________________
અહિંસા અને અમારિ - ૨૨૭ માટે મહાજન કે કોઈ એકાદ ગૃહસ્થ કઈ અને કેવી રીતે મદદ પહોંચાડે છે એની વિગત જાણવી. (૩) અર્ધા કરોડ જેટલો ફકીર, બાવા અને સાધુસંતોનો વર્ગ મોટેભાગે જાતમહેનત વિના જ બીજા સાધારણ મહેનતુ વર્ગ જેટલા જ સુખ અને આરામથી હંમેશાં નભતો આવ્યો છે અને નભે જાય છે તે.
આટલો સાચો બનાવ છતાં ઉ૫૨ દર્શાવેલ આક્ષેપની પાછળ બે સત્યો સમાયેલાં છે જે બહુ કીમતી છે અને જેના ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર ઊભી થઈ છે : (૧) પહેલું તો એ કે આપણી માનવજાતિ તરફની અહિંસા કે દયા વ્યવસ્થિત કે સંગઠિત નથી; એટલે મોટે ભાગે જ્યાં, જેવી રીતે અને જેટલા પ્રમાણમાં માનવભાઈઓ માટે ખર્ચ કરવાની જરૂ૨ હોય ત્યાં, તેવી રીતે અને તેટલા પ્રમાણમાં સંગીન ખર્ચ કરવામાં સાવધાની કે ચોકસાઈ રખાતી નથી; તેમજ ઘણી વાર માનવભાઈઓ પાછળ એવો અને એટલો બધો ખર્ચ થાય છે કે ઊલટો એ ખર્ચ તેમની સેવાને બદલે તેમની હિંસામાં જ ઉમે૨ાનું કા૨ણ થઈ જાય છે. (૨) અને બીજું સત્ય એ છે કે પ્રાચીન અને મધ્યકાળમાં કદી ઊભી નહિ થયેલી એવી જીવનનિર્વાહની અને ઉદ્યોગની મુશ્કેલ પરિસ્થિતિ આજે ઊભી થઈ છે કે જેમાં સૌથી પહેલાં અને વધારેમાં વધારે મનુષ્યજાતિ તરફ જ લક્ષ અપાવું જોઈએ. ખાસ કરીને જ્યારે પરધર્મી અને પરદેશના ભાઈઓ આપણા દેશમાં આપણા ભાઈઓ માટે શુદ્ધ અહિંસાની નિષ્ઠાથી કે રાજકીય દૃષ્ટિથી સેવા ક૨ના૨ી વિવિધ સંસ્થાઓ ચલાવી રહ્યા હોય અને આપણા દેશવાસીઓ જીવનનિર્વાહ તેમજ બીજી સગવડસર આપણા દેશ તરફથી ઉદાસીન થઈ પરદેશી લોકો ત૨ફ ઢળી જતા હોય, ત્યારે તો દેશની અખંડતા ખાતર અને મુકાબલામાં ટકી રહેવા ખાતર પણ માનવસેવા તરફ સૌથી પહેલું અને સૌથી વધારે વ્યવસ્થિત ધ્યાન આપવાની જરૂર ઊભી થાય એ સ્વાભાવિક છે.
આ બે સત્યો ઉપર જ આજની આપણી અહિંસા અને અમારનું વ્યાવહારિક સ્વરૂપ નક્કી કરી શકાય તેમ છે.
જીવનની તૃષ્ણા હોવી એટલે કે ચલાવી શકાય તે કરતાં વધારે જરૂરિયાતો ઊભી કરી તે પૂરી પાડવા ખાતર, બિલકુલ બદલો આપવાની વૃત્તિ રાખ્યા સિવાય અગર તો ઓછામાં ઓછો બદલો આપીને, બીજાઓની સેવા લેવી તે હિંસા. આ વ્યાખ્યા સામાજિક હિસાની છે. તાત્ત્વિક હિંસા તો એથી પણ વધારે સૂક્ષ્મ છે. એમાં કોઈપણ જાતના થોડામાં થોડા વિકારનો પણ સમાસ થઈ જાય છે. તાત્ત્વિક અહિંસામાં માત્ર સહન અને સહન જ અગર તો ત્યાગ અને ત્યાગ જ કરવાપણું છે, પરંતુ અહીં સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ અહિંસાનો વિચાર કરવાનો હોવાથી અને તેવી જ અહિંસાની વધારે શક્યતા તેમજ વધારે ઉપયોગિતા હોવાથી આ સ્થળે તે જ અહિંસાનો વિચાર પ્રસ્તુત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org