Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 13
________________ કાર્મણ વર્ગણાનું સ્વરૂપ ૪ પ્રકારે (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ અને (૪) ભાવથી. દ્રવ્યથી તે અનંતપ્રદેશી કંધો, ક્ષેત્રથી અસંખ્યાત આકાપ્રદેશમાં રહેલા, કાળથી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટસ્થિતિનાં સ્કંધો, અને ભાવથી વર્ષાદિના એકગુણથી યાવત્ અનંતગુણ કૃષ્ણાદિ સુધીના સ્કંધો હોય છે. (ગુણ એટલે નાનામાં નાનો અવિભાજય અંશ. જેમ ૧ ડીગ્રી કહીએ છીએ તે રીતે). આમાં પણ જીવ આત્મપ્રદેશસાથે સૃષ્ટ અને અનન્તરાવગાઢ અર્થાત્ આત્મપ્રદેશોએ રોકેલ આકાશપ્રદેશમાં જ રહેલી કાર્મણવર્ગણાને ક્રમશઃ પ્રતિક્ષણ ગ્રહણ કરે છે. બંધનાદિ ૮ કરણ કર્મને ગ્રહણ કરવાં, આત્મપ્રદેશસાથે લોહાગ્નિવત્ એકમેક કરવાં, અને એના પર બીજી પ્રક્રિયાઓ થવી, વગેરેમાં આત્માના ચિત્તનો શુભાશુભઅધ્યવસાય સહિત આત્મવીર્ય કામ કરે છે. તે વિચિત્ર યાને અનેક તરતમતાથી અનેક પ્રકારનાં હોય છે. આ પ્રક્રિયાઓ કરનાર વીર્યને ‘કરણ' કહેવામાં આવે છે. અલબત્ત એક જ સમયે પ્રવર્તતા અમુક માત્રાના અધ્યવસાય-વિશિષ્ટ વીર્યથી બંધન, સંક્રમણ, આદિ અનેક ક્રિયાઓ એક સાથે બને છે. એટલે તેમાં વીર્યસ્થાન એક જ નિમિત્ત હોવા છતાં તે તે બંધનક્રિયાના પ્રયોજક વીર્યને તે તે નામનાં કરણતરીકે ઓળખવામાં આવે છે. દા. ત. બંધન-કરણ, સંક્રમણ-કરણ વગેરે, વીર્યવિશેષથી આવાં આઠ કરણો પ્રવર્તે છે. ઉદય અને સત્તા એ સ્વાભાવિક રીતે પ્રવર્તતા હોવાથી તે કરણતરીકે ઓળખાવાતા નથી. કરણથી પ્રયોજય આઠ ક્રિયાઓ થાય છે, તે આઃ (૧) બંધનઃ- એટલે આઠ પ્રકારના કર્મનું એના અમુક અમુક પ્રકૃતિ-સ્થિતિરસ-પ્રદેશ સહિત આત્માસાથે એકમેક થવું તે, તત્પ્રયોજક વીર્ય તે બંધનકરણ. એ પ્રમાણે આગળ સમજવું (૨) સંક્રમ :- એટલે સત્તામાં રહેલા કર્મના પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશો બંધાતા સજાતીય અન્ય કર્મસ્વરૂપે થવા તે, દા. ત. સત્તાગત શાતાનાં દળિયાં બંધાતી અશાતામાં ભળી અશાતારૂપે થાય તે શાતાનો સંક્રમ થયો કહેવાય. (૩) ક્રર્તના ઃ- સત્તામાં રહેલા કર્મના સ્થિતિ અને રસ વધવા. (૪) અપવર્તના :- સત્તામાં રહેલા કર્મના સ્થિતિ અને રસ ઘટવા. (૫) ઉદીરણા : - દૈયપ્રાપ્ત નહિ થયેલા સત્તાગત કર્મદલિકોને દયાવલિકામાં પ્રવેશ કરાવી ફળસન્મુખ કરવા તે. દા. ત. નરકવેદનામાં અશાતા કર્મોના ઉદય ઉપરાંત થતી અશાતાની ઉદીરણા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86