Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan Author(s): Jayshekharsuri Publisher: Shahpuri Jain Sangh Kolhapur View full book textPage 6
________________ જૈનધર્મના અનન્ય કર્મસિદ્ધાન્તનું વિજ્ઞાન કર્મની સિદ્ધિ જગતમાં દેખાય છે કે જીવોનાં જીવનમાં અનેક જાતના ચિત્રવિચિત્ર પ્રસંગો બને છે. ક્યારેક કાંઈ, ને ક્યારેક કાંઈ, એકવાર કેવીક ને બીજીવાર કેવીક અનિયત વિચિત્ર લાગણીઓ અનુભવાય છે; અનિયત રીતે સુખદુઃખ ભોગવાય છે; કયારેક ધાર્યું મળે છે યા કયારેક કયારેક નથી મળતું, તો ચારેક અણધાર્યું આવી મળે છે; સમાન આપત્તિમાં કયારેક સમર્થનું મૃત્યુ થાય છે, ને અસમર્થનું નથી થતું, એક બુદ્ધિમાન હોય છે, ત્યારે બીજો મૂર્ખ, એકને થોડી મહેનતે ઘણું આવડે; બીજાને ભારે મહેનત પણ થોડુંજ આવડે; એક સહેજમાં શ્રીમંત થાય છે, બીજો છતા ઉદ્યમે રંક રહે છે; એક દુબળો, બીજો બળવાન, એક રોગિ ષ્ઠ બીજોતંદુરસ્ત, એક શેઠ, બીજો નોકર; એક મોટો વારસદાર, બીજો વારસો ગુમાવનાર; એક મોટો અમલદાર, બીજો હવાલદાર; એકને મોટો પરિવાર, બીજો એકલદોકલ; એકને પિરવારાદિ અનુકૂળ, બીજાને પ્રતિકૂળ; એકને પૈસા છે પુત્ર નથી; બીજાને પુત્રો છે પૈસા નથી; વગેરે વગેરે વિચિત્રતાઓની પાછળ કયું તત્ત્વ કામ કરી રહ્યું છે ? વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર ભગવાન કહે છે કે કર્મસત્તાનાં આ બધાં નાટક છે. આ કર્મસત્તા આખા જગતને માટે કોઈ એક જ નથી, પણ દરેક જીવસાથે સંલગ્ન જુદા જુદા કર્મોની એ સત્તા છે. જીવની ઈચ્છા, હોશિયારી અને પ્રયત્ન હોવા છતાં સફળતા નથી મળતી, ઉલ્ટી નુકશાની થાય છે, યારે તે વિના પણ ભાગ્ય શાળીને ભૂત રળે છે. આ ગેબી રીતે બને છે, એ સૂચવે છે કે કોઈ ગેબી-અતીન્દ્રિય કારણ કામ કરી રહ્યું છે. એ કારણ તે કર્મ છે. આત્માએ બાંધેલા તે તે જાતનાં કર્મ આવી વિચિત્રતાઓ સર્જે છે. અનાદિ કર્મપરંપરા આ કર્મ બંધાવાનું સંસારમાં અનાદિકાળથી ચાલુ છે, પણ કયારેક શરૂ થયેલું નહિ. કારણ કે તદ્દન શુદ્ધ આત્માપર એમ એકાએક કર્મ ચોટી પડે નહિ. કેમકે કારણ વિના કાર્ય બને નહિ. કર્મ બંધાવામાટે શરીરની પ્રવૃત્તિ તથા રાગાદિ જોઈએ. એ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 86