વિરોધી કર્મનું ફળ એક સાથે કેમ દેખાતું નથી ? ઉ-ઉદય બે જાતના છે, (૧) વિપાકોદય-જેમાં પ્રકૃતિ-રસનો અનુભવ થાય તે; અને (૨) પ્રદેશોદય, અર્થાત્ જેમાં તે અનુભવ નહિ, પણ માત્ર પ્રદેશ, અર્થાત્ વિપાકો પ્રાપ્ત સજાતીય પરપ્રકૃતિરૂપે થતાં જ, પાકીને આત્માપરથી ખરી જાય છે. જેવી રીતે પોતાના બંગલામાં નિવનિ મોગવતાને કારણવશ રાજકિય જેલ મળી, પણ કોઈ સરકારી બંગલામાં પૂરી સગવડ સામગ્રી સાથે મળી, ત્યાં જેલ છતાં જેલતરીકેનો કોઈ અનુભવ નથી; એમ, ગુમડું પાકી જઈ હવે પર છે, ત્યાં વ્યાધિ છતાં વેદના નથી; એવી રીતે પ્રદેશોદયમાં કર્મ પવા છતાં પ્રકૃતિ-રસનો અનુભવ નથી. ઉદયમાં દ્રવ્ય ક્ષેત્રાદિ નિમિત્તો હવે કેટલાક કર્મ એવો છે, કે જેને નિમિત્ત મળે તો જ વિપાકોદયમાં આવે, નહિતર પ્રદેશોદયથી ખત્મ થાય. દા. ત. સારા સારા શરીરે વધારે ખવાઈ જવાનું કે કોઈ ઠોકર ખાવાનું નિમિત્ત ઊભું થયું તો પીડા અશાતા ઊભી થઈ, એ અશાતાવેદનીયનો સનિમિત્તક વિપાકોદય. બીજા કેટલાક નિનિમિત્તક ઉદયવાળા કર્મ છે. દા. ત. અચાનક ટી. બી. કેન્સરની અશાતા લાવનાર કર્મ, અચાનક પાગલતા લાવનાર જ્ઞાનાવરણ, મોહનીય-કર્મ. ખાસ કરીને સનિમિત્તક ઉદયવાળા કર્મને વિપાકોદયમાં આવવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવના નિમિત્ત કામ કરે છે. દા. ત. (૧) મરચા ખવાઈ ગયા ને લ્હાય ઊઠી, યા દવા ખાધી ને શાતા થઈ; (૨) આબૂક્ષેત્ર ગયા ને રોગ મટ્યો, (૩) ઋતુ બદલાઈ યે શરદી થઈ, (૪) અતિક્રોધથી ખાધું ન પચ્યું, (૫) બિલાડીનો ભવ મળ્યો ને ઉંદર મારવાની દુષ્ટવૃત્તિ જાગી. આ હિસાબે આવાં જે કર્મને અનુકૂળ દ્રવ્યાદિ મળે એ વિપાકોદય દેખાડે, એજ વખતે બીજા કર્મ પોતાના સ્થિતિમાકે ઉદયમાં તો આવે, પણ તથાસ્વભાવે પ્રદેશોદય દેખાડે. મનુષ્ય-ભવમાં મનુષ્યગતિ વિપાકોદયમાં અને દેવગતિ આદિ પ્રદેશોદયમાં હોય. અલબત્ત વિના નિમિત્તે પણ ઉદયમાં આવે એવાં કર્મ હોય છે. ત્યાં પણ પ્રતિપક્ષી કર્મનો પ્રદેશોદય-આદિ રહેવાનો. આત્માના ગુણ જે દા. ત. જ્ઞાન-દર્શન-ચારિત્ર, વીતરાગતા અને વીર્ય, તેપર આવરણકર્મ ચડી જવાથી એ ગુણો આચ્છાદિત થઈ ગયા છે. એ કર્મની પરંપરા ઉદયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org For Priva,

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86