Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 71
________________ દેખાડે છે. ૩૬ પ્રકૃતિઓ છે- શરીર ૫ + અંગોપાંગ ૩ + સંઘયણ ૬ + સંસ્થાન ૬ + વર્ણાદિ ૪ + પરાઘાત + આતપ + ઉદ્યોત + અગુરુલઘુ + નિર્માણ + ઉપઘાત + પ્રત્યેક ૩ + સાધારણ ૩= ૩૬. આ બધી નામકર્મની જ પ્રકૃતિઓ છે. ૩) ભવવિપાકી ૪ :- નરકતિર્યંચાદિ પોતાને યોગ્ય ભવને વિષે જ જેનો ઉદય હોય, પરંતુ અન્યભવમાં પ્રદેશોદયથી પણ જેનો ઉદય ન હોય તે. ૪ આયુષ્ય. (૪) ક્ષેત્રવિપાકી ૪:- આગામી ભવે જતાં વચ્ચે-ક્ષેત્રને વિષે જ જના વિપાક થાય છે તે. દેવાનુપૂર્વી-મનુષ્યાનુપૂર્વી-તિર્યંચાનુપૂર્વી અને નરકાનુપૂર્વી-અ. ગાર આનુપૂર્વી નામકર્મ. પરાવર્તમાન-અપરાવર્તમાન :કેટલાંક કર્મ એવો છે કે જે પરસ્પર વિરુદ્ધ હોવાથી એડી - કે ભોગવાતાં નથી; કિન્તુ વારાફરતી બંધાય-ઉદય પામે છે, તેથી એને પરાવર્તમાન કહે છે. દા.ત. શાતાવેદનીય બંધાતું હોય ત્યારે અશાતા ન બંધાય. શાતા ઉદયમાં હોય, તો અશાતા. ઉદયમાં ન આવે. એમ અશાતા બંધાતું હોય તો શાતાદનીય ન બંધાય, ત્રસદશક બંધાતું હોય તો સ્થાવરદશક નહિ બંધાય. માટે આ પરાવર્તમાન કહેવાય. બાકી જેનાં પ્રતિપક્ષી ન હોય તે અપરાવર્તમાન ગણાય; દા. ત. પાંચ જ્ઞાનાવરણ કર્મ. બંધમાં પરાવર્તમાન ૭૦ પ્રકૃતિ છે. એમાં ૫૫ નામકર્મની (૩૩ પિંડ પ્રકૃતિ, તે ૪ વર્ણાદિ અને તેજસ-કાશ્મણ ર એ દ વિના, +૨ આતપ ઉદ્યોત + ૨૦ બે દશક) +૭ મોહનીય (રતિ-અરતિ, હાસ્ય-શોક, ૩ વેદ) + ર વેદનીય +૨ ગોત્ર+ ૪ આયુષ=૭૦. આમાં તે તે જોડકામાંથી વારાફરતી એકેક બંધાય છે. બાકી ૫ જ્ઞાનાવરણ+ ૯ દર્શના.+ પરંતરાય+૧૯ મોહનીય.+૧૨ નામકર્મ=પ૦ અપરાવર્તમાન છે, એટલે એમાંથી વારાફરતી નહિ પણ એકી સાથે બંધાય છે. ઉદયમાં પરાવર્તમાન-૮૭ પ્રકૃતિમાં, ઉપરોકત ૭૦ માંથી સ્થિરાસ્થિર, શુભાશુભ બાદ કરતાં દદરૂપ નિદ્રા+૧દ કષાય=૮૭. એમાં તે તે જોડકામાંથી વારાફરતી એકેક ઉદયમાં આવે. બાકી ૩૩ અપરાવર્તમાન છે. અહીં ઉદયમાં નિદ્રાદિ પાંચમાંથી અને ક્રોધાદિ ચારમાંથી એક સમયે એક જ ક્રોધકષાય કે માનકષાયવગેરે ઉદયમાં હોય. ફોધ હોય ત્યારે માન નહિ વગેરે. માટે એને ઉદયમાં પરાવર્તમાન કહ્યાં; જયારે એજ કષાય-નિદ્રાદિ બંધમાં અપરાવર્તમાન છે, બંધ અને ઉદય એ બંનેની અપેક્ષાએ અપરાવર્તમાન ૨૯ તે ઉદયની ૩૩ બાદ સ્થિરાસ્થિર-શુભાશુભ૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86