Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 36
________________ ૪થા પ્ર. કયે ગુણઠાણેથી કયે ગુણઠાણે જીવ જઈ શકે? ઉ. ૧ લા ગુણઠાણેથી ૩જે, યા ૪થે, યા પમે, યા શ્વે, યા ઉમે જઈ શકે છે. રજા ,, ,, પડતાં ૧લે જ ગુણઠાણે જાય. ૩જા ,, ,, ચડે તો ૪થે અને પડે તો ૧લે ગુણ જાય. , , ચડતાં પામે છે કે ૭મે જાય; પડે તો ૩જે યા રજે, યા ૧લે જાય. પમાં ,, ,, ચડતાં કે ૭મે જાય; પડે તો ૪થે કે ૩જે, યા રજે યા ૧લે જાય. ૬ઠ્ઠા ,, ,, ચડતાં ૭મે; પડે તો પમે, યા ૪થે, યા ૩જે, યા રજે, યા ૧લે જાય. ૭માં થી ૧૦માં ગુણઠાણાવાળા ચડે તો ક્રમસર જ, અને પડે તો ય ક્રમસર, કાળ કરે તો ૪થે ગુણ જાય છે. ૧૧માથી પડતાં ૧૦ મે આવે, કાળ કરે તો ૪થે જાય. ૮માંથી ક્ષપકશ્રેણિ માંડે તો ક્રમસર ૯-૧૦મે થઈ ૧૨મે, પછી ૧૩ મે જાય. ૧૩માંથી ૧૪મે જાય અને ૫ હસ્તાક્ષરોચ્ચારણ જેટલા કાળ બાદ મોક્ષ પામે. પરભવમાં જતા જીવને ૧-૨ કે ૪થું આ ત્રણ ગુણઠાણમાંથી ગમે તે એક હોય છે. તેથી અપર્યાપ્તાવસ્થામાં પણ આ ગુણઠાણું હોય છે. બાકીના ગુણઠાણા કેવલ પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. ૩-૧૨મું-અને ૧૩મું આ ત્રણ ગુણઠાણે જીવ મરે નહિ. મરણના અંતર્મુહૂર્ત પહેલાં એ ગુણઠાણું ચાલ્યું જાય. બંધ-ઉદય-ઉદીરણા-સત્તાઃહવે ૧૪ ગુણસ્થાનકમાં કયા કયા ગુણઠાણે કેટકેટલી કર્મપ્રકૃતિનો બંધ હોય, ઉદય હોય, ઉદીરણા હોય અને સત્તા હોય, એનો વિચાર કરવાનો છે. બંધ એટલે તે તે ગુણઠાણે વર્તતા જીવને મિથ્યાત્વ-અવિરતિ-કષાય-યોગરૂપી કારણોમાંથી વિદ્યમાન કારણોના હિસાબે થતો કર્મપ્રકૃતિઓનો લેપ. અલબત્ત આ પ્રકૃતિ, સ્થિતિ-રસ-પ્રદેશથી યુક્ત રહેવાની. ઉદય એટલે સહજ ભાવે કે કરણોદ્વારા કર્મની સ્થિતિ પાયે જીવને થતો એનો રસાનુભવ. (૩૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86