Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 18
________________ હિસાબે અસંખ્ય રસબંધ-સ્થાન પડી શકે છે. તાત્પર્ય-એકેક સ્થિતિ બાંધવામાં હેતુભૂત અસંખ્ય-લોકાકાશપ્રદેશ-પ્રમાણ કષાયોદય-સ્થાન છે, અને એકેક કષાયોદય સ્થાનમાં એટલા જ અસંખ્ય લેશ્યાસ્થાન છે, જે એટલા જ રસબંધસ્થાનમાં હેતુભૂત છે. આ અધ્યવસાય કષાયમોહનીયકર્મના તેવા તેવા ન્યૂનાધિક રસોદયનું સંવેદન, લેશ્યા, જ્ઞાનાવરણીયાદિ કર્મના ઉદય અને યોગની વિચિત્રતાગર્ભિત એક આત્મપરિણામરૂપ છે. એના આધારપર બંધાતા કર્મમાં હિસાબ એવો છે કે સંક્લેશ કષાયની ચઢતી માત્રા) જેમ વધારે, તેમ શુભ યા અશુભ કર્મ-પ્રકૃતિની સ્થિતિ લાંબી બંધાય, અશુભ પ્રકૃતિનો રસ ઉગ્ર બંધાય, અને શુભપ્રકૃતિનો રસ મંદ બંધાય. એથી ઉલ્ટું વિશુદ્ધિ કષાયની સરતી માત્રા) જેમ વધારે, તેમ શુભ યા અશુભ કર્મની સ્થિતિ ઓછી બંધાય, અશુભનો રસ મંદ બંધાય અને શુભપ્રકૃતિનો રસ તીવ્ર બંધાય. એક સંસારી જીવને એકકાલે એકજ યોગસ્થાન હોય છે; અર્થાત્ એના સમગ્ર આત્મપ્રદેશોનું ક્રમશઃ વધતા વીર્યાશવર્ગણા-સ્પર્ત્તકો મળીને એક યોગસ્થાન થાય. સમગ્ર આત્માઓમાં વધતા-ઓછા વીર્યાશથી પ્રારંભીને નીપજતા યોગસ્થાન કુલ અસંખ્યાતા (સૂચિશ્રેણીના અસંખ્યભાગ-પ્રમાણ) હોય છે, અનંતા નહિ; કેમકે જીવો અનંતા છતાં એકકાળે અનેકજીવોને એક સમાન યોગસ્થાન હોય છે. જીવની તે તે ભવમાં ઉત્પત્તિની પ્રારંભિક અપર્યાપ્તાવસ્થામાં પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અવશ્ય અસંખ્યગુણ-અસંખ્યગુણ યોગની વૃદ્ધિ હોય છે. તેથી અપર્યાપ્તાવસ્થામાં એક યોગસ્થાનમાં એકસમયથી વધુ અવસ્થાન હોતું નથી. પરંતુ પર્યાપ્તાવસ્થામાં એક યોગસ્થાનને વિષે જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી અવસ્થાન હોઈ શકે છે અને યોગની વૃદ્ધિ-હાનિ પણ હોય છે. આ વૃદ્ધિ હાનિ ચાર પ્રકારે (૧) અસંખ્યભાગ વૃદ્ધિ કે હાનિ (૩) સંખ્યાતગુણ વૃદ્ધિ કે હાનિ ૪) અસંખ્યાતગુણ .. 99 99 (ર) સંખ્યાત પ્ર-ચાર પ્રકારની વૃદ્ધિ-હાનિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી નિરંતર કેટલો કાળ થાય? -ચાર પ્રકારની વૃદ્ધિ-હાનિ જઘન્યથી ૧ સમય; ઉત્કૃષ્ટથી - અસંખ્યગુણ વૃદ્ધિ કે હાનિ નિરંતર અંતર્મુહૂર્ત કાળ, અને શેષ ત્રણ પ્રકારની વૃદ્ધિ કે હાનિ આવલિકાના અસંખ્યભાગ સુધી હોય છે. જીવોમાં યોગનું અલ્પબહુત્વ : (૧) સૂક્ષ્મ અપર્યાએકે નો. જઘન્ય ઉત્કૃષ્ટ (e) 39 33 .. બાદર એકે.નો (૪) બેઈન્દ્રિયનો Jain Education International ' "" .. 99 ૧૩ For Private & Personal Use Only "" યોગ '' "" "" સૌથી અલ્પ અસં.ગુણ "" ,, www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86