Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 31
________________ ૧ મિથ્યાત્વ | ૫ દેશવિરતિ ૧૦ સૂક્ષ્મ-સંપાય ર સાસ્વાદન ૬ (સર્વવિરતિ) પ્રમત્ત ૧૧ ઉપશાંત-મોહ ૩ મિશ્ર ૭ અપ્રમત્ત ૧૨ ક્ષીણ-મોહ ૪ અવિરત ૮ અપૂર્વકરણ ! - ૧૩ સયોગી કેવલી સમ્યગ્દષ્ટિ | ૯ અનિવૃત્તિ બાદર | ૧૪ અયોગી કેવલી (૧) મિથ્યાત્વ-એ દોષરૂપ હોવાં છતાં, (૧) જીવની નીચામાં નીચી કક્ષા બતાવવાની અપેક્ષાએ, તેમજ (૨) મિથ્યાત મંદતા પામ્યું હોય ત્યારે પ્રગટ થતાં પ્રાથમિક ગુણની અપેક્ષાએ, અહીં મિથ્યાત્વઅવસ્થાને પહેલું ગુણસ્થાનક તરીકે કહેવામાં આવ્યું છે. આમાં પહેલી અપેક્ષામાં બધા જ-એકેન્દ્રિયથી માંડી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો તથા ભવાભિનંદી યાને કેવળ પુગલરસિક સંજ્ઞી પંચેન્દ્રિય જીવો આવે. બીજી અપેક્ષામાં વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાનના વચનની શ્રદ્ધા નહિ પામેલા છતાં જે મોક્ષાભિલાષી, સંસારથી ઉદ્વિગ્ન, માર્ગાનુસારી જીવ હોય, અહિંસા સત્યવગેરે પાંચ યમ અને શૌચસંતોષ-ઈશ્વરપ્રણિધાન-તપ-સ્વાધ્યાયસ્વરૂ૫ પાંચ નિયમવાળા હોય તે આવે. (ર) સાસ્વાદન ગુણસ્થાનક :- એ પહેલા ગુણસ્થાનક કરતાં એટલું વિકાસવાળું છે કે એમાં મિથ્યાત્વદોષ ઉદયમાં નથી. છતાં અહીં પહેલા ગુણસ્થાનકેથી ચઢીને નથી અવાતું, કિન્તુ ઉપશમસમ્યકત્વી ૪થા ગુણસ્થાનકેથી પડતાં અહીં આવે છે. તે આ રીતે કે, જીવ જયારે સમ્યકત્વ-અવસ્થામાં ઢીલો પડે છે, અને એના અનંતાનુબંધી કષાયો ઉદયમાં આવે છે, ત્યારે આ કષાયો સમ્યક્ત્વના ઘાતક હોવાથી સમ્યક્ત્વ ગુણ નાશ પામે છે. છતાં હજુ મિથ્યાત્વ ઉદયમાં નથી આવ્યું, એટલે જીવ ચોથેથી પડી બીજે સાસ્વાદન ગુણઠાણે આવે છે. અહીં ઉલ્ટી કરી નાખેલા સમ્યકત્વનું કંઈક લેશ આસ્વાદન કરે છે, તેથી આને સાસ્વાદન કહે છે. આ અવસ્થા અતિઅલ્પકાળ (વધુમાં વધુ દ આવલિકા) ટકે છે. કેમકે ત્યાં અનંતાનુબંધી કષાય મિથ્યાત્વને ઝટ ઉદયમાં ખેંચી લાવે છે; એટલે જીવ પહેલા ગુણસ્થાનકે ચાલ્યો જાય છે. (૩) મિશ્રગુણસ્થાનક :- પહેલા ગુણસ્થાનકવાળો જીવ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય બન્નેને રોકે, અને મિશ્રમોહનીયનું વેદન કરે, ત્યારે આ ગુણસ્થાનક પામે છે. તેમજ ચોથાવાળો પણ સમ્યકત્વ ગુમાવીને મિશ્રમોહ, અનુભવે ત્યારે અહીં આવે છે. મિશ્ન એટલે જેમ નાળિયેરીટ્રીપના વાસીને નાળિયેરનો જ ખોરાક હોય, અન્નપર રુચિ-અરુચિ કાંઈ નહિ, તેમ જીવને તત્વઉપર રુચિ-અરુચિ કાંઈ નહિ, ને મિથ્યાતત્ત્વપર પણ રૂચિ નહિ, કિન્તુ વચલો મિશ્રભાવ. (૪) અવિરત-સમ્યગ્દષ્ટિ-જીવ ઉપરોકત મિથ્યાત્વ, અનંતાનું તથા મિશ્રમોહને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86