Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 30
________________ આધ્યાત્મિક વિકાસક્રમ : ૧૪ ગુણસ્થાનક અધ્યાત્મ એટલે આત્માને આગળ કરીને કરાતી શુદ્ધ ક્રિયા-પ્રવૃત્તિ. અનાદિ અનંત કાળથી જીવ સ્વાત્માના સંબંધમા અત્યંત અજ્ઞાન, મૂઢ અને મિથ્યામતિ રહ્યો છે. તેથી જ આત્માને આશ્રીને પ્રવર્તતાં તત્ત્વની શ્રદ્ધાવિહોણો, અને અવિરતિ-કષાય-પ્રસાદ તથા પાપયોગોમાં અંધમગ્ન બન્યો. રહ્યો છે. જ્યારે એ આત્મદૃષ્ટિ જગાવી તત્ત્વશ્રદ્ધા, વિરતિ વગેરેને અપનાવે, ત્યારે એ આધ્યાત્મિક વિકાસના માર્ગે છે, એમ કહી શકાય. આ વિકાસ ક્રમશઃ તે તે અજ્ઞાનાદિ રોકી તત્ત્વશ્રદ્ધાદિને પ્રગટ કરવાથી થાય છે. આ ક્રમિક વિકાસની ૧૪ પાયરી છે. જેને ૧૪ ગુણસ્થાનક તરીકે ઓળખવામાં આવે છે. ગુણસ્થાનક=ગુણની કહ્ય. અહીં ‘ગુણ' એટલે મિથ્યાત્વમંદતા, કષાયનિગ્રહ, સમ્યકત્વ, ચારિત્ર, વીર્યઆદિ આત્મગુણો; અને ‘કક્ષા’, સ્થાન એટલે તે ગુણોની આપેક્ષિક શુદ્ધતાની તરતમભાવવાળી અવસ્થાઓ. આત્માના સહજ ગુણો વિવિધ આવરણોથી સંસારદશામાં આવૃત છે. આવરણોના હાસ કે ક્ષયનું પ્રમાણ જેટલું વિશેષ, તેટલી ગુણોની શુદ્ધિ વિશેષ; અને આવરણોનો હ્રાસ કે ક્ષયનું પ્રમાણ જેટલું ઓછું, તેટલી ગુણોની શુદ્ધિ ઓછી. જીવ જેમ જેમ ગુણસ્થાનકે આગળ વધે, તેમ તેમ પૂર્વોક્ત કર્મપ્રકૃતિઓના બંધ, ઉદય વગેરેમાં હ્રાસ થતો આવે છે. ગુણસ્થાનોનું વિભાગીકરણ મુખ્યતયા મોહનીયકર્મની વિરલતા (ઓછાશ), ઉપશમ કે ક્ષયના આધારે કરવામાં આવ્યું છે. મોહનીયકર્મની મુખ્ય બે પ્રકૃતિ,-દર્શનમોહ, ચારિત્રમોહ. એમાં દર્શનમોહનીયનું કાર્ય આત્માના સમ્યક્ત્વગુણને આવૃત કરવાનું છે, જેથી આત્મામાં તાત્ત્વિકરુચિ કે સત્યદર્શન થવા પામતું નથી. ચારિત્રમોહનીયનું કાર્ય આત્માના ચારિત્રગુણને આવૃત કરવાનું છે, જેથી આત્મા, તાત્ત્વિકચિ કે સત્યદર્શન થયું હોય, છતાં પણ તદનુસાર સ્વરૂપ-લાભસન્મુખ પ્રવૃત્તિ કરી શકતો નથી. જયાં સુધી દર્શનમોહનીયની વિરલતા કે ક્ષય ન થાય ત્યાં સુધી ચારિત્રમોહનીયનું બળ ઘટતું નથી. માટે પ્રથમનાં ચાર ગુણઠાણાં દર્શનમોહનીયની વિરલતા, ઉપશમ કે ક્ષયની મુખ્યતાએ છે. અને ત્યાર પછીના ગુણઠાણાં ચારિત્રમોહનીયની વિરલતા કે ઉપશમ કે ક્ષયની મુખ્યતાએ છે. જેમકે પથીમાં ગુણઠાણાં ચારિત્રમોહનીયના ક્ષયોપશમને આધારે છે. ૮-૯ અને ૧૦ માં ગુણઠાણાં ચારિત્રમોહનીયના કેવલ ઉપશમ કે ક્ષયની મુખ્યતાએ છે. ૧૧મું ગુણઠાણું ચારિત્રમોહનીયના માત્ર ઉપશમની અપેક્ષાએ છે. જયારે ૧૧થી ઉપરના ગુણઠાણાઓ મોહનીયાદિના ક્ષયને આશ્રીને છે. આજ કારણથી ગુણસ્થાનોનું વિભાગીકરણ મોહનીયકર્મના તરતમભાવને આધારે કરવામાં આવ્યું છે. તે ૧૪નાં નામ આ પ્રમાણે છે. Jain Education International ૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86