Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 33
________________ કરાય અને પાંચ અપૂર્વ કરવામાં આવે ત્યારે આ આઠમે ગુણસ્થાનકે અવાય છે. અહિં ખાસ કરીને મોહનીય કર્મનો ઉપશમ કરનારી ઉપશમશ્રેણી અથવા ક્ષય કરનારી ક્ષપકશ્રેણીએ ચઢાવનાર અદ્ભુત ધ્યાનમાં લીન બનાય છે, તથા ઉત્કૃષ્ટ શુભઅધ્યવસાયના બળે (૧) અપૂર્વ સ્થિતિઘાત, (૨) અપૂર્વ રસઘાત, (૩) અપૂર્વ અસંખ્ય ગુણ-અસંખ્યગુણ ક્રમથી કર્નરચનારૂપી ગુણશ્રેણી, (૪) અપૂર્વ ગુણસંક્રમ, અને (૫) અપૂર્વ સ્થિતિબંધ, એ પાંચ અપૂર્વ સાધવામાં આવે છે. અહીં સાથે પ્રવેશેલા જીવોના પ્રવેશ પછી પ્રતિસમય અધ્યવસાયમાં તરતમતા નિવૃત્તિ) હોય છે તેથી આને નિવૃત્તિ બાદરગુણસ્થાનક પણ કહે છે. (૯) અનિવૃત્તિ-બાદર ગુણઃ- આઠમાને અંતે સૂક્ષ્મ પણ હાસ્યમોહનીય આદિકર્મને સર્વથા ઉપશાન્ત યા ક્ષીણ કરી દે છે, ને શુભભાવમાં આગળ વધે છે, ત્યારે આ ગુણસ્થાનક પામે છે, અને કર્મની ઉપશમના કે ક્ષપણા કરતો જાય છે. અહીં એકસાથે પ્રવેશ કરનાર અનેક જીવોનાં આંતરિકભાવ આખા ગુણસ્થાનક-કાળમાં એક સરખી ચઢતી કક્ષાએ આગળ વધે છે પણ તેમાં તફાવત-તરતમતા નિવૃત્તિ) નથી હોતી. તેથી આને અનિવૃત્તિ બાદર ગુણસ્થા ' કહે છે. ‘બાદર' એ દૃષ્ટિએ કે હજી અહીં સ્થૂલકષાય દયમાં છે. (૧૦) સૂક્ષ્મસંપરાય-ગુણસ્થાનકઃ- એ બાદર કષાયને સર્વથા ઉપશમાવી ચા ક્ષીણ કરી દઈને હવે સંપરાય એટલે કે કષાય, તે પણ માત્ર લોભ (રાગ) સૂક્ષ્મ કોટીનો ઉદયમાં રહે ત્યારે આ ગુણસ્થાનકે અવાય છે. (૧ ૧) ઉપશાંતમોહ ગુણસ્થાનકઃ - ઉક્ત સૂક્ષ્મ લોભને પણ તદ્દન ઉપશાંત કરી દેવાય, ત્યારે વીતરાગદશાનું આ ગુણસ્થાનક પમાય છે. મોહનીયકર્મ ઉપશાંત કર્યા એટલે એનો તત્કાલ ઉદય સર્વથા રોકાયો, પરંતુ અંતર્મુહૂર્ત પૂરતો જ; બાકી સિલિકમાં તો એ પડ્યા છે, તેથી અંતર્મુહૂર્તમાં જ એ પાછા ઉદયમાં આવી જીવને નીચેના ગુણસ્થાનકોમાં ઘસડે છે. એટલે અહીં સર્વથા ઉપશાંત થવાથી જે વીતરાગદશા અને યથાખ્યાત ચારિત્ર મળ્યું હતું, તે નીચે પડતાં લુપ્ત થઈ જાય છે. (૧૨) ક્ષીણમોહ ગુણસ્થાનક :- જેમણે મોહનીયકર્મની ઉપશમના કરતા રહેવાનું કર્યું, તે તો ૧૧મું ગુણસ્થા૰ પામે છે; પરંતુ જેમણે પહેલેથી જ ક્ષપણા (ક્ષય) કરવા માંડી, તે ૧૦માને અંતે મોહ સર્વથા ક્ષીણ થઈ જતાં તરત ૧૨ મેં આવી ક્ષીણમોહ વીતરાગ બને છે. હજી અહીં જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાય નામના ઘાતીકર્મ ઉદયમાં વર્તે છે, તેથી એ સર્વજ્ઞ નથી બન્યા. (૧૩) સયોગિ-કેવળી ગુણસ્થા૰ ઃ- બારમાને અંતે સમસ્ત ઘાતી કર્મોનો નાશ કરે છે, ત્યારે અહીં આવી કેવળજ્ઞાન-કેવળદર્શન પામે છે. એથી લોકાલોકના ક્ષણેય Jain Education International ૨૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86