Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 73
________________ કર્મસિદ્ધાન્ત અંગે વિશેષ પ્રકાશ પ્ર. શુભઅધ્યવસાયથી કર્મબંધાદિમાં શી શી અસર થાય ? ઉ. શુભઅધ્યવસાયથી બંધવગેરેમાં ઘણાં લાભો અને અશુભ અધ્યવસાય ન થતાં ભાવીનાં ઘણા નુકશાનોના અટકાવનો લાભ થાય છે. તે આ પ્રમાણે (૧) બંધમાં પરાવર્તમાન પ્રવૃતિઓમાંથી શુભપ્રકૃતિઓનો બંધ થાય છે, અને તેની પ્રતિપક્ષ અશુભપ્રકૃતિઓના બંધ અટકે છે. નિરન્તર બંધાતી અશુભ ધ્રુવબધી પ્રકૃતિઓના સ્થિતિ અને રસ અલ્પ બંધાય છે, અને શુભપ્રકૃતિઓનો રસ વધારે બંધાય છે. (૨) સંક્રમમાં વળી બંધાતી આ શુભપ્રકૃતિઓમાં પૂર્વબદ્ધ અશુભપ્રકૃતિનાં દલિકો સંક્રમે છે, એટલે કે અશુભ પ્રકૃતિઓનાં દલિકો શુભારૂપ બને છે. (૩) સતાગત કર્મદલિકોમાં અપવર્તના વધારે થાય છે. (૪) ઉદીરણામાં, શુભપ્રકૃતિનો રસ વધારી અને અશુભનો રસ ઘટાડી તેની ઉદીરણા કરી ભોગવે છે. (પ) શુભપરિણામથી શુભપ્રકૃતિનો રસ નિધત્ત અને નિકાચિત થાય છે. () અને સત્તામાં સંક્રમણાદિથી સ્થિતિવગેરે ઓછી થાય છે, તથા કર્મદલિકોની નિર્જરા થાય છે. (૭) ક્ષયોપશમમાં તીવ્રતા આવે છે, અને તેથી ગુણો નિર્મલ-નિર્મલતર થાય છે. (૮) આત્માની અંદર શુભ-સંસ્કારો પડે છે, અને પૂર્વના અશુભસંસ્કારો ઘસાય છે. ૯) આવો શુભપરિણામ વારંવાર અને કપરા સંયોગોમાં પણ જો રહેતો હોય તો સુસંસ્કારો સુદૃઢ થાય છે, અને તેનો અનુબંધ વધારે પડે છે, અને તેથી દુર્ગતિની પરંપરા અટકે છે. (૧૦) આ શુભપરિણામથી અશુભઆશ્રવો રોકાયા અને તેથી અશુભનો બંધવગેરે રોકાય છે. (૧૧-૧૨) તથા અશુભનો શુભમાં સંક્રમ ન થયો હોત તો એ અશુભ આગળપર ઉદય પામી જે નુકસાનો કરત, તે આ શુભપરિણામ જનિત સંક્રમથી અટકચા; ઉપરાંત હવે આ શુભ થયેલા તે ઉદયમાં સારા લાભો બતાવશે. પ્ર-શુભઅધ્યવસાય હોવા છતાં જ્ઞાનાવરણાદિ અશુભપ્રકૃતિઓનો બંધ શા માટે થાય છે ? | ઉ- શુભઅધ્યવસાય હોવાં છતાં પણ કષાયોદયપરિણામ સહચરિત હોવાથી તનિમિત્તક જ્ઞાનાવરણાદિ અશુભધ્રુવબધી પ્રકૃતિનો બંધ થાય છે. પણ એમાં રસ અલ્પ પડે છે. અનુબન્ધ તથા કુસંસ્કારો પડતાં નથી પ્ર-કયા કર્મનો ક્ષયોપશમ, ક્ષય કે ઉપશમ થાય છે? -જ્ઞાનાવરણ, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર કર્મનો જ ક્ષયોપશમ થાય છે; ઉપશમ માત્ર (સર્વોપશમ) મોહનીયકર્મનો જ થાય છે; અને ક્ષય બધા કર્મનો થાય છે. પ્ર.-કેવલજ્ઞાનાવરણાદિનો ક્ષયોપશમ કેમ નહિ ? ઉ-સર્વઘાતી પ્રકૃતિઓનો ક્ષયોપશમ અનુદયઅવસ્થામાં જ હોય છે. જયારે (૬૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86