Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 325
________________ ૩૧૬ • જૈન ધર્મ અને દર્શન મરતાં પતંગિયાં બચાવી લેવાની ઝીણવટ તેમજ ફૂલની પાંખડીઓને પણ દુભાવવાની બારીકી તેમના કથનમાં સાંભળે છે ત્યારે તેઓ એકાએક જાણે-અજાણે કહી દે છે કે ગાંધીજી તો ખરેખર જૈન દેખાય છે. વળી બીજે પ્રસંગે ગાંધીજી વાછરડાં, કૂતરાં આદિની ચર્ચા ઊભી કરે છે ત્યારે તે જ જૈનો પાછા ઝપાટાબંધ પોતાનું આપેલું પ્રમાણપત્ર વીસરી જઈ, એકાએક કહી દે છે કે ગાંધીજી તો હિંસક છે અને નાસ્તિક છે. આ રીતે સત્વર અપાતા અને પાછા ખેંચી લેવાતા પ્રમાણપત્ર વિશે હું તટસ્થ છું. હું તો ફક્ત એટલું જ જોઉં છું કે ગાંધીજીના જીવનમાં અહિંસા અને અનેકાંતનાં બે તત્ત્વો કઈ કઈ રીતે કામ કરી રહ્યાં છે. અને જ્યારે એ જોઉં છું તેમજ વિચારું છું ત્યારે મને ચોખ્ખું લાગે છે કે એ તત્ત્વોની બાબતમાં ગાંધીજીના જીવન ઉપર જૈનત્વની મોટી અને સ્પષ્ટ અસર છે, પછી ભલે તે ગમે તે રૂપમાં હોય. ખરી રીતે મહાન પુરુષ કોઈ ખાસ ધર્મનો કે પંથનો હોતો જ નથી. તે પ્રચલિત બધા પંથોની બહાર જ હોય છે, અને કાં તો તે બધા જ પંથોનો હોય છે. જો મહાન પુરુષ વિશેનું આ સૈકાલિક સત્ય માનવામાં વાંધો ન હોય તો ગાંધીજી વિશે પણ છેવટે એટલું જ કહેવું બસ છે કે તેઓ જૈન નથી જ અને છતાં છે જ. આ “અસ્તિ-નાસ્તિવાદમાં જ જૈનપણું આવી જાય છે. - પ્રસ્થાન ગાંધીમણિમહોત્સવાંકા, સં. ૧૯૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349