Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 54
________________ ૧૨ પ્રકૃતિ સર્વઘાતી જ છે. ઉદયાપન એ અનુક્રમે સમ્યકત્વ-દેશવિરતિ - સર્વવિરતિ ગુણનો ઘાત યા વિખંભ (અટકાયત) કરે છે; જયારે, એનો ક્ષયોપશમ થતાં તે તે ગુણ પ્રગટે છે. અહીં ક્ષયોપશમ એટલે રસ-રૂદ્ધકોનો દેશઘાત નહિ, કેમકે સર્વઘાતી પ્રકૃતિના રસ-રૂદ્ધક દેશઘાતી બનવા અયોગ્ય છે; કિન્તુ નિષેકક્રમે ઉદયાભિમુખ બનેલા તેનો સિબુકસંક્રમ કરી માત્ર પ્રદેશોદય કરવો તે. આમાં ઉદયમાં આવા બીજા કષાયોમાં સંક્રમ થઈ તે તે રૂપે થાય. દા. ત. અનંતાનુબંધીનો સંક્રમ અપ્રત્યા. આદિમાં અપ્રત્યાનો સંક્રમ પ્રત્યાખ્યાનાવરણઆદિમાં પ્રત્યાનો સંક્રમ સંજવલનમાં. આ અનંતાનુ આદિનો ક્ષયોપશમ અનુક્રમે ૪થા - પમા- દા ગુણઠાણે હોય. એવું અપ્રત્યાખ્યાનીયકષાયનો પમે ગુણઠાણે ક્ષયોપશમ થાય તેમ સમજવું. એમ, જે પ્રત્યા. ના. અંગે. અલબત્ત સાવધાની ચૂકે અને અધ્યવસાય બગાડે તો પ્રદેશોદય અટકી જઈ નિષેકક્રમમાં આવતાનો સર્વઘાતી રસ ઉદયમાં આવવાનો. તેથી ગુણ લુપ્ત ! સંજવલન કષાય અને હાસ્યાદિ ૯ નોકષાયનો ક્ષયોપશમ એટલે ઉદયમાં આવેલા તેનો ક્ષય, યાને સર્વઘાતી રસસ્પદ્ધકોને દેશઘાતીરૂપે ભોગવવા; અને ઉદય ઉપરનાનો ઉપશમ અર્થાત્ ઉદીરણાદિથી પણ સર્વઘાતીરૂપે ઉદયમાં ન આવવા દેવા. (આમાં મતિજ્ઞાનાવરણાદિની જેમ ભલે અમુકના દેશanતીરૂદ્ધકનો ઉદય હોય, પણ બીજા સર્વઘાતી સ્પર્ધકો ય ઉદયમાં હોય, તેથી ઉદયાનુવિદ્ધક્ષયોપશમ કહેવાય. ત્યાં અમુક અંશે ગુણ પ્રગટ અને અમુક અંશે કષાય પ્રગટ હોય, જે વ્રતોને અતિચાર લગાડે છે.) પમા-૬ઠ્ઠા ગુણઠાણે દેશઘાતી પ્રકૃતિઓ હાસ્ય-શોક, રતિ-અરતિ, ભય જુગુપ્સા અને ૩ વેદ એ નવનો ઉદય સાથે ક્ષયોપશમ અવિરુદ્ધ છે. ક્ષયોપશમમાં દેશઘાતી રૂદ્ધક ઉદયમાં આવે છે. તેથી ગુણઘાતક હાસ્યાદિ ન પ્રવર્તે; અતિચાર લાગે. મૂળપ્રકૃતિમાં ઉત્કૃષ્ટરસબંધના સ્વામી ૪ ઘાતી :- ચારેય ગતિના તીવ્રસંફિલષ્ટ સંક્ષીપંચેન્દ્રિય મિથ્યાદેષ્ટિ જીવો. આ ચારેય અશુભપ્રકૃતિ હોવાથી ઉત્કૃ- રસ તીવ્રઅંકલેશથી બંધાય છે, અને તીવ્રઅંકલેશ સંશી મિથ્યાદેષ્ટિને જ હોય છે. વેદનીય નામ-ગોત્ર :- ૧૦ માના ચરમસમયે ક્ષપકઃ આ કર્મોમાં શુભ અને અશુભ બને પ્રકૃતિઓ છે. તેમાં શુભ પ્રવૃતિઓનો રસ તથાસ્વભાવે વધારે હોય છે, અને શુભપ્રકૃતિઓનો ઉછુ. રસ તીવ્રવિશુદ્ધિથી બંધાય છે, અને તીવશુદ્ધિ ક્ષપકોને જ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86