Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 77
________________ ઉત્કૃષ્ટ સંકુલેશમાં હોય તો સ્વપ્રાયોગ્ય નીચ ગતિ એવી નરકગતિમાં ઉત્પન્ન થાય છે. અને જો વિકલેન્દ્રિય હોય તો સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. કારણકે એને યોગ્ય નીચ ગતિ સૂક્ષ્મ એકેન્દ્રિયની છે. હવે જો અંત્ય સમયે તીવ્રવિશુદ્ધિ હોય તો મનુષ્ય અનુત્તરદેવમાં અને વિકસેન્દ્રિય જીવો મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય છે. (૭) સામાન્યથી પ્રત્યેક કર્મનો જેટલો રસ સત્તામાં હોય છે, તેટલો રસ પ્રત્યેક કર્મના પ્રત્યેક સ્થિતિ-સ્થાનોમાં હોય છે. અને એ પ્રત્યેક સ્થિતિમાં રહેલો રસ ઉત્કૃષ્ટથી પણ અનંતગુણહીન થઈને જ ઉદયમાં આવે છે. તેથી ઉદયના ઉત્કૃષ્ટરસ કરતાં સત્તાનો ઉત્કૃષ્ટરસ અનંતગુણ વધારે છે. (૮) અમુક પ્રકૃતિઓની બંધથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે, તેના કરતાં સંક્રમથી વધારે સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ બંઘથી પ્રાપ્ત થતાં રસ કરતાં સંક્રમથી વધારે રસ પ્રાપ્ત થઈ શકતો નથી. દા.ત. જેમકે શાતાવેદનીયની બંધથી ઉત્કૃ-સ્થિતિ ૧૫ કોડાકોડી સાગરોપમ પ્રમાણ પ્રાપ્ત થાય છે, જ્યારે સંક્રમથી એક આવલિકાનૂન ૩૦ કોડાકોડી સાગરોપમપ્રમાણ પ્રાપ્ત થાય છે; કેમકે શાતામાં અશાતા પડે કે જેની ૩૦ કો. સાગરોની સ્થિતિ છે. પરંતુ એવી રીતે રસમાં નહિ; બંધ કરતાં સંક્રમથી વધારે રસ પ્રાપ્ત થઈ શકતો નથી. - ૯) મનુષ્યો અને તિર્યંચોને, સમ્યકત્વાવસ્થામાં આયુષ્યનો બંધ કરે તો તે વખતે તેઓને વૈમાનિકદેવપ્રાયોગ્ય લેગ્યા હોય છે. અને વૈમાનિકદેવપ્રાયોગ્ય વેશ્યા તેજ-પા અને શલ એમ ત્રણ હોય છે. તેથી કૃષ્ણાદિ ૩ અશુભલેશ્યામાં સમકિતી મનુ તિર્યંચો દેવાયુષ્ય બાંધતા નથી. ((ભગવતીસૂત્ર-૩૦મું શતક' ૧લો ઉદ્દેશો, સૂત્ર ૧૮૫) (૧૦) નરકત્રિકનો બંધ પર્યાપ્તપંચેન્દ્રિય મિથ્યાદેષ્ટિ જીવોને જ હોય છે, તેથી તે પ્રકૃતિનો અપર્યાપ્તાવસ્થામાં બંધ જ હોતો નથી. અને તેથી ઔદારિક મિશ્રયોગ-કાર્મહયોગ વગેરે માર્ગણાઓ અપર્યાપ્તાવસ્થામાં હોવાથી તેમાં નરકત્રિકનો બંધ થતો નથી. (૧૧) એમ દેવત્રિકનો પણ બંધ સામાન્ય રીતે પર્યાપ્તાવસ્થામાં હોય છે. પરંતુ સમ્યકત્વસહિત ઉત્પન્ન થનાર મનુષ્યો અને તિર્યંચોને અપર્યાપ્તાવસ્થામાં ૪થે જ ગુણઠાણું હોવાથી દેવદ્વિકનો જ બંધ થાય છે. કિન્તુ તે સિવાયના જીવોને અપર્યાપ્તાવસ્થામાં તે પ્રકૃતિનો બંધ થતો જ નથી. ૧૨) ક્ષાયિકસમ્યકત્વ જિનકાલિક પ્રથમસંઘયણી મનુષ્યો જ પ્રાપ્ત કરે છે, અને ક્ષાયિકસમ્યક્ત્વની પ્રાપ્તિપૂર્વે જ આયુષ્ય બાંધ્યું હોય તો તે મનુષ્યો ક્ષાયિકસમ્યક્ત્વ લઈ ચારેય ગતિમાં જાય છે. જયારે ક્ષયોપશમ સમ્યકત્વ લઈને મનુષ્યો અને સંશિપંચેન્દ્રિયતિર્યંચો દેવગતિમાં જાય છે. ત્યારે સ્પયિક કે ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ દેવો કે નારકો મનુષ્યમાં જ આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86