Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 331
________________ ૩૨૨૦ જૈન ધર્મ અને દર્શન અને વિચારની પરંપરાઓ તો ચાલી જ આવે છે, તો પછી એની છાયા પોતાના અધ્યયન અને ગ્રંથસર્જનમાં આવ્યા વગર કેમ રહે ? પૂર્વની વિદ્યાઓ ઉત્તરની વિદ્યાઓમાં આવે જ, પણ સાચી વિશેષતા તો એ વિદ્યાઓને પચાવવામાં છે. અને આ વિશેષતા હેમચંદ્રમાં બરાબર હતી. એટલે બીજા ગ્રંથોના ઉતારાની વાત કરીને એમના પાંડિત્યનું મૂલ્ય ઓછું ન કરી શકાય. મારો કહેવાનો એ આશય નથી કે હેમચંદ્ર કરતાં વધારે પ્રતિભાસંપન્ન બીજા કોઈ ન થાય. વાત એટલી જ કે હેમચંદ્રને તેમના યથાર્થ રૂપમાં આપણે પિછાણીએ. હેમચંદ્ર જેવી એક જ વ્યક્તિમાં રહેલ જુદાજુદા વિષયના પાંડિત્યનો સમગ્રપણે વિચાર કરીએ તો આપણને એ એન્સાઇક્લોપીડિયા જ લાગે. તેથી હું તેમને સરસ્વતીપુત્ર કહું છું. આજે એમ લાગે છે કે જાણે સરસ્વતી નિરાધાર બની ગઈ છે, પણ સરસ્વતી કદી નિરાધાર નથી. આજના ગુજરાતમાં પુરુષો જો વેપારમાં જ રહેવા માગતા હોય તો, તેમને એમ કરવા દઈ, સ્ત્રીઓએ વિદ્યાનું આ કામ ઉપાડી લેવું જોઈએ. હું તો માનું છું કે સહજ કોમળ પ્રકૃતિવાળી આપણી સ્ત્રીઓને આ કામ જરૂર વધારે ભાવી જાય. આજે સ્ત્રીઓ ઘરેણાં, કપડાં કે શણગારની પાછળ જે વખત કાઢે છે તે સરસ્વતીની પાછળ કાઢે તો જરૂર એમનું ભલું થાય અને નિરાધાર લાગતી સરસ્વતીને આધાર મળી રહે. આજે કેટલીય એવી બહેનો છે, જેમાં વિધવાઓ, ત્યક્તાઓ અને ઉંમરલાયક કુમારિકાઓ છે, જેઓ દિશાશૂન્ય જેવી દશા ભોગવે છે. પણ જો એ બધી બહેનો અને બીજી બહેનો પણ સરસ્વતીની ઉપાસનાનું આવું કાર્ય ઉપાડી લે તો જરૂર એમનો ઉદ્ધાર થઈ જાય. આવી સરસ્વતી ઉપાસના માટે હેમચંદ્રનું વિપુલ સાહિત્ય ખૂબ ખૂબ ઉપયોગી થઈ પડે એ નિઃશંક છે. હેમચંદ્રે ગુજરાતમાં રેડેલા સંસ્કારનો હું વિચાર કરું છું ત્યારે અહિંસા નજરે આઠસો વર્ષના ગાળામાં એક જ મોઢ જાતિમાં થયેલા હેમચંદ્ર અને ગાંધીજીમાં કોઈ કુદરતી સંકેત જેવું લાગે છે, આજે જેમ ગાંધીજીએ આખા દેશમાં અને વિશ્વમાં અહિંસાની પ્રતિષ્ઠા વધારી છે તેમ તે કાળે હેમચંદ્રે ગુજરાતની સમગ્ર પ્રજા ઉપર દયાની છાપ પાડી હતી અને અહિંસાની પ્રતિષ્ઠા કરી હતી. હેમચંદ્રનો આ મોટો ગુણ અને મોટો ઉપકાર ! હેમચંદ્રની અહિંસા એ વેવલી અહિંસા ન હતી. અહિંસા પોતે તો એવી કોઈ વેવલી વસ્તુ છે જ નહિ. અગર એ નિંદાને પાત્ર ઠરતી હોય તો તે દોષ તેના પાળનારનો છે. હેમચંદ્રે કુમારપાળને અહિંસાની દીક્ષા આપી હતી અને કુમારપાળે રાજ્યકર્તાની બધીય ફરજો પૂરેપૂરી પાળી હતી, યુદ્ધો જીતવામાં પણ કદી પાછી પાની કરી ન હતી. અહિંસાની મર્યાદા કે એની સમજણ અમુક અમુક કાળમાં જુદી જુદી હોય. ગાંધીજીએ રાજકારણમાં પણ તેને અજમાવી અને તેની મર્યાદા વધારી એ જુદી વાત For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349