________________
કાલિકાલસર્વજ્ઞને અંજલિ - ૩૨૩ છે, પણ હેમચંદ્રની અહિંસા વેવલી અહિંસા હતી જ નહિ. ખરી વાત તો એ છે કે અહિંસા એ હિંદુસ્તાનનું સંસ્કારધન છે અને તેથી અહિંસાની વાત એના હૈયામાં સહેલાઈથી ઉતારી શકાય છે.
આજે જે કેવળ પૈસાની મોટાઈ થઈ પડી છે તે દૂર કરીએ અને વિદ્યાના ક્ષેત્રમાં પણ ચોકા રચાઈ જાય છે તેપણ દૂર કરીએ, તો આવા સમર્થ પુરુષને આપણે બરાબર પિછાની શકીએ. તેમને પિછાનવાનો આ જ્યંતી-ઉત્સવ કે એવો દરેક પ્રયત્ન આદરણીય ગણાય. એમને કે એમના જેવા મહાપુરુષને સ્મરીને અને ઓળખીને આપણે આપણું સંસ્કારધન વધારીએ !
Jain Education International
For Private & Personal Use Only
- જૈન, ૨૮-૧૧-૧૯૪૮
www.jainelibrary.org