Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 7
________________ પૂર્વકર્મની પ્રેરણા વિના બને નહીં. એ પૂર્વકર્મ પણ ઉપાર્જલ, તે શરીરાદિદ્વારા. એ શરીરાદિ મળેલા, તે એના પૂર્વના કર્મના અનુસારે. આમ અનાદિથી કામ ચાલુ છે. આ કર્મ આત્માની યોગ્યતા અને કર્મબંધના હેતુઓને લીધે થાય છે. કપડા ઉપર તેલનો ડાઘો છે, તો વાતાવરણમાંથી રજ ખેંચે છે. એમ આત્મામાં તેવા પ્રકારના રાગાદિની ચીકાશ કાર્મણ પુદ્ગલોને ખેચે છે. તે પણ એનો રસ અનંતગણો વધારી દઈને. કર્મબંધ-પ્રક્રિયા ચાયેલ એ કાર્મણદ્રવ્ય આત્મા સાથે બંધાય છે, તે કર્મરૂપ બની લોઢામાં અગ્નિની જેમ પૂર્વકર્મવિશિષ્ટ અને તેથી રૂપરૂપી બનેલ આત્મામાં એકમેકપણે ભળે છે. એ પણ ભળતાં જ એના વિભાગ પડી એમાંથી જુદાજુદા સ્વભાવપ્રકૃતિ)વાળા કર્મોના જૂથ તૈયાર થાય છે, ને સાથે એની સ્થિતિ, રસ, પ્રદેશ નક્કી થાય છે. પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશ એટલે ? પ્રકૃતિ=સ્વભાવ એટલે દા. ત. જ્ઞાન રોકવાનો સ્વભાવ, રાગાદિ કરાવવાનો સ્વભાવ, શરીર, શાતા-અશાતાદિ આપવાનો સ્વભાવ, વગેરે. “રસ” એટલે કે એમાં ઉગ્રતા-મંદતા. દા. ત. ઉગ્ર રસવાળા જ્ઞાનાવરણનો ઉદય બહુ મહેનત છતાં જ્ઞાન ન પામવા દે. ઉગ્રરસનાં અશાતાકર્મ અતિ પીડા આપે. પ્રદેશ” એટલે દરેક પ્રકૃતિ વિભાગમાં દળ (Bulk) પ્રમાણ, દા. ત. સૂંઠ-ગોળની ગોળીમાં સૂંઠ અમુક પ્રમાણ, ગોળ અમુક પ્રમાણ, ઘી અમુક પ્રમાણ. સ્થિતિ” એટલે એ કર્મ કેટલો કાળ આત્માસાથે લાગ્યું રહેશે સ્થિતિકાળમાં અબાધાકાળ અને નિ રેકરચના આ સ્થિતિ અંગે ખાસ સમજવાનું એ છે કે એક સમયે બદ્ધકર્મ-અણુનો આખોય સમૂહ આટલી કાળસ્થિતિવાળો નકકી થાય એવું નથી. દા. ત. ૧ કોટાકોટિ સાગરોપમની સ્થિતિ નક્કી થઈ હોય તો કુલ જ સમૂહ એટલી સ્થિતિવાળો અને એટલો કાળ વીત્યા પછી બધોય સમૂહ એકીસાથે ઉદયમાં આવનારો, એવું નથી. કિન્તુ એનો પ્રાથમિક અમુક અબાધાકાળ છોડી પછી એ જૂથમાંથી સમય-સમયે ઉદયમાં આવી શકે એવી સમયાધિક સમયાધિક સ્થિતિવાળા, તે અલગ અલગ, યાવતુ નિર્મીત પૂર્ણ સ્થિતિ સુધીના, અવાંતર પટ) કર્મસમૂહ નક્કી થાય છે. અબાધાકાળઉપર આ નકકી થતી સ્થિતિ-પરંપરાના દળોના નિર્માણને નિષેકરચના કહે છે. “અબાધાકાળ' એટલે બંધાયા પછીનો એટલો કાળ, કે જે કાળપ્રમાણ-સ્થિતિ પ્રસ્તુત કર્મના કોઈપણ અણુની ન હોય, કિન્તુ એનાથી અધિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 86