Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 11
________________ અશુભ બંધાય; પણ બંધ પ્રતિસમય ચાલુ. આનું કારણ એજ કે પ્રતિસમય બંધના હેતુઓ મોજુદ છે. એટલે કારણ હોય તો કાર્ય થવાનું. અલબત્ત એક આયુષ્યકર્મ એવું છે કે જીવનમાં એક જ વાર અને તે પણ અંતર્મુહૂત જેટલા કાળમાં બંધાઈ જાય છે. બાકી જે કેટલીક શુભ અને અશુભ પ્રકૃતિઓ અવશ્ય સતત બંધાય છે, એમાં એવું છે કે જીવ શુભભાવમાં હોય તો તે. અશુભકર્મનો રસ મંદ બંધાય; એથી ઉલ્ટું જીવ અશુભભાવમાં હોય ત્યારે તે શુભપ્રકૃતિનો રસ મંદ બંધાય. પુદ્ગલ દ્રવ્ય વિશ્વતત્ત્વ બે પ્રકારે છે, જીવ અને અજીવ. અજીવતત્ત્વમાં ધર્માસ્તિકાય, અધર્મા, આકાશ, કાળ અને પુદ્ગલ. પુદ્ગલ એટલે જેનામાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ હોય તે દા.ત. પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિવગેરે. અલબત્ત આ પૃથ્વીઆદિ તે તે જીવે ગ્રહણ કરેલાં પુદ્ગલોથી બનેલ શરીરરૂપ છે. માટે તે તે જીવો પૃથ્વીકાય, અકાય વગેરે કહેવાય છે; છતાં તે પૃથ્વી-પુદ્ગલઆદિ મૂળ જાતિ નથી, કેમકે એમાં પણ ભેદ-સંઘાતન થઈ તે અન્યજાતિના બને છે. દા. ત. વાયુના પુદ્ગલ પાણીરૂપ થાય છે. HO - Water. આ ચૌદરાજ પ્રમાણવાલા લોકને વિષે સર્વત્ર પુદ્ગલો ઠાંસી ઠાંસીને રહેલા છે. આ પુદ્ગલના ઝીણામાં ઝીણાં અંશને અણુ-પરમાણુ કહે છે. બે પરમાણુ ભેગા થાય, તો હ્રયણુક-ક્રિપ્રદેશિક-સ્કંધ, ત્રણ ભેગા મળે તો ઋણુક-ત્રિપ્રદેશિકસ્કંધ, ચાર મળે તો ચતુ પ્રદેશિક, સંખ્યાતા મળે તો સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતા મળે તો અસંખ્યાતપ્રદેશિક અને અનંતા મળે તો અનંતપ્રદેશિક સ્કન્ધ બને છે. સર્વજ્ઞની દે િષ્ટએ સૂક્ષ્મ એવા અનંત અણુના બનેલા સ્કંધ વ્યાવહારિક પરમાણુ કહેવાય છે. આજના વિજ્ઞાનની ગણતરીના અણુમાં ય વિભાજન થઈ શકે છે, એ આ વસ્તુના સત્યને પુરવાર કરે છે. નહિતર ખરો અણુ એટલે બસ છેલ્લું માપ, પછી એના ભાગ ન પડી શકે. માટે આજનો અણુ એ કહેવાતો અણુ છે. ખરી રીતે એ અણુથી નિષ્પન્ન સ્કન્ધ છે. વ્યાવહારિક અનંતા પરમાણુના બનેલા સ્કંધ જ જીવના ઉપયોગમાં આવી શકે. ઔદારિકાદિ ૮ વર્ગણા જીવના ઉપયોગમાં આવે એવા આઠ જાતના સ્કંધ હોય છે. તેના નામ ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તૈજસ, ૫ ભાષા, ૬ શ્વાસોચ્છ્વાસ, ૭ માનસ અને ૮ કાર્પણ. આ સ્કન્ધો વર્ગણાતરીકે ઓળખાય છે. ઔદારિક, વૈક્રિય, યાવત્ કાર્મણવર્ગણા સુધી આ વર્ગણાઓ ઉત્તરોત્તર અધિકાધિક અણુઓના પ્રમાણવાળી હોવા છતાં તે મશીનમાં દબાયેલા રૂની ગાંસડીની જેમ કદમાં વધુને વધુ સૂક્ષ્મ હોય છે. દા. ત. ઔદારિક બંધ કરતાં વૈક્રિય સૂક્ષ્મ, વૈક્રિય કરતાં આહારક સૂક્ષ્મ, યાવત્ આઠમા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86