Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 78
________________ (૧૩) સાસ્વાદન ગુણસ્થાનક લઈને જીવો નરક સિવાય ત્રણેય ગતિમાં બાદર પર્યાપ્તા જીવતરીકે જ ઉત્પન્ન થાય છે. અને એકેન્દ્રિયમાં તો બાદરપર્યાપ્તાપૃથ્વી, અપ અને પ્રત્યેકવનસ્પતિ ૰ તરીકે જ ઉત્પન્ન થાય છે. સાસ્વાદનનો કાળ વધુમાં વધુ આવલિકાનો જ હોવાથી અપર્યાપ્તાવસ્થા પૂર્ણ થતાં પહેલાં જ તે નષ્ટ થઈ જાય છે. તેથી પરભવમાંથી સાસ્વાદન ગુણ લઈને આવેલા જીવોને આયુષ્યનો બંધ નથી; કેમકે મનુષ્યો અને તિર્યંચો વહેલામાં વહેલો આયુષ્યનો બંધ સ્વાયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે, ત્યારે કરી જ શકે છે. અને દેવતા-નારકીઓ જયારે સ્વાયુષ્યના છ માસ બાકી રહે ત્યારે કરી શકે. મોડામાં મોડો બંધ સ્વાયુષ્યનું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે કરે. હવે જયારે અપર્યાપ્તાવસ્થામાં રહેનાર સાસ્વાદની જીવો પર્યાપ્તા બનશે અને જયારે સ્વાયુષ્યનો ત્રીજોભાગ બાકી રહેશે ત્યારે આયુષ્ય બાંધી શકશે. માટે પરભવમાંથી સાસ્વાદન ગુણસ્થાનક લઈને આવેલા જીવો આગામી ભવનું આયુષ્ય સાસ્વાદનકાળમાં બાંધતા નથી. (ભગવતી સૂત્ર ૩૦મું શતક,' ૧લો ઉદ્દેશો ૮૨૫ સૂત્ર.) (૧૪) આયુષ્યનો બંધ ઘોલનાપરિણામથી એટલે કે મધ્યમપરિણામ હોય ત્યારે થાય છે. માટે જ્યારે અતિસંકલેશ કે અતિવિશુદ્ધિ હોય ત્યારે આયુષ્યનો બંધ થતો નથી; જેમકે ઘાતિચતુષ્કના ઉત્કૃ॰ રસબંધ વખતે અતિતીવ્રસંકલેશ હોવાથી અને ક્ષકશ્રેણી, ઉપશમશ્રેણી કે સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ વખતે અતિવિશુદ્ધિ હોવાથી આયુષ્યનો બંધ થતો નથી. સંખ્યાત, અસંખ્યાત, અનંતનું સ્વરૂપ - જંબુદ્રીપના માપ જેવડા એટલે કે ૧ લાખ યોજન લાંબા, પહોળા, અને ૧૦૦૦ યોજન ઊંડા અને ઉપર ૮ યોજન જગતી અને તેના ઉપર ા યોજનની વેદિકાના માપ જેવડા ચાર પ્યાલા કલ્પવા. દરેક પ્યાલા જયારે ભરવાના હોય ત્યારે શિખા સહિત સરસવથી ભરવા. ૪. પ્યાલાનાં નામઃ (૧) અનવસ્થિત ઃ- આગળ આગળ વધતો જતો હોવાથી અસ્થિતસ્વભાવવાળો નહિ તે. (ર) શલાકા :- એક એક વાર અનવસ્થિત ખાલી થવાના સાક્ષીભૂત ૧-૧ સરસવથી ભરાતો પ્યાલો તે. (૩) પ્રતિશલાકા :- ૧-૧ વાર શલાકા ખાલી થવાના પ્રતિસાક્ષીભૂત ૧-૧ સરસવથી ભરાતો પ્યાલો તે. (૪) મહાશલાકા :- ૧-૧ વાર પ્રતિશલાકા ખાલી થવાના મહાસાક્ષીભૂત ૧૧ સરસવ વડે ભરાતો પ્યાલો તે. Jain Education International (૭૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86