Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 51
________________ ૧૪ મું. ઉપાંત્ય ) ૮૫ ઉપાંત્ય સમય સુધી જ ૮૫ની સત્તા; એમાં સમય સુધી મનુષ્યાનુપૂર્વી+ દેવ શરીર પ+અંગોપાંગ ૩+ બંધન પ+પ સંઘાતન + સંઘયણ+s સંસ્થાન+૨૦ વર્ણાદિ+૨ ખગતિ + અગુરુલઘુ ૪+નિર્માણ + પ્રત્યેક ૩ + સુસ્વર + અપર્યાપ્ત + અસ્થિર+નીચગોત્ર+અન્યતર વેદનીય આ ૭૩ પ્રકૃતિઓની અહીં સુધી જ સત્તા મતાન્તરે મનુ આનુ. વિના ૭૨). ૮૫- ૭૩=૧ (મનુષ્યગતિપંચે જાતિ જિન નામન્નસ૩+સુભગઆદેય+યશ+ઉચ્ચગોત્ર મનુષ્યાયુ+અન્યતર વેદનીય = ૧૨ (+મતાન્તરે મનુ ધ્યાન- પૂર્વીની સત્તા ૧=૧૩). ૧૪ મે ચરમ ૧રકે ૧૩ સમયે ક્ષયોપશમ અને એકસ્થાનિકાદિ રસ-રૂદ્ધક કર્મના ક્ષયોપશમની પ્રક્રિયા વિશ્વમાં એકમાત્ર જૈનદર્શન જ બતાવે છે. એનો અર્થ ક્ષયસહિત ઉપશમ. આમાં ઉદયાવલિકા-પ્રવિષ્ટ સર્વઘાતી રસવાળા દલિકને દેશઘાતરૂપે કરવા યા પરપ્રકૃતિરૂપે કરવા તે ક્ષય, અને ઉદયાવલિકા ઉપર રહેલા સાગત દલિકાને તરૂપે કે સર્વદ્યાતિરૂપે ઉદયમાં ન આવવા દેવા તે ઉપશમ. આ ક્ષયોપશમ કહેવાય છે. અહીં રસ એટલે શું ? એ પહેલાં વિચારવું જરૂરી ગણાય. રસ એટલે કર્મયુગલોમાં રહેલું સ્વસ્વભાવાનુસાર જીવને અનુગ્રહ કે ઉપઘાતકારી જૂનાધિક સામર્થ્ય. શુભાશુભકર્મના રસની તરતમતાએ અનંતી કક્ષાઓ છે. પરંતુ જ્ઞાનીઓએ એ કક્ષાઓનો સમાવેશ શૂલપાણે ચાર કક્ષામાં જ કરી લીધો છે. તે ૧ સ્થાનિક (ઠણિયો) રસ, ૨ સ્થાનિક રસ, ત્રણ સ્થાનિક રસ અને ચાર સ્થાનિક (૪ ઠાણિયો) રસ. શુભકર્મનો રસ શેલડી જેવો અને અશુભકર્મનો રસ લીમડા જેવો સમજવાનો. તે સ્વાભાવિક હોય ત્યારે એક સ્થાનિક (૧ ઠા) રસ, મંદરસ કહેવાય; અને તેને ઉકાળતાં અડધો બળી જઈ અડધો બાકી રહે ત્યારે દ્વિસ્થાનિક (=બે છાણિયો) રસ થો; એ તીવ્ર બન્યો. કુલ ૩ ભાગ કલ્યી બે ભાગનો બળી જઈ ત્રીજો એકભાગ બાકી રહે, ત્યારે ત્રિસ્થાનિક (ત્રણ છાણિયો) થયો. એ તીવ્રતર; અને ત્રણ ભાગ બળી ૧/૪ બાકી રહે ત્યારે ચતુઃ સ્થાનિક તીવ્રતમ ૨૩ કહેવાય. આ ઉપમાએ કર્મરસમાં સમજવું. ૧-સ્થાનિક આદિ દરેકમાં વળી અનંત તરતમતાઓ હોય છે. એકેક સ્થાનિક વધતાં રસ અનંતગુણ વધે છે. મંદ-મંદ, ૪) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86