Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 312
________________ પુનઃ પંચાવન વર્ષે - • ૩૦૩ આવે છે તેવું જ પતનોત્થાન બ્રાહ્મણપુત્ર કપિલકુમારમાં પણ દેખાય છે. આવાં પતનોત્થાન દ્વારા લેખકે મનુષ્યસ્વભાવનું વાસ્તવ ચિત્ર જ ખેંચ્યું છે. બીજી વાતઃ સંયતિરાજની છે. સંયતિરાજ પણ ક્ષત્રિયપ્રકૃતિનો છે. એનો મુખ્ય નાદ છે શિકારનો. તે શિકાર પાછળ એટલો બધો ઘેલો છે કે જાણે તેના જીવનનું તે ધ્યેય જ ન હોય ! એની આ હિંસાપરાયણ ચંચળ વૃત્તિ જ એક દીવસ એને સાવ સામે છેડે લઈ જઈ મૂકે છે. તે શિકાર પાછળ પડી એક ભાગતા મૃગલાને તીરથી વીંધે છે. મૃગલું તીર વાગતાં જ ઢળી પડે છે. લક્ષ્યવેધની સફળતા જોઈ સંયતિરાજ મલકાય તેટલામાં તો તેની નજર સામે નવું જ જગત ખડું થાય છે. જ્યાં એ શિકાર પડ્યો છે ત્યાં જ નજીકમાં એક પ્રશાંત અહિંસક વૃત્તિની સાક્ષાતુ મૂર્તિ ન હોય એવા યોગીમુનિને ધ્યાનમુદ્રામાંથી ઊઠતા તે નિહાળે છે. મુનિ મૃગલાના પ્રાણત્યાગથી દુઃખી છે તો બીજી બાજુ તે શિકારને વીંધનાર શિકારીના અજ્ઞાન અને મિથ્યા કૃત્યથી પણ દુઃખી છે. મુનિનું સાત્ત્વિક દુઃખ કલ્યાણગામી . પેલો સંયતિરાજ મુનિના મુખ તરફ જોઈ રહે છે કે એ તપસ્વી શાપ કે ઠપકો તો નહિ આપે ? પણ મુનિ તે તો મુનિ ! એમનું મૌન જેટલો વધારે વખત ચાલે છે તેટલું જ ઊંડેથી રાજાનું મન વધારે વલોવાય છે. એ વિચારવમળમાં ગોથાં ખાય છે. તેને જે શાપ અને ઠપકાનો ભય હતો તેને બદલે તો તે મુનિના મૌનમાં કરુણા વરસતી જુએ છે. મુનિ સંયતિરાજની હિતકામનાનો જેમજેમ ઊંડો વિચાર કરે છે તેમતેમ એ વિચારના પડઘા, મૌન દ્વારા જ, સંયતિરાજ ઉપર એટલા સખત રીતે પડે છે કે છેવટે તેનું મન પ્રથમની શિકારવૃત્તિના એક છેડેથી સાવ બીજે છેડે જઈ ઊભું રહે છે, અને હિંસાવૃત્તિ એ અહિંસા તેમજ કરુણાવૃત્તિમાં પલટો ખાય છે. સંયતિરાજ ત્યાં ને ત્યાં મુનિના ચરણમાં હંમેશ માટે અહિંસા અને કરુણાનો સાક્ષાત્ કરવા સંકલ્પ કરી લે છે ને રાજવૈભવ ત્યજે છે. સંયતિરાજની વીરવૃત્તિ પરલક્ષી મટી જ્યારે સ્વલક્ષી થઈ ત્યારે જ તેનામાં મંગળમૂર્તિ પ્રગટી. લેખકે આ વાર્તા જૂના ગ્રંથમાંથી લીધી છે. પણ તેની રજૂઆત એટલી સારી રીતે થયેલી છે કે વાચક તે વાંચતા વાંચતાં પોતાનામાં ઉભવતી પરસ્પર વિરોધી એવી સામસામેની વૃત્તિઓને પ્રતિતીકાર રીતે નિહાળી શકે. ભારતમાં ધર્મસાધના અનેક રીતે થયેલી છે, પણ તેમાં મુખ્ય સાધના તો અહિંસાની જ છે. બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન બધા જ કથાસાહિત્યમાં અહિંસાનો ભાવ વિકસાવતી કથાઓ મળી આવે છે, તે જ એ બાબતમાં પ્રમાણ છે. આમ તો આવી કથા કાલ્પનિક લાગે, પણ જ્યારે તે કોઈ દાખલામાં વર્તમાન કાળમાં અનુભવાય ત્યારે તે કાલ્પનિક કથાઓ પણ એક વાસ્તવિક સત્ય નિરૂપતી હોય તેવી પ્રતીતિ થાય છે. હમણાં જ હિન્દુસ્તાન થઈમ્સ (તા. ૧૪૧–૫૩)માં આવી એક ઘટના છપાઈ છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349