Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 315
________________ ૩૬. જૈન ધર્મ અને દર્શન ધ્યાન ખેંચતી બાબતો આ કથા મૂળ તો ઐતિહાસિક છે અને તે વિક્રમના બીજા સૈકાની ઘટના છે. આ વાર્તામાં ખાસ ધ્યાન ખેંચે એવી બેચાર બાબતો છે : પહેલી તો એ કે બ્રાહ્મણ પ્રકૃતિમાં શાસ્ત્રીય વિદ્યાઓને મેળવવાનું સહજ બીજ રહેલું છે. બીજી બાબત એ છે કે રુદ્રસોમા એ કોઈ સાધારણ માતા જેવી માતા નથી, તેનું દર્શન પારદર્શી હોઈ તે પરા વિદ્યા ન મેળવાય ત્યાં લગી અપરા-શાસ્ત્રીય વિદ્યાઓને અપૂરતી કે અસાધક લેખે છે. ત્રીજી બાબત એ છે કે પુત્ર પણ એવો જ વિદ્યાકામ અને માતૃભક્ત છે કે માતાની ઇચ્છાને માન આપવા અને લભ્ય ગમે તે વિદ્યા મેળવવા માટે બધું જ કરી છૂટે છે; એટલે સુધી કે, તે છેવટે ગાર્હસ્થ્યધર્મ ન સ્વીકારતા માતાનું મન સંતોષવા અને પોતાની આધ્યાત્મિક અભિલાષા તૃપ્ત કરવા આજીવન ત્યાગમાર્ગે વળે છે. ચોથી બાબત તે કાળના સંસ્કારજીવન અને રાજકીય જીવનને લગતી છે. તે કાળે માળવાની ઉજ્જયિનિ અને મંદસોર એ જૈન પરંપરાનાં અને સામાન્ય રીતે વિદ્યામાત્રનાં કેન્દ્રો હતાં. ઉજ્જયિની સાથે તો પાટલિપુત્રનો રાજકીય સંબંધ અશોકના સમયથી જ બહુ વધી ગયેલો. તે ઉત્તરોઉત્તર વધ્યે જ જતો હતો, અને વિક્રમ સંવતના પ્રારંભ સુધીમાં તો પાટલિપુત્રની મહત્તાનું સ્થાન ઉજ્જયિનીએ લીધું હતું. અશોકનો પૌત્ર સંપ્રતિ ઉજ્જયિનીનો સૂબો હતો ત્યારથી જૈન ધર્મનો સંબંધ વધારે ને વધારે ઉજ્જયિનીની આસપાસ વિકસ્યો હતો. સુવસોમા બ્રાહ્મણ કુટુંબની હતી અને છતાં તેનામાં જૈન પરંપરા વધારે પ્રભાવ ધરાવતી હોવી જોઈએ. પતિ વૈદિક પરંપરાના સંસ્કાર ધરાવે અને પત્ની જૈન પરંપરાના, છતાં દાંપત્યજીવનમાં કોઈ અથડામણ ન આવે એ પણ તે કાળના સંસ્કારી જીવનનું એક સૂચક લક્ષણ ગણાય. આ બધી ધ્યાન ખેંચે એવી બાબતો રુદ્રસોમાની સ્વલક્ષી વીરવૃત્તિની આસપાસ ગૂંથાયેલી છે. લેખકે રુદ્રસોમાની એ વીરવૃત્તિના ચિત્રને એવો ઉઠાવ આપ્યો છે કે તે વાંચતા જ ઉપરની બધી બાબતો એક પછી એક મન ઉપર તરવરવા લાગે છે. ચોથી, દશમી અને અગિયારમી : એ ત્રણ વાર્તાઓ રાજ્યભક્ત મંત્રીની ક્ષાત્રવટવાળી વીરવૃત્તિ દાખવે છે. ત્રીજીનું મુખ્ય પાત્ર શકટાળ છે. તે છેલ્લા ધનનંદનો બ્રાહ્મણ મંત્રી છે. રાજ્યલક્ષ્મીને વેડફાતી અટકાવવા અને પ્રજાહિતનાં કાર્યો સુયોગ્ય રીતે ચાલુ રાખવા ખાતર જ રાજકારણી દાવપેચ રમવા જતાં છેવટે તે પોતાને હાથે પોતાનું બલિદાન આપે છે, અને રાજ્યતંત્રને નબળું પડતું બચાવી લે છે. ઉદયન મંત્રી એ ગુજરાતના ચૌલુકયરાજ જયસિંહ સિદ્ધરાજનો સુવિખ્યાત ઉદ્દો મંત્રી છે. તે પણ ગુર્જરરાષ્ટ્રની તેજોરક્ષા કરવા અને તેના વિરોધીઓને નાથવા ઘરેડઘડપણ પણ રણાંગણમાં શૌર્ય દાખવી વીરમૃત્યુને વરે છે અને પોતાનું ધારેલ લક્ષ્ય સિદ્ધ કરે છે. પ્રજાજીવનને ક્ષેમમાં પોષે એવા ગુર્જર રાજ્યને ટકાવવા ને તેને પાકે પાયે મૂકવા એ મંત્રીએ પ્રાણની પણ પરવા ન કરી, એ જ તેની ક્ષાત્રવાટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349