Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 82
________________ ઉત્સેધાંગુલથી ૧ યોજન લાંબો-પહોળો અને ઊંડો ગોળ પ્યાલો કલ્પવો. અને તેમાં, ૧ થી ૭ દિવસની વયના યુગલિકના ઉગેલા વાળના દરેકના ૭ વાર આઠ આઠ ટૂકડા કરેલા જેની સંખ્યા ૨૦૯૭૧૫૨ થાય, તેવા ટૂકડાથી આ કૂવો બરાબર ઠાંસી ઠાંસીને ભરવો. બાદર કેવી રીતે ? તે દરેક ટૂકડાને સમયે સમયે કાઢતા જે કાળ લાગે તે બાદર ઉદ્ધાર પલ્યો તે દરેક ટૂકડાને સો સો વર્ષો કાઢતા જે કાળ લાગે તે બાદર અદ્ધા પલ્યો અને વાળને સ્પર્શેલા આકાશપ્રદેશને સમયે સમયે કાઢતા જે કાળ લાગે તે બાદર ક્ષેત્ર પહ્યો. સૂક્ષ્મ કેવી રીતે ? દરેક ટૂકડાના અસંખ્યાત ટૂકડા, પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના શરીરની અવગાહના જેવડા કરવા. એવા ટૂકડાથી કૂવો ભરવો. તેવા દરેક ટુકડાને સમયે સમયે કાઢતાં જે કાળ લાગે તે સૂક્ષ્મઉદ્ધારપત્યો અને તે દરેક ટુકડાને સો સો વર્ષે કાઢતાં જે કાળ લાગે તે સૂક્ષ્મઅદ્ધાપત્યો અને તે દરેક ટુકડાને સ્પર્શેલા અને નહિ સ્પર્શેલા આકાશ-પ્રદેશને પ્રતિ સમયે કાઢતા જે કાળ લાગે તે સૂક્ષ્મક્ષેત્રપટ્યો કહેવાય. પલ્યોનો ઉપયોગ :- બાદર પહ્યો. તો ફકત સમજવામાટે છે. સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોઃ- દ્વીપસમુદ્રોની સંખ્યા માપવા માટે:(૨૫ ઉદ્ધાર સાગરો પ્રમાણ દ્વીપસમુદ્રો છે.) સૂક્ષ્મ અદ્ધા પલ્યો. 3- ઉત્સર્પિણી, અવસર્પિણીકાળ, જીવોના આયુષ્ય કાયસ્થિતિ વગેરે માપવા માટે. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોઃ- જીવોનું પ્રમાણ, યોગની વૃદ્ધિ અને દૃષ્ટિવાદના પદાર્થો માપવા માટે. કોષ્ટક ઃ ૧૦ કોડાકોડી પલ્યોપમ= ૧ સાગરોપમ. ૧૦ કોડાકોડી અદ્બાસાગરો-૧ અવસર્પિણી કે ઉત્સર્પિણી. ૧ સ+૧અવસ= ૧ કાળચક્ર= ૨૦ કોડાકોડી સાગરો. Jain Education International (૭૭) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86