Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 14
________________ (૬) ઉપશમનાઃ- સત્તાગત કર્મને ઉપશમાવે એટલે ઉદય-ઉદીરણા-નિત્તિનિકાચનાને અયોગ્ય કરે, દયાદિ તદ્દન સ્થગિત થઈ જાય તે. (૭) નિધત્તિ ઃ- કર્મને ર્તના અપવર્તના સિવાય શેષ કરણને અયોગ્ય કરે તે. અર્થાત્ શેષ સંક્રમણાદિ કરણ એનાપર ન લાગે. (૮) નિકાચના કર્મના દલિકોને સર્વકરણને અયોગ્ય બનાવે તે, અર્થાત્ એના ૫૨ સંક્રમાદિ કોઈ કરણ ન લાગે. . -:વીર્યના પ્રકારઃ કરણ એટલે વીર્ય, યોગ, ઉત્સાહ, બળ, પરાક્રમ, શકિત વગેરે. વીર્ય એ આત્માનો ગુણ છે. આ વીર્ય બે પ્રકારનું છે. (૧) લબ્ધિ-વીર્ય, (૨) કરણ-વીર્ય. આત્મામાં શકતરૂપે રહેલું વીર્ય તે લબ્ધિવીર્ય. અને તે વીર્યની પ્રવૃત્તિ તે કરણવીર્ય, એ યોગરૂપ છે. એટલે મન, વચન અને કાયાના યોગ એમ ત્રણ-પ્રકારે કરણવીર્ય કહેવાય. યોગમાં મુખ્ય પ્રવર્તક તો આત્મા-વીર્યરૂપ લબ્ધિવીર્ય જ છે. પ્રશ્ન :- સર્વજીવપ્રદેશે ક્ષયોપશમાત્મક લબ્ધિવીર્ય તો સમાન છે, તો પછી શરીરના અમુક ભાગમાં વધારે વીર્ય અને અમુક ભાગમાં ઓછું વીર્ય દેખાય છે એ શા માટે ? - આત્મપ્રદેશો સાંકળની પેઠે પરસ્પર સંબદ્ધ છે, અને કાર્ય નજીક અને દૂર હોવાને લઈને પ્રવર્તમાન વીર્યમાં ફેરફાર રહે છે. જેમકે બાંધેલી સાંકળને હલાવવામાં આવે ત્યારે નજીકના દેશમાં વધારે અને દૂરમાં ઓછી હાલે છે; અથવા અશાતા-વેદનીયનો ઉદય સર્વઆત્મપ્રદેશે સમાન હોવા છતાં પત્થરવિગેરેના મારવાળા ભાગમાં વેદના વધારે અને બીજા દૂરના ભાગોમાં ઓછી વેદના. મન વચન અને કાયાના પુદ્ગલો દ્વારા પ્રવર્તતું જે આત્મવીર્ય તે અનુક્રમે મનોયોગ વચનયોગ અને કાયયોગ કહેવાય છે. ઉપચારથી વીર્યજન્ય મન-વચન-કાયવ્યાપાર પણ યોગ કહેવાય. યોગસંજ્ઞકવીર્યવડે જ ગ્રહણયોગ્ય પુદ્ગલવર્ગણાઓમાંથી આત્મા ગ્રહણપરિણમન-અવલંબન યથાયોગ્ય કરે છે; અને અવલંબિત પુદ્ગલોનું યથાકાલે વિસર્જન થાય છે. દા.ત. યોગસંજ્ઞક વીર્યવિશેષથી ઔદારિકાદિ શરીર-પ્રાયોગ્ય પુદ્ગલોને સૌથી પહેલું ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને ઔદારિકાદિ રૂપે પરિણમાવે છે. અને વળી પ્રાણાપાન, ભાષા અને મનોયોગ્ય પુદ્ગલોને પહેલા ગ્રહણ કરે છે અને ગ્રહણ કરીને તે તે રૂપે પરિણમાવવામાં આવે છે. પરિણમાવ્યા બાદ એ છોડવામાટે અશક્તની લાકડીની જેમ Jain Education International た For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86