Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 37
________________ ઉદીરણા એટલે અપફવસ્થિતિવાળા કર્મને વહેલા ખેંચી ઉદયમાં લાવવા તે. સત્તા એટલે બંધ કે સંક્રમણથી નિષ્પન્ન કર્મનું તે તે સ્વરૂપે આત્મામાં અવસ્થાન. બંધ નીચગોત્રનો કર્યા પછી તેનું ઉચ્ચગોત્રમાં સંક્રમણ થઈ તે ઉચ્ચગોત્રરૂપ બને, તો હવે સત્તા ઉચ્ચગોત્રની કહેવાય) (૧૪ ગુણઠાણામાં) બંધ ઓવે એટલે કે સામાન્યથી ૧૪ ગુણસ્થાનકોમાં બાંધવા યોગ્ય કર્મ-પ્રકૃતિ ૧૨૦ છે. તે આ પ્રમાણે જ્ઞાના, ૫ + દર્શના. ૯ + વેદનીય ૨ + મોહ ૨૬ + આયુ ૪ + નામ ૬૦ + ગોત્ર ૨ + અંતરાય ૫=૧ ૨૦. કેટલાક ગુણસ્થાનકોમાં અમુક પ્રકૃતિનો “અબંધ રહે છે. અબંધ એટલે માત્ર ત્યાં બંધ નહિ. પરંતુ ઉપરના ગુણસ્થાનકે બંધ હોય. ત્યારે કેટલીક પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. બંધ- વિચ્છેદ એટલે તે તે ગુણસ્થાનકસુધી જ બંધ-યોગ્યતા રહી ઉપરના ગુણસ્થાનકે જેના બંધની યોગ્યતા વિચ્છિન્ન થઈ જાય છે. ૧૯ ગુણસ્થાનક મિથ્યાત્વ :- ૧૧૭ પ્રકૃતિનો બંધ (૧૨૦૩=૧૧૭) જિનનામ તથા આહારકશરીર-આહારક અંગોપાંગનો બંધ નથી. કારણકે જિનનામનો બંધ સમ્યકત્વની હાજરીમાં જ હોય અને આહારક ટ્રિકનો બંધ અપ્રમત્તમુનિ જ કરે. માટે ૩નો અબંધ છે. અહીં ૧૧૭માં ખાસ મિથ્યાત્વના યોગે આ ૧૬ બંધાય છે -નરક૩+જાતિ ૪સ્થાવર ૪મિથ્યાત્વ ૪+આત૫=૧૬. કેમકે મિથ્યાત્વની હાજરીમાં જ મિથ્યાત્વ ૪ તથા નરકગતિ અને એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, તથા અસંશી અપર્યાપ્તાને યોગ્ય બાંધે. આતપ એ એકેન્દ્રિય યોગ્ય છે.) રજુ ગુણસ્થાનક સાસ્વાદન :- ૧૦૧ પ્રકૃતિનો બંધ. અહીં મિથ્યાત્વ નહિ હોવાથી ૧ પ્રકૃતિનો બંધ વિચ્છેદ. માટે૧૧૭-૧૬=૧૦૧ (આ ૧૦૧માં અહીં અનંતાનુબંધી કષાયના યોગે ખાસ ઉપપ્રકૃતિઓ બંધાય; તે આ તિર્યચ૩+ થીણદ્ધિ ૩+ દૌર્ભાગ્ય ૩+ અનંતાનુબંધિ ૪+મધ્યમસંઘયણ-સંસ્થાન ૪+૪ સ્ત્રીવેદ +કુખગતિ +ઉદ્યોત+નીચગોત્ર રપ. અનંતાનના ઉદયમાં જ પંચેન્દ્રિયતિર્યંચ યોગ્ય કર્મ તથા અનંતાનુ કષાય, જઘન્ય નિદ્રા, હીનસંઘયણાદિ અને સ્ત્રીવેદ બંધાય. સામાન્યથી જે કષાય-ચોકડી ઉદયમાં, તેનો જ બંઘ થાય. એ હિસાબે અહીં સુધી જ અનંતાનુ ઉદયમાં હોઈ અનંતાનું બાંધે. બાકી એટલું ધ્યાનમાં રહે કે સ્વપ્રાયોગ્ય જેટલી કષાય-ચોકડી છે, તે બધીયના અન્યતમ કષાયનો એકસાથે ઉદય હોય છે. એ હિસાબે અહીં જયારે અનંતાનુ વિચ્છિન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86