________________
૩૧૪ • જૈન ધર્મ અને દર્શન
જૈન ધર્મના આચાર અને વિચાર સંબંધી બે તત્ત્વો એવાં વિશિષ્ટ છે કે જેને લીધે એ ધર્મ બીજા પંથોથી જુદો પડે છે. એ બે તત્ત્વો એટલે અહિંસા અને અનેકાંતવાદ. આ બંને તત્ત્વો માત્ર મધ્યસ્થપણાની પ્રકૃતિમાંથી જન્મ્યા છે અને વિકસ્યા છે. ગાંધીજીની પ્રકૃતિમાં મધ્યસ્થપણું જો સહજ રીતે જ ન હોત તો આ બે તત્ત્વો તેમના જીવનમાં ન આવત એમ મને ચોખ્ખું લાગે છે, તેમની પ્રકૃતિના બંધારણમાં મધ્યસ્થપણાના સંસ્કારો બીજરૂપે હતા એ એમની આત્મકથા' કહે છે. સ્વાભાવિક મધ્યસ્થપણું હોવા છતાં તેમને જૈનધર્મના વિશિષ્ટ અભ્યાસી શ્રીમદ્ રાજચંદ્ર જેવાનો ગાઢ પરિચય થયો ન હોત તોપણ એ તત્ત્વો જે રીતે તેમના જીવનમાં દેખા દે છે તે રીતે આજે હોત કે નહિ એ શંકાસ્પદ છે. ગાંધીજીના જીવનમાં બધા ધર્મોને માન્ય અને છતાં જૈન ધર્મની ખાસ ગણાતી અહિંસા ઊતરી છે, પણ તે જૈન બીબામાં ઢળાયેલી નહિ. જૈનોનો અનેકાંતવાદ ગાંધીજીના પ્રત્યેક કાર્યમાં અને પ્રત્યેક શબ્દમાં દેખાય છે, પણ તે સુધ્ધાં જૈન ભાષા અને જૈન રૂઢિના બીબામાં ઢળેલો નહિ. પોતાની પ્રકૃતિમાંથી જ જન્મેલાં અને શ્રીમદ રાયચંદ્ર આદિ જેવાના પરિચયથી કાંઈક વિશિષ્ટ રીતે પોષણ પામેલાં એ બે તત્ત્વો જો સાંપ્રદાયિક બીબામાં ઢળેલા જ, ગાંધીજીના જીવનમાં આવ્યા હોત તો ગાંધીજીના જીવન વિશે આજે વિચારવાનું રહેત જ નહિ. તેઓ આપણા જેવા પ્રાકૃત હોત અને તેમના જીવનમાંથી મેળવવાપણું ન જ હોત, અથવા ઓછામાં ઓછું હોત.
ગાંધીજીએ અહિંસાને અપનાવી, પણ તે એવી રીતે અપનાવી કે અત્યાર સુધીમાં કોઈપણ સાધારણ કે અસાધારણ માણસે એ રીતે અંગીકાર જ કરી નહોતી, અથવા કોઈને બહુ સ્પષ્ટપણે અને વ્યાપકપણે એ રીત સૂઝી જ નહોતી. હથિયાર ન પકડવાં, કોઈ સામે હાથ ન ઉગામવો, ઘરમાં, ગુફામાં, કે જંગલમાં મૌન લઈ નિષ્ક્રીય થઈ બેસી ન રહેવું, બધાં જ ક્ષેત્રોમાં ઝઝૂમવું, છતાં કોઈપણ સ્થળે ન હારવાનો તેમજ બધા ઉપર વિજય મેળવવાનો ઉત્સાહ અને નિશ્ચય એ ગાંધીજીની અહિંસાનું નવું અને સ્પષ્ટ રૂપ છે. પોતાના વિચારો અને સિદ્ધાંતોમાં અતિ આગ્રહી રહ્યા છતાં કોઈપણ કટ્ટરમાં કટ્ટર બીજા પક્ષકારની દલીલને સમજવાનો ઉદર પ્રયત્ન અને સામાની દૃષ્ટિમાંથી કાંઈ પણ લેવા જેવું ન જણાય તો પણ તેને તેના રસ્તે જવા દેવાની ઉદારતા, એ ગાંધીજીના અનેકાંતવાદનું જીવતું દિવ્ય સ્વરૂપ છે. વિરોધી પક્ષકારો ગાંધીજીને અનુસરવા છતાં કેમ ચાહે છે તેની કુંચી એમના અનેકાંતવાદદષ્ટિએ ઘડાયેલ જીવનમાં દેખાય છે. અનેકાંતદષ્ટિ એટલે એક જ બાબત પરત્વે અનેક વિરોધી દેખાતી દષ્ટિઓનો મેળ સાધવો તે, જેને સમન્વય કહી શકાય. આ દૃષ્ટિ ગાંધીજીના વ્યાવહારિક જીવનમાં સંપૂર્ણપણે તરવરે છે. અહિંસાનું અને અનેકાંતદષ્ટિનું બીજ ક્યાંથી આવ્યું, કેમ વિકસ્યું એ જોવા કરતાં એ ગાંધીજીના જીવનમાં કઈ રીતે કામ કરી રહ્યું છે, એ જોવું બહુ જ જીવનપ્રદ અને અગત્યનું છે. ખરી રીતે તો હવે ગાંધીજીની અહિંસા અને ગાંધીજીનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org