Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 75
________________ ક્ષેત્રથી રોગિષ્ટાદિ ક્ષેત્રમાં જવાથી અશાતાનો ઉદય તથા હવાખાવાના સ્થળે જવાથી શાતાનો ઉદય થાય છે. કાલથી-ચોમાસાના કાલમાં અશાતાનો ઉદય સહેજે થાય છે. જયારે વસંતઋતુમાં સહેજે તબિયત સારી રહે છે. ભવથી-નરકાદિભવોમાં બહુલતાએ અશાતાનો જ ઉદય અને દેવાદિભવોમાં મુખ્યત્વે શાતાનો જ ઉદય હોય છે. ભાવથી-કામક્રોધાદિના તીવ્રભાવથી તાવ વગેરે રોગ થાય છે. સારા ઉલ્લાસી વિચારથી અશાતાનો ઉદય દૂર થઈ શાતાનો ઉદય થાય... જ્ઞાનાવરણમાં દ્રવ્યથી સુરાપાનવગેરેના સેવનથી જ્ઞાનાવરણનો ગાઢ ઉદય થાય છે. જ્યારે બ્રાહ્મીવગેરેના સેવનથી ક્ષયોપશમ થાય છે. એવી રીતે ક્ષેત્રાદિથી પણ જાણી લેવું. દર્શનાવરણમાં દ્રવ્યથી-ભેંસ વગેરેના દહીંના ભોજનથી અને કોમળ પથારી વગેરેમાં શયન કરવાથી નિદ્રાદિ દર્શનાવરણનો ઉદય થાય છે. આંખનાં નંબરવાલાઓને ચશ્મા પહેરવાથી ચક્ષુદર્શનાવરણનો ક્ષયોપશમ થાય છે. એવી રીતે ક્ષેત્રાદિથી પણ જાણી લેવું. મોહનીયકર્મ - દ્રવ્યથી, પ્રતિમા વગેરેના દર્શનથી દર્શનમોહનીયના ક્ષયોપશમારા સમ્યકત્વવગેરેની પ્રાપ્તિ અને બિભત્સ ચિત્ર વગેરેથી મોહનીયનો ઉદય થાય છે. અંતરાયકર્મ :- અશુભલક્ષણવાલા વસ્ત્રાદિના ઉપભોગથી લાભાંતરાયનો ઉદય, વિશિષ્ટરત્નની પ્રાપ્તિવગેરેથી મૂચ્છ થવા દ્વારા દાનાંતરાયનો ઉદય, બહુ કિંમતી ચીજથી ભોગાંતરાયનો ઉદય થાય, કે જેથી ભોગવવાનું મન ન થાય. એ રીતે ઉપભોગતરાયમાટે સમજવું. લાકડીઆદિના પ્રહારથી વીર્યાન્તરાયનો ઉદય થાય છે. એવી રીતે નકર્મ વગેરેમાં પણ જાણી લેવું. આમ દ્રવ્યાદિ પાંચ કારણોથી જ્ઞાનાવરણાદિના ક્ષયોપશમાદિમાં પણ વૃદ્ધિ હાનિ થાય છે. તેથી બંધાદિમાં પણ ફેરફાર થાય છે. પ્ર-કર્મની ઉવલના થવી એટલે શું? ઉ.- સામાન્ય રીતે જે પૃથ્યાદિ જીવભેદોમાં કોઈપણ એક જીવને જે પ્રકૃતિનો બંધ કે ઉદય ન હોય ત્યાં તે ગતિમાં પૂર્વે બાંધી લાવેલી તે પ્રકૃતિઓ ઉવલના-સંક્રમથી આત્માપરથી ઉકેલાઈ જાય છે, અર્થાતુ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળમાં ખાલી કરી દેવાય છે. આવી ર૩ પ્રકૃતિઓ છે. ઊદ્વલનાસંક્રમની પ્રક્રિયા આ રીતે...સાગત ૨૩ની કુલ કર્મ-સ્થિતિના પલ્યોપમના અસંખ્યભાગ જેટલાં સ્થિતિખંડો પૈકી અંતિમ સ્થિતિ ખંડથી માંડી અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્ત એટલી સ્થિતિના દલિકોને ઉશ્કેરીને પોતાની સત્તાગત નીચેની સ્થિતિમાં સમયે સમયે નાખ્યા કરે છે; અને કેટલાક દલિકોને પરમાં નાખ્યાં કરે છે. આમ કુલ સ્થિતિ-ખંડોને ઉશ્કેરતાં ઉકરતાં પલ્યો ના અસંખ્ય ભાગ જેટલા કાળમાં સામાંથી સર્વશી નિર્મલ કરી દે છે. ૨૩ પ્રકૃતિઓ તથા તેની ઉવલના કરનાર જીવો આ પ્રમાણે-દેવ ૨-નરક ર-વૈક્રિય ૭, આ ૧૧ પ્રકૃતિઓની એકેન્દ્રિયજીવો; આહારક 90) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86