Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 52
________________ યા તીવ્ર-તીવ્ર, કે તીવ્રતર-તીવ્રતર વગેરે સમાન રસાંશોના વર્ગણાના ક્રમથી બનતા સમૂહને સ્પર્ધક કહે છે, જેમકે ૧ સ્થાનક રસસ્પર્ધ્વક, રસ્થાનક રસ-સ્પર્ધક... આમાં ૧ સ્થાનિક અને ર સ્થાનિકના જઘન્ય તરફના રસસ્પદ્ધકો એટલા મંદ છે કે એ ગુણોનો સર્વથા ઘાત નથી કરતા. માટે એ દેશઘાતી કહેવાય છે. દા.ત. દ્વિસ્થાનિકના નીચેના રસવાળા મતિ-શ્રુત-જ્ઞાનાવરણકર્મ ઉદયમાં છતાં અંશે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન પ્રગટ રહે છે. ત્યારે ર દાણિયા મધ્યમ કે ઉત્કૃષ્ટ તરફના અને ૩ ઠા, ૪ઠા રસસ્પર્ધકો સર્વથા ગુણઘાતક હોઈ એ સર્વઘાતી રસસ્પર્ધકો કહેવાય છે. ઘાતી કર્મમાં કેવળજ્ઞાન -કેવળદર્શનાવરણ, પહેલા ૧૨ કષાય, મિથ્યા, નિદ્રા વગેરે સર્વઘાતી પ્રકૃત્તિઓના રસસ્પÁકો સર્વઘાતી જ હોય છે; જયારે બાકી દેશઘાતી પ્રકૃતિઓના રસસ્પÁકો દેશઘાતી, સર્વઘાતી એમ બે જાતના હોય છે. આમાં જયારે જેટલો મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન વગેરે ગુણ પ્રગટ થવાનો હોય ત્યારે ઉદયાભિમુખમતિ-શ્રુત જ્ઞાનાવરણ વગેરેના તેટલા પ્રમાણમાં રસસ્પÁકોને દેશઘાતી કરવામાં આવે છે, તેથી હવે એના ઉદયમાં તેટલો ગુણ આવૃત ન રહેતાં પ્રગટ રહેશે. બાકી સર્વઘાતી રસસ્પÁકના ઉદયથી એટલો ગુણ આવૃત રહેવાનો. આને દયાનુવિદ્ધ ક્ષયોપશમ કહે છે. અચક્ષુદર્શનાવરણ અને પાંચ અંતરાયના તથા મતાંતરે મતિ-શ્રુતાવરણના પણ બંધમાં સર્વઘાતીરસ બંધાવા છતાં ઉદયમાં હંમેશા દેશઘાતી રસસ્પÁક જ આવે છે. એમાં જેટલા પ્રમાણમાં એમાંથી પણ ક્ષય કરાય, અર્થાત્ દ્વિસ્થાનકમાં ય મંદ કરાય, તેટલા પ્રમાણમાં ગુણ પ્રગટ થાય છે. હવે અહીં ક્ષયોપશમ શું ? ક્ષય એટલે દયાવલિકા (ઉદયસમયથી પ્રારંભાતી આવલિકા ) કાળમાં પ્રવિષ્ટ કર્મના સર્વઘાતીરસસ્પર્ધ્વકોનો રસ ઘટાડી એને દેશઘાતી કરવાયા પરરૂપે કરી રસોદયા રોકવો તે, અને ઉપશમ એટલે ઉદયાવલિકા ઉપરના કાળના સર્વઘાતીને તે રૂપે ઉદયમાં આવતા રોકવા તે. (અર્થાત્ ઉદીરણાદિથી પણ સર્વઘાતીરૂપે ઉદયમાં ન આવે.) ૪ જ્ઞાના, ૪ દર્શના, ૫ અંતરાયનો ક્ષયોપશમઃ- સર્વજીવોને મતિ-શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન અને દાનાદિ પાંચ એ ગુણ અતિઅલ્પાંશે પણ પ્રગટ હોય જ છે, તેથી સદા એના દેશઘાતીરસસ્પર્ધક ઉદયમાં હોય છે. તફાવત એટલો કે મતિશ્રુતજ્ઞાનાવરણની અવાંતરપ્રકૃતિઓ અસંખ્ય છે, તેથી જેટલા પ્રમાણમાં ગુણ પ્રગટ તેટલા પ્રમાણમાં દેશઘાતી કરેલ રસસ્પÁક ઉદયાપન્ન, અને બાકીની તે જ પ્રકૃતિના સર્વઘાતી ઉદયમાં; દયાનુવિદ્ધ-ક્ષયોપશમ.) તેથી અમુક મતિ-શ્રુતજ્ઞાન પ્રગટ અને બાકીનું અપ્રગટ રહેવાનું. જયારે અશુદર્શનાવ અને ૫ અંતરાયમાં (અને પંચસંગ્રહના મતે મતિશ્રુતજ્ઞાનાવરણમાં પણ) સર્વઘાતીરસ બંધાવા છતાં દેશઘાતી જ રસસ્પર્ધ્વક ઉદયમાં હોય. અલબત્ત જેટલા પ્રમાણમાં દેશઘાત કર્યો હોય, યાને દ્વિસ્થાનિકમાં પણ રસ ઘટાડ્યો Jain Education International ૪૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86