Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 29
________________ જીવનું મૌલિક અને વિકૃતસ્વરૂપ જીવ જાણે કે એક સૂર્ય છે. સૂર્યના તેજની જેમ જીવના આઠ મૂળ સ્વરૂપ છે,-અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, શાયિકસમ્યક્ત્વ અને ક્ષાયિકચારિત્ર યાને વીતરાગતા, અક્ષય-અજર-અમરસ્થિતિ, અરૂપિપણું, અગુરુલઘુ, અનંતવીર્ય. તેનાપર ૮ જાતના કર્મરૂપી વાદળ છે, તેથી એનું મૂળસ્વરૂપ પ્રગટ નથી. તેમાંથી વિકૃતિરૂપી અંધકાર બહાર પડે છે. દા. ત. જ્ઞાનાવરણકર્મના લીધે અજ્ઞાનસ્વરૂપ બહાર પડ્યું છે, દર્શનાવરણ કર્મના લીધે દર્શનશકિત હણાઈ ગઈ હોવાથી અંધાપો અશ્રવણવગેરે તથા નિદ્રાઓ બહાર પડી છે. મોહનીયકર્મના આવરણથી મિથ્યાત્વ, રાગદ્વેષ, અવ્રત, હાસ્યાદિ, કામક્રોધાદિ પ્રગટ થયા કરે છે. અંતરાયકર્મને લીધે, કૃપણતા, દરિદ્રતા, પરાધીનતા અને દુર્બળતા ઊભી થઈ છે, વેદનીયકર્મથી આત્માનું મૂળ સ્વાધીન અને સહજ સુખ દબાઈ જઈને કૃત્રિમ, પરાધીન, અસ્થિર, શાતા, અશાતા ઊભી થઈ છે. આયુષ્યકર્મથી જન્મ-જીવનમરણના અનુભવ કરવા પડે છે. નામકર્મના લીધે શરીર મળવાથી જીવ અરૂપી છતાં રૂપી જેવો થઈ ગયો છે. એમાં ઇન્દ્રિયો, ગતિ, જશ-અપજશ, સૌભાગ્ય-દૌર્ભાગ્ય, ત્રસપણુંસ્થાવરપણું વગેરે ભાવો પ્રગટે છે. ગોત્રર્મના લીધે ઊંચ-નીચું કુળ મળે છે. જો કર્મને ખેંચી લાવનારા આશ્રવો બંધ કરાય અને સંવર સેવાય તો નવા કર્મ આવતાં અટકે. જૂનાનો નિર્જરા (તપ થી નિકાલ આવે. સર્વ કર્મથી રહિત બનતા મોક્ષ પામે અને અનંત જ્ઞાનાદિના મૂળસ્વરૂપ પૂર્ણ પ્રગટે છે. પછી કોઈ આશ્રવ ન રહેવાથી કારે પણ કર્મ લાગવાના નહિ અને સંસારઅવસ્થા થવાની નહિ. Jain Education International (૨૪) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86