Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 16
________________ રહે છે. આ વીર્યની તરતમતાના હિસાબે એના સૂક્ષ્માંશથી માંડી અસંખ્યાંશ સુધીના ભેદ પડે છે. આ સૂક્ષ્માંશ કેવલિપ્રશાએ દષ્ટ ઝીણામાં ઝીણો વીર્યાશ છે, આત્માના અસંખ્ય આત્મપ્રદેશો છે. અને પ્રત્યેક આત્મપ્રદેશમાં જઘન્યથી પણ અસંખ્યાતા (અસંખ્યલોકાકાશપ્રદેશ-પ્રમાણ) અને ઉત્કૃષ્ટથી પણ અસંખ્યાત વીઆંશો હોય છે. પરંતુ ઉત્કૃષ્ટ વીર્યાશો જઘન્ય કરતાં અસંખ્યગુણ હોય છે. યોગસ્થાન સરખે સરખા વીર્યાશવાળા આત્મપ્રદેશોનો સમુદાય તે પહેલી વર્ગણા. વીર્યાશની ક્રમશઃ એકેક વૃદ્ધિથી બીજી, ત્રીજી,...એમ યાવતુ ઘનીકૃત ૭ રાજલોકની સૂચિશ્રેણિના અસંખ્ય ભાગ જેટલી વર્ગણાઓ મળે છે. આવી ક્રમશઃ વીર્યાશની વૃદ્ધિવાળી વર્ગણાઓનો સમૂહ તે સ્પર્ધક કહેવાય. ત્યાર પછી ક્રમશઃ વીર્યાશની પરિતૃદ્ધિ મળતી નથી. પરંતુ અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ વીર્યાશોની વૃદ્ધિ એકીસાથે થાય છે. અને ત્યારબાદ ક્રમશઃ એકેક વીર્યશની વૃદ્ધિવાળા આત્મપ્રદેશો મળે છે. એટલે પૂર્વની જેમ વર્ગણાઓ બને છે, અને અસંખ્ય વર્ગણાઓનું ફરીથી બીજું રૂદ્ધક બને છે. એવા સૂચિશ્રેણિના અસંખ્યભાગ પ્રમાણ રૂદ્ધકોનું એક યોગસ્થાન બને છે. આની સમજુતી એક આત્મપ્રદેશપર જઘન્યથી પણ અસંખ્યાત-વીર્યાશો છે. અસત્ કલ્પનાએ ધારો કે તે ૧૦૧ વીર્યાશો છે. તે ૧૦૧ વર્યાશીવાળા જે આત્મપ્રદેશોનો સમૂહ તે ૧લી વર્ગણા. ત્યારબાદ ક્રમસર વિર્યાશની વૃદ્ધિવાળી અસંખ્યાતવર્ગણાઓ મળે છે. ધારો કે તે ચાર છે. તેથી ૧૦ર વિર્યાશવાળા આત્મપ્રદેશોનો સમૂહ તે રજી વર્ગણા, ૧૦૩ની ૩જી વર્ગણા. અને ૧૦૪ની ૪થી વર્ગણા. તેથી આ ૪ વર્ગણાનું ૧ રૂદ્ધક બન્યું કહેવાય. ત્યારબાદ ક્રમસર વિર્યાશની વૃદ્ધિવાળી વર્ગણાઓ મળતી નથી, પરંતુ અસંખ્યલોકના પ્રદેશજેટલા વીર્યાશો વધ્યા પછી વર્ગણાઓ મળે છે. તેથી ૧૦૫ વીર્યાોવાળા આત્મપ્રદેશો મળતા નથી. એમ ૧૦૬-૧૦૭-૧૦૮ યાવત્ અસંખ્ય લોક એટલે કે ૨૦૪ સુધી વર્ગણાઓ મળતી નથી. પરંતુ ૨૦૫ વીર્યાશવાળા આત્મપ્રદેશો મળે છે. ત્યારે તે સરખા વિર્યાણુવાળા આત્મપ્રદેશોની બીજા રૂદ્ધકની ૧લી વર્ગણા બને છે. એમ પૂર્વોકત રીતે ૨૦૬ની બીજી વર્ગા, ૨૦૭ની ત્રીજી વર્ગણા, ૨૦૮ની ચોથી વર્ગણા. આમ આ ચારનું બીજાં સ્પર્ધ્વક થયું. હવે પૂર્વપ્રમાણે ફરીથી આંતરું જાણવું. તેથી ૨૦૯થી ૩૦૮ સુધીની વીર્યાશોવાળી વર્ગણાઓ બનતી નથી. પરંતુ ૩૦૯ વીર્યાશોવાળા આત્મપ્રદેશોની ૩જા સ્પર્ધ્વકની ૧લી વર્ગણ બને છે. ૩૧૦ની બીજી વર્ગણા, ૩૧૧ની ત્રીજી વર્ગણા, ૩૧રની ચોથી વર્ગણા, આ ચાર વર્ગણાઓનું ત્રીજું સ્પર્ધ્વક થયું. હવે ૩૧૩ થી ૪૧૨ સુધીના વીર્યાલોવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86