________________
૬૦ • જૈન ધર્મ અને દર્શન અને જિજ્ઞાસુઓની શ્રદ્ધા તેમજ બુદ્ધિ બંનેની કસોટી રહેલી છે. તેમનું આ જીવનદર્શન ત્રણે કાળમાં કદી જૂનું કે વાસી થનાર નથી. જેમ જેમ એનો ઉપયોગ કરતા જઈએ તેમ તેમ એ જીવનના દરેક ક્ષેત્રમાં નિત્યનૂતન અરુણોદયની પેઠે પ્રકાશતું રહેવાનું અને સાચા સાથીનું કામ આપતું રહેવાનું
એ બ્રાહ્મણ ક્ષત્રિયનો આચાર અહિંસાની પારમાર્થિક ભૂમિ ઉપર કેવી રીતે ઘડાયો હતો અને તેમનો વિચાર અને કાંતની સત્યદષ્ટિને કેવી રીતે સ્પર્શ કરતો હતો એનું હૂબહૂ ચિત્ર પ્રાચીન આગમોમાં જોઈએ છીએ ત્યારે નતમસ્તક થઈ જવાય છે. મારમાર કરતો કોઈ પણ આવે તો તેની સામે મનથી પણ રોષ ન સેવવો, તેનું લેશ પણ અહિત ન ચિંતવવું – એ તેમની અહિંસાની ખાસિયત છે. ગમે તેવાં વિરોધી દષ્ટિબિંદુઓ અને અભિપ્રાયોનો પ્રતિવાદ કરવા છતાં પણ તેમાં રહેલા અતિ અા સત્યની માત્રાની જરા પણ ઉપેક્ષા કર્યા વિના જ મહાસત્યની સાધના પૂરી કરવી એ એમના અનેકાંતની ખાસિયત છે. મારા મન ઉપર નિદિધ્યાસનની ત્રીજી ભૂમિકાને પરિણામે મહાવીરનું જે ચિત્ર અંકિત થયું છે કે જે મૂર્તિ ઘડાઈ છે તેની ભિત્તિ શ્રદ્ધા અને બુદ્ધિનો સમન્વય માત્ર છે. આ શ્રદ્ધાના ચોકાની સંકીર્ણતા સંશોધનને પરિણામે ભૂંસાઈ ગઈ. એનું વર્તુળ એટલું બધું વિસ્તર્યું છે કે હવે તેમાં જન્મગત સંસ્કાર પ્રમાણે માત્ર મહાવીરને જ સ્થાન નથી રહ્યું, પણ તેમાં મહાવીર ઉપરાંત તેમના પ્રતિસ્પર્ધી ગણાવેલ કે નહિ ગણાયેલ એવા દરેક ધર્મપુરુષ સ્થાન પામ્યા છે. આજે મારી શ્રદ્ધા કોઈપણ ધર્મપુરુષનો બહિષ્કાર કરવા જેવી સંકીર્ણ નથી રહી, અને બુદ્ધિ પણ કોઈ એક જ ધર્મપુરુષના જીવનની જિજ્ઞાસાથી કૃતાર્થતા નથી અનુભવતી. જે કારણે શ્રદ્ધા અને બુદ્ધિ મહાવીરની આસપાસ ગતિશીલ હતાં, તે જ કારણે તે બંને બુદ્ધ, કૃષ્ણ, ક્રાઈસ્ટ વગેરે અનેક અતીત સંતોની આસપાસ ગતિશીલ રહે છે. સંશોધન અને નિદિધ્યાસનની ભૂમિકાએ જ મારા મન ઉપર ગાંધીજીની વ્યાપક અહિંસા અને અનેકાંતદષ્ટિની પ્રતિષ્ઠાને પૂરો અવકાશ આપ્યો છે. મને ગમે ત્યાંથી સદ્દગુણ જાણવા અને પામવાની પ્રેરણા મૂળે તો મહાવીરના જીવને જ અર્પી છે. આ ઉપરથી હું કહેવા એ ઇચ્છું છું કે કોઈ પણ મહાપુરુષના જીવનને માત્ર ઉપર ઉપરથી સાંભળી, તે ઉપર શ્રદ્ધા પોષવી અગર માત્ર તર્કબળથી તેની સમીક્ષા કરવી એ જીવનવિકાસ માટે પૂરતું નથી. એ દિશામાં પ્રગતિ કરવા ઇચ્છનારે શ્રવણમનન ઉપરાંત નિદિધ્યાસન પણ કરવું આવશ્યક છે.
મારે કબૂલ કરવું જોઈએ કે સંશોધનકાર્યમાં ગમે તેટલો શ્રમ કર્યા છતાં હજી મારી એ ભૂમિકા સાવ અધૂરી જ છે. એનો પ્રદેશ વિસ્તૃત છે. એ અતિશ્રમ, અતિસમય. અતિએકાગ્રતા અને અતિતટસ્થતાની અપેક્ષા રાખે છે. મારા મન ઉપર ઊઠેલી મહાવીરની છબી ગમે તેવી હોય, તોપણ તે છેવટે પરોક્ષ જ છે. જ્યાં લગી મહાવીરનું જીવન જિવાય નહિ, એમની આધ્યાત્મિક સાધના સધાય નહિ ત્યાં લગી એમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org