Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 23
________________ (૪) અંતરાયકર્મ ૫ પ્રકારે છે, :-દાનાંતરાય; લાભાં, ભોગાં, ઉપભોગાં, ને વીર્યંતરાય, આ કર્મ ક્રમસર દાન કરવામાં, લાભ થવામાં, એકજવાર ભોગ્ય એવા અન્નાદિ ભોગવવામાં, વારંવાર ભોગ્ય વસ્ત્રાલંકારાદિ ભોગવવામાં, અને આત્મવીર્ય પ્રગટ થવામાં વિઘ્નભૂત છે. જ્ઞાનાવરણાદિ ચાર કર્મ ાતીકર્મ છે. બાકીના ચાર અઘાતી કર્મમાં (૫) વેદનીય ૨:- (૧) શાતા, (૨) અશાતા. જેના ઉદયે આરોગ્ય, વિષયોપભોગ વગેરેથી સુખનો અનુભવ થાય તે શાતા, જેથી દુઃખ-વેદના-પીડા થાય તે અશાતા.. (૬) આયુષ્ય ૪ :- નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ અને દેવાયુ. તે તે નરકાદિ ભવમાં જીવને તેટલો કાળ જકડી રાખનારૂં, તે તે શરીરમાં જીવને ગુંદરની જેમ ચિટકાવી રાખનારૂં કર્મ તે આયુષ્યકર્મ, (૭) ગોત્ર ૨:- ૧. ઉચ્ચ ગોત્ર, ૨. નીચગોત્ર, જેના ઉદયે ઐશ્વર્ય, સત્કાર, સન્માન વગેરેને સ્થાનભૂત ઉત્તમ તિ-કુળ મળે તે ઉચ્ચ ગોત્ર, તેથી વિપરીત તે નીચગોત્ર. (૮) નામકર્મ ૧૦૩ ભેદેઃ- ગતિ ૪ + જાતિ ૫ + શરીર ૫ + અંગોપાંગ ૩+બંધન ૧૫+સંઘાતન ૫ + સંઘયણ ૬ + સંસ્થાન + વર્ણાદિ ૨૦ + આનુપૂર્વી ૪+ વિહાયોગતિ ૨=૭૫ પિંડ પ્રકૃતિ. ૮ પ્રત્યેક પ્રકૃતિ; ત્રસદશક+સ્થાવરદશકની મળી ૨૦=૧૦૩. પિંડપ્રકૃતિ એટલે કે પેટાભેદના સમૂહવાળી પ્રકૃતિ. ૪ ગતિ–નરકાદિ પર્યાય જે કર્મથી પ્રાપ્ત થાય તે ગતિનામકર્મ કહેવાય. નરકગતિ, તિર્યંચ, મનુષ્ય,અને દેવગતિ. ૫ જાતિઃ- એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવ તરીકેની કોઈ જાતિ દેવાવાળું કર્મ તે જાતિ નામકર્મ. એ હીનાધિક ચૈતન્યનું વ્યવસ્થાપક છે. ૫ શરીર શૌર્યત તિ શરીરમ્' શીર્ણ-નવર્શીણ થાય તે શરીર (૧) ઔદારિક=ઉદાર સ્થૂલ પુદ્ગલોનું બનેલું, મનુષ્ય તિર્યંચનું. (૨) વૈક્રિયવિવિધ ક્રિયા (અણુ-મહાન, એકઅનેક) કરી શકવા યોગ્ય શરીર, દેવ-નરકનું. (૩) આહારકશ્રી તીર્થંકરદેવની ઋદ્ધિસિદ્ધિ જોવા કે સંશય પૂછવા ચૌદપૂર્વી એકહાથનું શરીર બનાવે તે. (૪) તૈજસ= શરીરમાં આહારનું પચન વગેરે કરનાર તૈજસ પુદ્ગલોનો જથ્થો. (૫) કાર્પણ જીવસાથે લાગેલા કર્મોનો જથ્થો. આવા ૫ શરીર આપનાર કર્મ તે શરીર-નામકર્મ. ૩ અંગોપાંગઃજેના ઉદયે ઔદારિક-વૈક્રિય-આહારક શરીરને માથું, છાતી, પેટ, પીઠ, બે હાથ, બે પગ, એ આઠ અંગ, આંગળીઓ વગેરે ઉપાંગ, અને પર્વ-રેખાદિ અંગોપાંગ મળે. (એકેન્દ્રિય જીવને આ કર્મનો ઉદય ન હોવાથી શરીરમાં અંગોપાંગ નથી હોતા, શાખા-પત્ર વગેરે (1913) Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86