Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 26
________________ (૪) પ્રત્યેક =જેના ઉદયે પોતાનું અલગ શરીર મળે છે. અનંતા જીવો ભેગું એકજ શરીર દેનાર તે સાધારણનામકર્મ. (૫) સ્થિર =જેના ઉદયે હાડકાં દાંતવગેરે સ્થિર મળે તે. જીવાદિ અસ્થિર દેનાર અસ્થિર, (૬) શુભ =જેથી નાભિ ઉપરનાં અંગ શુભ મળે તે. નાભિ નીચેના અશુભ દેનાર અશુભ. કોઈને માથેથી અડવામાં એ ખુશ થાય છે, પણ પગ લગાડવામાં ગુસ્સે થાય છે. બાકી પત્નીનો પગ અડવાથી રાજી થાય તે તો પોતાના મોહને લઈને) (૭) સૌભાગ્ય જેના ઉદયે જીવ વગર ઉપકાર કર્યો પણ સૌને ગમે. દૌભગ્ય=જેથી ઉપકાર કરનારો પણ જીવ લોકોને અપ્રિય બને. (તીર્થકરદેવો અભવ્યઆદિને ન ગમે તે તો તે જીવોના મિથ્યાત્વના ઉદયે) (૮) સુસ્વર=સારો કંઠસ્વર દેનાર; વિપરીત દે તે દુઃસ્વર. (દા.ત. કોયલ અને કાગડાને) ૯) આદેય- જેના ઉદયે વચન યુકિત કે આડંબર વિનાનું છતાં બીજાને ગ્રાહી બને, યા જોતાવેત બીજા આદર માન આપે છે. અગ્રાહ્ય બને યા અનાદર થાય તે અનાદેય ના ઉદયથી (૧૦) યશ કીર્તિ =જેથી લોકમાં પ્રશંસા પામે. એથી વિપરીત તે અપયશ, નોંધ સત્તામાં ૧૫૮ પ્રકૃતિ હોય, ત્યારે નામકર્મની ૧૦૩ હોય છે. તે આ પ્રમાણે પિંડ પ્રકૃતિ ૭૫+૮ પ્રત્યેક + ત્રસ-દશક અને સ્થાવર-દશકની ૨૦=૧૦૩. • વિવક્ષાએ સત્તામાં ૧૪૮ પ્રકૃતિ હોય, ત્યારે નામકર્મની ૯૩ હોય છે. તે આ પ્રમાણે ૧૫ બંધનને બદલે ૫ બંધન ગણતાં પ+૮+૨૦=૯૩. • બંધ અને ઉદયમાં અનુક્રમે ૧૨૦ અને ૧૨૨ પ્રકૃતિ હોય ત્યારે નામની ૬૭, તે આ પ્રમાણે, બંધન, સંઘાતન શરીરના ભેગા ગણતાં ૧૦ બાદ, વર્ણાદિ સામાન્યથી ૪ ગણતાં ૧ બાદ=પિંડપ્રકૃતિ ૩૯+૮+૨૦=૪૭ Jain Education International [૨૧] For Priva personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86