Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 55
________________ આયુષ્ય :- અપ્રમત્તસંયત, અનુત્તરપ્રાયોગ્ય દેવાયુસાથે આયુષ્યનો ઉત્કૃ. રસ બંધાય છે, અને મુનિઓ જ તે આયુ બાંધી શકે છે. એમાં અપ્રમત્ત અતિવિશુદ્ધ છે. જઘન્ય રસબંધના સ્વામી જ્ઞાના-દર્શના-અંતરાય -૧૦માના ચરમસમયે ક્ષપક :- આ પ્રકૃતિઓ અશુભ છે. તેથી જ રસ વિશુદ્ધિથી બંધાય અને વિશુદ્ધિ૧૦ માના ચરમસમયે ક્ષપકને સૌથી વધારે છે. મોહનીય માના ચરમસમયે ક્ષપકઃ- કારણ પૂર્વ પ્રમાણે, પરંતુ મોહનીયનો બંધ ૯માના ચરમસમય સુધી હોવાથી ૯માના ચરમ સમય સુધી કહેવું. વેદનીય-નામ :- પરાવર્તમાન મધ્યમ પરિણામી સર્વજીવો, કારણ કે એક પ્રકૃતિના બંધથી બીજી પ્રતિપક્ષપ્રકૃતિના બંધમાં જીવ સંક્રમે ત્યારે તે મંદ પરિણામવાળો હોય છે. તેથી પરાવર્તમાન મધ્યમ પરિણામી કહ્યો. આયુષ્ય -શુલ્લકભવનું આયુષ્ય બાંધનાર મધ્યમપરિણામી મનુષ્ય અને તિર્યંચા, ક્ષુલ્લકભવનું આયુષ્ય બાંધનાર મનુષ્યો અને તિર્યંચો જ હોય છે, અને તે પણ મધ્યમપરિણામી હોય ત્યારે જ જઘ. રસ બંધાય છે. કારણકે સંલેશ હોય ત્યારે નરકાયું બંધાય અને વિશુદ્ધિ હોય તો દેવાયું બંધાય. ગોત્ર :- ૭મી નારકીનો જીવ સમ્યકત્વ પ્રાપ્તિના પૂર્વસમયે સાતમી નરકમાં મિથ્યાષ્ટિ કેવલ નીચગોત્ર જ બાંધે છે. માટે પરાવર્તમાન નથી.નીચગોત્ર અશુભપ્રકૃતિ છે. તેથી તેનો જ રસ વિશુદ્ધિથી બંધાય. સમ્યક્ત્વાભિમુખ મિથ્યાષ્ટિ અત્યંત વિશુદ્ધ હોય અને સમ્યકત્વ પામે તો તો ઉચ્ચગોત્રનો બંધ, તેથી ઊલ્ટો રસ વધારે બંધાય, માટે સમ્યકત્વોત્પત્તિનો પૂર્વ સમય લીધો. (પ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86