Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 12
________________ કાર્પણ સ્કંધો સૌથી સૂક્ષ્મ છે. એમ હોવામાં પુદ્ગલનો તથાસ્વભાવ કારણભૂત છે. (૧) એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય તિર્યંચજીવો અને મનુષ્યોના શરીર ઔદારિક વર્ગણામાંથી બને છે. (ર) દેવ અને નારકનાં શરીર વૈક્રિયવર્ગણાનાં બને છે. (૩) લબ્ધિ શિકત) ના બળે ચૌદ ‘પૂર્વ'' નામના સાગર-સમા વિશાળ શાસ્ત્રના જાણકાર મહામુનિ કોઈક પ્રસંગે પોતાની શંકાના સમાધાનમાટે યા વિચરતા તીર્થંકર પ્રભુની સમવસરણાદિસમૃદ્ધિ જોવામાટે સૂક્ષ્મ આહારકવર્ગણામાંથી એક હાથનું શરીર બનાવીને મોકલે તે આહારક શરીર કહેવાય છે. (૪) અનાદિકાળથી જીવની સાથે કર્મના જથ્થાની જેમ બીજું એક તૈજસશરીર પણ ચોંટેલું રહે છે. એ શરીર તૈજસવર્ગણાનું બનેલું હોય છે. એમાંથી પુદ્ગલના સ્કંધો વિખરાય છે, નવા ભરાય છે. પણ અમુક પ્રમાણમાં જથ્થો કાયમ સાથેને સાથે રહે છે જ. આ તૈજસ-શરીરથી શરીરમાં ગરમી રહે છે, અને જીવ જે આહાર ગ્રહણ કરે છે, તેનું પચન થાય છે. (૫) ભાષાવર્ગણાના પુદ્ગલમાંથી ભાષા શબ્દરચના બને છે (૬) શ્વાસોચ્છ્વાસવર્ગણામાંથી જીવ શ્વાસોચ્છ્વાસરૂપે પુદ્ગલો ગ્રહણ કરે છે. એ પુદ્ગલો શબ્દ કરતાં પણ સૂક્ષ્મ છે. હવા એ તો વાયુકાયજીવના ઔદારિકશરીર પુદ્ગલ છે. શ્વાસોચ્છ્વાસનાં પુદ્ગલ તો એના કરતાં ઘણાં ઘણાં સૂક્ષ્મ છે. (૭) જેમ આપણને બોલવામાટે ભાષાવર્ગણાનાં પુદ્ગલ કામ લાગે છે, તેમ વિચાર કરવામાટે મનોવર્ગણાનાં પુદ્ગલ કામ લાગે છે. નવા નવા શબ્દોચ્ચારની જેમ નવા નવા વિચાર માટે નવા નવા મનોવર્ગણાના પુદ્ગલ લેવામાં આવે છે, અને એને મનરૂપે બનાવી જયારે છોડવામાં આવે ત્યારે વિચાર સ્ફુરે છે. (૮) આઠમા નંબરમાં કાર્યણવર્ગા છે; મિથ્યાત્વાદિકારણે જે આત્માપર ચોંટી કર્મરૂપ બને છે. આ આઠ વર્ગણા ઉપર પણ બીજી પ્રત્યેક વર્ગણા, બાદરવર્ગણા, વગેરે વર્ગણાના પુદ્ગલ છે, પરંતુ જીવને એ અગ્રાહ્ય ને નિરુપયોગી છે, એટલે કે આહારાદિરૂપે લઈ શકાય એવા નથી; ઉપયોગી માત્ર આઠ વર્ગણા છે. આમાંયે વળી કાર્યણવર્ગણા એ અત્યંત વિલક્ષણ સ્વભાવવાળી છે, કે જેમાંથી બનેલ કર્મ-પરંપરાના બંધનમાં સંસારી જીવમાત્ર અનાદિ અનંતકાળથી સંસારમાં જકડાઈ રહ્યા છે. આનાથી સ્વ-સ્વરૂપગત અનંતજ્ઞાનાદિ સમૃદ્ધિ આચ્છાદિત રહી છે. આ કર્મબંધન (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) કષાય અને (૪) યોગના કારણે પ્રતિસમયે થાય છે. જીવમાં વળી એવી યોગ્યતા છે કે પોતાના વીર્ય અને કષાયથી એ ગ્રહણ કરાતી કર્મવર્ગણામાં અનંતગુણો રસ વધારી પોતાની સાથે ક્ષીરનીરની જેમ એકમેક કરે છે. એનો વિચાર આગળ કરાશે. Jain Education International જી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86