Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 17
________________ આત્મપ્રદેશો જ ન હોવાથી વર્ગણાઓ બનતી નથી. ત્યારબાદ ૪૧૩ વીર્યાશોવાળા આત્મપ્રદેશોના સમૂહની ૪થા સ્પર્ધકની ૧લી વર્ગણા એમ ૪૧૪ની ૨જી વર્ગા, ૪૧૫ની ૩જી વર્ગણા, ૪૧૬ની ૪થી વર્ગણા.-આ ચાર વર્ગણાઓનું ચોથું સ્પર્ધક થયું. અસત્ કલ્પનાએ આ ચાર સદ્ઘકોનું એક ‘સ્થાન' કહેવાય. વસ્તુસ્થિતિએ સૂચિશ્રેણીના અસંખ્યભાગ જેટલા સ્પÁકોનું એક યોગસ્થાન થાય છે. કુલ પણ સૂચિશ્રેણિના અસંખ્યભાગ જેટલા યોગસ્થાનો હોય છે. રસસ્થાનકોઃ આત્મપ્રદેશોમાં પ્રગટેલા વીર્યાશોના આ યોગસ્થાનની જેમ કર્મપ્રકૃતિના રસમાં રહેલા રસાણુઓને લઈને રાણુ, વર્ગણા, સ્મર્દકના ક્રમે રસસ્થાનક બને છે. માત્ર ફરક એ કે જઘન્યથી સર્વજીવસંખ્યાથી અનંતગુણ સંખ્યામાં ભેગા મળેલા શાનિર્દેષ્ટ રસાણુઓવાળા કર્મદળિયાંની ૧લી વર્ગણા બને. એમાં ૧-૧ રસાણૢવૃદ્ધિએ રજી, 3જી,... વિ. વર્ગણાઓ બનતાં બનતાં જયારે સર્વઅભવ્યથી અનંતગુણ અને સર્વસિદ્ધોના અનંતમાં ભાગની સંખ્યા જેટલી વર્ગણાઓ થાય, એનું પહેલું સ્પર્ધક થાય છે ત્યારપછી ૧૧ રસાષુવૃદ્ધિએ વર્ગણાઓ નથી હોતી. એવી સર્વજીવથી અનંતગુણની સંખ્યા જેટલો આંક ચઢે ત્યાંસુધી એવી વર્ગણાઓ અલભ્ય હોય છે. પછી પાછી ૧-૧ રસાણૢવૃદ્ધિએ વર્ગણાઓ મળે છે, તે અભવ્યથી અનંતગુણની સંખ્યા થાય ત્યાંસુધી મળે. એનું બીજું સ્પર્ધક થાય છે, પછી ૧-૧ વૃદ્ધિએ સર્વજીવથી અનંતગુણની સંખ્યા સુધી અલભ્યખાલી. પછી પાછી મળે, એ ૩જું સ્પર્દક. પછી ખાલી... પછી વર્ગાઓનું ૪શું સ્પર્ધક... એવા સ્પર્ધકો પણ અભવ્યથી અનંતગુણની સંખ્યામાં થાય એ એકરસસ્થાનક કહેવાય. હવે બીજું રસસ્થાનક, પ્રથમ રસસ્થાનકની છેલ્લી વર્ગણાની રસાણુ-સંખ્યા ઉપર ૧૧ વૃદ્ધિએ સર્વજીવથી અનંતગુણ સંખ્યા સુધીની વર્ગણા અલભ્ય-ખાલી ગયા પછી, એકરસાણવૃદ્ધિએ થતી વર્ગણાથી શરૂ થાય....એમ આગળ ૩ રસસ્થાનક. આવા રસસ્થાનકો અસંખ્ય લોકકાશના પ્રદેશ-પ્રમાણ હોય છે. રસસ્થાનકો અસંખ્ય જ હોવાનું કારણ એ, કે એને બંધાવનાર અધ્યવસાયસ્થાનક અસંખ્ય જ છે. જીવો અનંતા છતાં કેટલાયના અધ્યવસાયમાં સમાનતા હોવાથી વિચિત્ર અધ્યવસાયસ્થાનક અસંખ્ય થાય છે. આ અધ્યવસાય રાગાદિકષાયના પરિણામસહિત લેશ્યાપરિણામરૂપ હોય છે; કહ્યું છે કષાયના આધારે સ્થિતિબંધ અને લેશ્યાના આધારે રસબંધ થાય;’પણ આ લેશ્યા એકલી નહિ, સાથે કષાય હોય; એમાંય એકસ્થિતિ બાંધવામાં અસંખ્ય કાયાધ્યવસાય હોય છે. અને એક કાયાધ્યવસાયમાં તરતમતાવાળા અસંખ્ય લેાપરિણામ હોય છે. તેથી જ એ એક કાયાધ્યવસાયને અનુસારે બંધાતી એક કર્મસ્થિતિમાં લેશ્યાની તરતમતાના Jain Education International ૧૨) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86