Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 79
________________ પ્રક્રિયા ઃ- પહેલો જંબુદ્રીપ જેવડો અનવસ્થિત પ્યાલો શિખા સુધી ભરવો. તે પ્યાલો ઉપાડી તેમાંથી એકેક દાણો લવણસમુદ્રથી માંડીને આગળ આગળ ક્રમશઃ દરેક દ્વીપસમુદ્રોમાં નાખતા જવું. જયાં બધા સરસવના દાણા ખાલી થાય ને છેલ્લો દાણો જે દ્વીપ કે સમુદ્રમાં પડે તે દ્વીપ કે સમુદ્રને બે બાજુના છેડા સુધી ૧૦૦૦ યો. ઊંડાઈ અને ૮ યો. જગતી તથા બા યો. વેદિકાવાળા પ્યાલાતરીકે કલ્પવો. આ પ્યાલો ઉપાડી પૂર્વોકતરીતે આગળના દ્વીપસમુદ્રોમાં ૧-૧ દાણો નાખતા જતાં જયારે ખાલી થાય ત્યારે એક દાણો સાક્ષીતરીકે શલાકા નામના બીજા પ્યાલામાં નાખવો શલાકામાં આ પ્રથમ દાણો પડ્યો. જુના કર્મગ્રંથમતે પહેલો ખાલી થાય ત્યારે એક દાણો બીજા શલાકા નામના પ્યાલામાં નાખવો. જયારે અનુયોગસૂત્રાદિમાં બીજો અનવસ્થિત ખાલી થાય ત્યારે એટલે કે અનવસ્થિત થયા પછી જ એક દાણો શલાકામાં નાખવા જણાવેલ છે. હવે જે દ્વીપસમુદ્રમાં છેલ્લો દાણો પડયો હોય ત્યાં સુધીનો મોટો કલ્પેલો પ્યાલો સરસવથી ભરી, ઉપાડીને ફરીથી આગળ દ્વીપસમુદ્રમાં એકેક દાણો નાખતા જવું, જયારે ખાલી થાય ત્યારે બીજો દાણો શલાકામાં નાખવો. અને જયાં છેલ્લો દાણો પડ્યો તે દ્વીપસમુદ્રસુધીનો અનવસ્થિત પ્યાલો કલ્પી ભરી ઉપાડી ફરીથી આગળ દ્વીપસમુદ્રમાં નાખતા જવું. આમ અનવસ્થિત પ્યાલાઓ ભરી ખાલી કરી એકેક દાણો શલાકામાં નાખતા નાખતા શલાકા જયારે પૂર્ણ ભરાઈ જાય, ત્યારે છેલ્લો દાણો જે દ્વીપ કે સમુદ્રમાં નાખ્યો હોય તે દ્વીપ કે સમુદ્ર સુધીનો પ્યાલો કલ્પી ભરીને સ્થાપી રાખવો. હવે શલાકાને ઉપાડી સ્થાપેલ અનવસ્થિતની આગળ દ્વીપસમુદ્રમાં એકેક દાણો પૂર્વની માફક નાખતા જવું. શલાકા ખાલી થાય ત્યારે એક દાણો પ્રતિશલાકામાં નાખવો. પછી પૂર્વ સ્થાપિત અનવસ્થિત પ્યાલાના દાણાઓમાંથી, શલાકા ખાલી કરતાં જયાં છેલ્લો દાણો પડ્યો, તેની આગળ દ્વીપસમુદ્રમાં એકેક દાણો નાખતાં પ્યાલો ખાલી થાય ત્યારે એક દાણો સાક્ષીભૂત શલાકામાં નાખવો. ત્યાંથી અનવસ્થિત ભરી પૂર્વોક્ત રીતે દ્વીપસમુદ્રમાં ખાલી કરતા જ્યારે ખાલી થાય ત્યારે બીજો દાણો શલાકામાં નાખવો. આવી રીતે શલાકા પૂર્ણ ભરાઈ જાય ત્યારે પૂર્વોક્તરીતે અનવસ્થિત સ્થાપી રાખી શલાકા ઉપાડી, સ્થાપિત અનવસ્થિતની આગળના દ્વીપસમુદ્રોમાં એકેક દાણો નાખી ખાલી થતાં, પ્રતિશલાકામાં બીજો દાણો નાખવો. આ રીતે પ્રતિશલાકા ભરવો. જયારે પ્રતિશલાકા ભરાય ત્યારે શલાકા ખાલી થયો હોય છે. હવે આ શલાકાને અનવસ્થિતથી પાછો ભરવો અને છેલ્લે અનસ્થિત ભરી રાખવો. પછી પ્રતિશલાકા ઉપાડી સ્થાપિત અનવસ્થિતથી આગળ દ્વીપસમુદ્રોમાં ક્રમસર એકેક દાણો નાખતા જવું. તેમ કરતાં પ્રતિશલાકા ખાલી Jain Education International (૭૪) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86