Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 313
________________ ૩જ • જૈન ધર્મ અને દર્શન | નિવૃત્તિ સરસેનાપતિ જનરલ કરિઅપ્પા એક વાર સંયતિરાજની પેઠે શિકારના શોખે સાબર પાછળ પડ્યા. તેમણે તેને વીંધ્યું અને તે ચીસ પાડીને ઢળી પડ્યું. તેની ચીસ સાંભળતાં જનરલ કરિઅપ્પાનો આત્મા પણ સંયતિરાજની પેઠે અંદરથી ચીસ પાડી ઊઠ્યો. પેલી શિકારી પરલક્ષી વૃત્તિ તે જ વખતે સ્વલક્ષી બની અને તેમણે તે જ વખતે શિકાર ત્યાગવાનો સંકલ્પ કર્યો,* એટલું જ નહિ, પણ પોતાના અધિકાર તળેના અમલદારોને સૂચવ્યું કે જો શિકાર કરવો જ હોય તો પોતાના જાનનું જોખમ હોય તેવો શિકાર કરજો. એનો અર્થ એ છે કે નિર્દોષ અને ગરીબડાં પ્રાણીઓનો શિકાર કરી તેમાં પુરુષાર્થ ચરિતાર્થ થયાનો ગર્વ ન લેશો. આ પણ એક હિંસામાંથી અહિંસા ભણી પગલાં માંડવાની શરૂઆત છે. લેખકે વાર્તામાં કહ્યું છે તેમજ કર્મમાં એટલે કોઈ ને પજવવાના કર્મમાં શૂરા હોય તે જ વૃત્તિચક્ર બદલાતાં ધર્મમાં એટલે સહનું હિત સાધવાના કાર્યમાં શૌર્ય લેખતા થઈ જાય છે. સંયતિરાજની કથામાં હિંસાવૃત્તિમાંથી અહિંસાને સાવ બીજે છેડે જઈ બેસવાનો જે ધ્વનિ છે તે પ્રત્યેક સમજદાર માણસના મનમાં ઓછેવત્તે અંશે ક્યારેક રણકાર કરે છે. આ વાર્તામાં સંયતિરાજ અને મુનિ એ બંનેના મૌન મિલનપ્રસંગનું જે ચિત્ર લેખકે આલેખ્યું છે તે વાંચતા એમ થઈ આવે છે કે જાણે બંનેની મનોવૃત્તિની છબી જ ન પડી હોય! ત્રીજી વાર્તા : છે રુસોમાની. એ દશપુરવર્તમાન મંદસોર)ના એક રાજપુરોહિતની પત્ની છે. જનમે અને સ્વભાવે પણ એ બ્રાહ્મણી છે. તેના વંશ અને કુટુંબમાં બ્રાહ્મણ પરંપરાનો વિદ્યાસંસ્કાર જ ઉત્તરોત્તર વિકસતો ચાલ્યો આવે છે. તે વારસો પોતાના જ્યેષ્ઠ પુત્રને મળે અને તેને તે વિકસાવે એ દષ્ટિ એ પુરોહિત અને પુરોહિતપત્નીની રહી છે. જ્યેષ્ઠ પુત્ર રક્ષિત તે સમયમાં વિદ્યાધામ તરીકે જાણીતા પાટલિપુત્રમાં બાર વર્ષ લગી વિદ્યાભ્યાસ કરી જ્યારે વતનમાં પાછો ફરે છે ત્યારે તેનો રાજ્ય તરફથી ભારે આદર થાય છે. રક્ષિત શાસ્ત્રીય વિદ્યાઓ ભણીને આવ્યો છે, પણ તે માતૃભક્ત હોઈ માતાનું દર્શન કરવા ને તેનું વાત્સલ્ય ઝીલવા તલસી રહ્યો છે. માતાનું પુત્ર પ્રત્યે વાત્સલ્ય પણ જેવું તેવું નથી. તે પુત્રની વિદ્યાસમૃદ્ધિથી પ્રસન્ન છે ખરી, પણ તેના મનમાં ઊંડો અને વાસ્તવિક સંતોષ નથી. સામાન્ય માતાઓ સંતતિની જે વિદ્યા અને જે સમૃદ્ધિથી સંતોષાય તે કરતાં રુદ્રસોમાનું ઘડતર મૂળે જ જુદું છું. તેથી જ્યારે રક્ષિત માતાના પગમાં જઈ પડે છે ત્યારે તેને માતા જોઈએ તેટલી પ્રસન્ન નથી જણાતી. છેવટે ઘટસ્ફોટ થાય છે અને રક્ષિત જાણવા પામે છે કે હું જે અને જેટલી શાસ્ત્રીય વિદ્યાઓ શીખ્યો છું તેમજ જે સરસ્વતી-ઉપાસના કરી છે, તેટલા માત્રથી મારી માતાને * આવો જ પ્રસંગ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના જીવનમાં આવે છે. જુઓ તેમની આત્મકથાનો ગુજરાતી અનુવાદ, ત્રીજી આવૃત્તિ, પૃ. ૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349