Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 32
________________ રોકે, અને સભ્યત્વગુણ પામે, પરંતુ વ્રત નહિ, ત્યારે આ ગુણસ્થાનકે આવે છે. સમ્યકત્વ ત્રણ રીતે પમાય છે : (૧) મિથ્યાત્વકર્મનો તદ્દન ઉપશમ કરાય, અર્થાત્ વિશિષ્ટ શુભઅધ્યવસાયના બળે અંતર્મુહૂર્તકાળના એ કર્મને આગળ પાછળ ઉદયવશ કરી દઈ એટલો કાળ મિથ્યાત્વના સર્વથા ઉદય વિનાનો કરી દેવાય, ત્યારે ઉપશમસમ્યકત્વ પમાય છે. (૨) મિથ્યાત્વકર્મનાં દળિયાંનું સંશોધન કરી અશુદ્ધ અને અર્ધશુદ્ધ દળિયાંનો ઉદય રોકી શુદ્ધ દળિયાંનો ઉદય ભોગવાય ત્યારે ક્ષયોપશમસમ્યકત્વ પમાય છે. (૩) સમસ્ત શુદ્ધ-અર્ધશુદ્ધ-અશુદ્ધ મિથ્યાત્વકર્મપુદ્ગલોનો અનંતાનુબંધી કષાયોના નાશપૂર્વક નાશ કરાય ત્યારે ક્ષાયિક સમકિત પમાય છે. ત્રણેયમાં શ્રદ્ધા તો એજ જિનવચનપર જ હોય છે, જિનોક્ત નવતત્વ અને મોક્ષમાર્ગ તથા અરિહંતદેવ, નિર્ઝન્ય મુનિ ગુરુ, ને જિનોતિ ધર્મપર એકમાત્ર શ્રદ્ધા હોય છે. અહીં હિંસાદિ પાપોના ત્યાગની પ્રતિજ્ઞા અર્થાતુ વિરતિ નથી કરી, માટે એ અવિરતસમ્યગ્દષ્ટિ ગુણઠાણું છે. () દેશવિરતિ ગુણસ્થાનકઃ- સમ્યકત્વ પામ્યા પછી જેવી શ્રદ્ધા કરી કે હિંસા જૂઠ વગેરે પાપો ત્યાજય છે, એ પ્રમાણે એના આંશિક ત્યાગની પ્રતિજ્ઞા કરાય ત્યારે એ અંશે વિરતિ અર્થાત્ દેશવિરતિ શ્રાવકનું ગુણસ્થાનક પ્રાપ્ત થયું ગણાય. એ અપ્રત્યાખ્યાનીય કષાયોના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય. (૬) પ્રમત્ત (સર્વવિરતિ) ગુણસ્થાનકઃ-વૈરાગ્ય-ભરપુર થઈ વીર્ષોલ્લાસ વિકસાવતાં પ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ક્ષયોપશમ કરી હિંસાદિ પાપોનો સર્વાંશે સૂક્ષ્મ રીતે પણ પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરાય ત્યારે સર્વવિરતિ ગુણસ્થાનક-સાધુપણું આવ્યું કહેવાય. અહીં હજી ભ્રમ-સ્મૃતિભ્રંશ-રાદિ પ્રમાદ નડી જાય છે, તેથી પ્રમત્ત અવસ્થા છે. માટે એને પ્રમત્તગુણસ્થાનક કહે છે. (૭) અપ્રમત્ત ગુણસ્થા:- છઠ્ઠા ગુણસ્થાનકની અવસ્થામાંથી પ્રમાદનો ત્યાગ કરાય ત્યારે અહીં અવાય છે. પરંતુ ટાળેલ વિસ્મૃતિ, ભ્રમ, વગેરે પ્રમાદ એવા મજબૂત છે કે એને પ્રયત્નથી ટાળ્યા હોય છતાં પાછાં ઊભા થાય છે, એટલે આ ૭મું ગુણસ્થાનક અંતર્મુહૂર્તથી વધુ સમય ટકવાદેતું નથી, અને જીવને છું ગુણસ્થાનકે તાણી જાય છે પરંતુ સાધક આત્માની પ્રમાદની સામે સતત લડાઈ ચાલુ છે, એટલે પાછો એ ઉપર સાતમે ચઢે છે. વળી પડે છે. પાછો ચઢે છે. છતાં જો અપ્રમત્ત બનવાનું બળ એકદમ વિકસતું આગળ વધે તો કે પડવાને બદલે ૮મે ચઢે છે. (૮) અપૂર્વકરણ ગુણ:- મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયની ૩ ચોકડીના ઉદય ટાળવાથી ૭મે ગુણસ્થાનકે અવાયું. હવે સંજ્વલન કષાયનો રસ મંદ ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86