Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 81
________________ અસંખ્ય ૧૦ વસ્તુના નામ :- (૧) ધર્માસ્તિકાયના પ્રદેશો (૨) અધર્માસ્તિકાયના પ્રદેશો (૩) લોકાકાશના પ્રદેશો (૪) આત્માના પ્રદેશો (પ) સ્થિતિબંધના અધ્યવસાયો () રસબંધના અધ્યવસાયો (૭) યોગના અવિભાજય અંશો (૮) એક કાલચકના સમયો ૯) પ્રત્યેકશરીરી જીવો (૧૦) નિગોદના શરીરો.: જઘન્યપરિઅનંતનો રાશિ અભ્યાસ કરતાં જઘન્યયુકતઅનંત આવે, જઘન્ય યુકતઅનંતનો વર્ગ કરતાં જઘન્યઅનંતાનંત આવે, જઘન્ય અનંતાનંતનો ૩વાર વર્ગ કરી અનંત સંખ્યાવાલી ૬ વસ્તુ ઉમેરી ફરી ૩ વાર વર્ગ કરી એમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના પર્યાયો ઉમેરતાં ઊકાનંતાનંત આવે છે- ઉમેરવાની અનંતસંખ્યાવાળી ૬ વસ્તુના નામ આ પ્રમાણે છે-(૧) સિદ્ધના જીવો (૨) નિગોદના જીવો (૩) વનસ્પતિકાયના જીવો (૪) ત્રણેય કાળના સમયો (૫) સર્વપુગલપરમાણુ (૬) સર્વઅલોકાકાશના પ્રદેશો. ઉપર કહેલ ત્રણ અસંખ્યાત અને ત્રણ અનંતના પ્રત્યેકના જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ ભેદ પડે છે. તેથી અસંખ્યાતના કુલ ૯ ભેદ તથા અનંતના પણ ૯ ભેદ થાય છે. ઉદ્ધષ્ટ અનંતાનંત ભેદ ન સ્વીકારનારના મતે ૮ ભેદ થાય છે. ) ઉત્તર સ્થાનમાં રહેલા જઘન્ય અસંખ્યાત કે જઘન્ય અનંતની સંખ્યામાંથી એક ઓછો કરતાં પૂર્વ સ્થાનમાં રહેલ અસંખ્યાત કે અનંતની સંખ્યાનું તે ઉત્કૃષ્ટપદ બને છે. અને તે સ્થાનના જઘન્યપદ અને આ ઉત્કૃષ્ટપદ વચ્ચેની સંખ્યા છે, તે સ્થાનની મધ્યમસંખ્યા કહેવાય છે. દા.ત. જઘન્યયુકત અસંખ્યાતમાંથી એક ઓછો કરીએ એટલે પૂર્વસ્થાનમાં રહેલ પરિત અસંખ્યાતનું ઉત્કૃષ્ટપદ આવે. અને તે ઉત્કૃષ્ટપરિઅસંખ્યાત કહેવાય છે. જઘન્યપરિઅસંખ્યાત અને ઉસ્કૃષ્ટપરિઅસંખ્યાતવચ્ચેની સંખ્યા મધ્યમપરિત અસંખ્યાત કહેવાય છે. આ રીતે સર્વત્ર સમજવું. આવલિકાના સમયો ચોથા જઘન્યયુકતઅસંખ્યાત છે. તથા અભવ્યજીવોની સંખ્યા ચોથા જઘન્યયુકતઅનંતે છે. તથા સિદ્ધો અને સમ્યકત્વથી પડેલા જીવોની સંખ્યા પાંચમા મધ્યમ યુકત અનંતે છે. ભવ્યો-નિગોદના જીવો તથા સર્વ જીવોની સંખ્યા આઠમા મધ્યમ અનંતાનંત છે. પલ્યોપમ - ૬ પ્રકારે (૧) બાદર ઊદ્વાર પલ્યો. (૪) સૂક્ષ્મ અદ્ધા પલ્યો. (૨) સૂક્ષ્મ ઉદ્ધાર , (૫) બાદર ક્ષેત્ર ,, (૩) બાદર- અદ્ધા ,, (૬) સૂક્ષ્મ ક્ષેત્ર ,, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86