Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 53
________________ હોય, તેટલા પ્રમાણમાં પ્રગટ ગુણની બીજા કરતાં તરતમતા રહેવાની. અવધિજ્ઞાનાવ. મન:પર્યવ જ્ઞાનાવ વગેરેમાં, જેને અવધિ, મન:પર્યવજ્ઞાન આદિ પ્રગટ જ નથી, તે જીવોને એના સર્વઘાતીરસરૂદ્ધક ઉદયમાં હોય છે. જયારે ગુણ પ્રગટ થાય ત્યારે મતિ-શ્રુતાવરણની માફક આના કેટલાક દેશઘાતી રસસ્પદ્ધક ઉદયમાં હોય. કેવળજ્ઞાનાવરણ-કેવળદર્શનાવરણ સર્વજ્ઞાતી પ્રકૃતિનો સર્વઘાતી રસનો તે ઠેઠ ૧રમાના અંત સુધી સતત ઉદય જ હોય છે, અને પછી તરત ક્ષય થાય છે, તેથી તેનો ક્ષયોપશમ હોતો જ નથી. ૫ નિદ્રાનો ક્ષયોપશમ નથી હોતો, એ સર્વઘાતી પ્રકૃતિ હોઈ એના રસસ્પદ્ધકો સર્વઘાતી જ હોય છે, અને તે દેશઘાતીમાં ફેરવી પણ શકાતા નથી. એથી એના ઉદયે દર્શનલબ્ધિનો સર્વથા નાશ થાય છે. પ્ર.-જો એમ હોય તો નિષેકના ક્રમે એનો ઉદય તો રહ્યા જ કરવાનો; પછી નિદ્રાને બદલે જાગૃતિનો અનુભવ જ કેમ થાય ? ઉ.-જાગૃતિવખતે નિદ્રાકર્મનો માત્ર પ્રદેશોદય હોય છે, રસોદય નહિ. કેમકે ઉદયસમય પૂર્વે સજાતીયદર્શનાવરણકર્મ, કે જે ઉદયાભિમુખ છે, તેમાં એ સંક્રમિત થઈ જાય છે. આને બુિકસંક્રમ કહે છે. સંક્રમિત થવાથી પોતે પરપ્રકૃતિરૂપ (દર્શનાવરણરૂપ) થઈ જાય છે. તેથી હવે ઉદયવખતે પોતે રસમુખ્યતાએ નહિ, કિન્તુ માત્ર પ્રદેશમુખ્યતાએ ઉદયમાં આવે છે. એટલે ગુણઘાતનું ફળ નથી દેખાડી શકતા. એક નિદ્રા ઉદયમાં હોય ત્યારે બીજી નિદ્રાઓનો સ્ટિબુક સંક્રમ એનામાં થવાનો. દર્શનમોહનીયનો ક્ષયોપશમ એ રીતે, કે એના સંશોધનમાં પ્રાપ્ત શુદ્ધઅર્ધશુદ્ધ-અશુદ્ધ દળિયામાં અશુદ્ધ મિથ્યાત્વને શુદ્ધ કરતાં શુદ્ધમાં દેશઘાતી જ રસરૂદ્ધક કરેલા હોય છે; એને સમકિત મોહનીય કહે છે. અહીં સર્વઘાતી રસસ્પદ્ધકવાળા મિથ્યાત્વનો અનુદય-ઉદયક્ષય, અને તેનો જ ઉપશમ, તથા દેશઘાતીવાળા સમકિતમોહનીયનો ઉદય, તેનું નામ દર્શન-મોહનીયનો મિથ્યાત્વ-મોહનીયનો) ક્ષયોપશમ. અહી શુદ્ધ અર્થાત્ સમકિતમોહનીય ઉદયમાં હોય ત્યારે ાયોપથમિકસમ્યકત્વ ગુણ પ્રગટ રહે છે, એ વખતે નિ ષેકક્રમ ઉદયપ્રાપ્ત મિથ્યાત્વ-મિશ્રમોહનીયનો માત્ર પ્રદેશોદય હોય છે, સાથે અનંતાનુબંધીનો પણ ક્ષયોપશમ હોય છે. ધ્યાનમાં રહે કે શુદ્ધસમકિતમોહનીયમાં ૧ સ્થા. અને ૨ સ્થા. જઘન્યતરફના રસ-રૂદ્ધક, અર્ધશુદ્ધ મિશ્ર-મોહનીયમાં ૨ સ્થા, મધ્યમ રસ-રૂક, અને અશુદ્ધ મિથ્યાત્વ-મોહનીયમાં ઉત્કૃષ્ટ ૨-૩-૪ સ્થા, રસ-રૂદ્ધક હોય છે. કષાયોમાં ક્ષયોપશમ - અનંતાનુ અપ્રત્યા પ્રત્યાખ્યા. દરેકના ૪-૪, એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86