Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 327
________________ ૩૧૮ • જૈન ધર્મ અને દર્શન કરેલું કામ જોયું. એમની વિચારસરણી, આશ્રમપદ્ધતિ, તટસ્થવૃત્તિ એ બધું જાતે પ્રત્યક્ષ રીતે જોયું અને મને બધું સમજાયું. રામ-રાવણ, કૃષ્ણ-અર્જુન એ પરોક્ષ છે. એ કવિની કલ્પના હો કે ગમે તે હો, પણ ગાંધીજીને જોઈને મને એ બધું સાચું લાગ્યું. બુદ્ધ-મહાવીર, રામ-રાવણ, કૃષ્ણઅર્જુન, મહંમદનજિસસ વિશે જેમને શંકા હોય તે પોતાની શંકા ગાંધીજીને જોઈને દૂર કરી શકે. न त्वहं कामये राज्यं, न स्वर्गं नापुनर्भवम् । कामये दुःखतप्तानां, प्राणिनामातिनाशनम् ॥ આ શ્લોકમાંની ભાવનાને અનુરૂપ ગાંધીજીએ એક વાત કરી – જીવન હોય તો તે માનવતા માટે. અને આ વાત તેમણે ઉપદેશથી નહિ, પણ પોતાના આચરણથી સમજાવી. આ બધું જોતાં લાગે છે કે જીવન દુઃખમય નહિ, પણ સુખમય અને સૌન્દર્યમય છે. આ સૌન્દર્યની દૃષ્ટિએ હું જરા પણ આનાકાની વગર, આ સત્કારનો સ્વીકાર કરું છું, અને આ માટે સંઘનો અને આપ સૌનો આભાર માનું છું. જૈનો મહાવીર માટે કહેશે કે તેમણે તો આમ કહ્યું હતું અને તેમ કહ્યું હતું. જૈન ધર્મ વિશ્વધર્મ હોવાનું કહેવા છતાં પણ તેઓ અસ્પૃશ્યતાનો પથ્થર છોડવાને તૈયાર નથી ! પ્રશ્નોને હલ કરવાને બદલે તેઓ એને ટાળવાનો જ પ્રયત્ન કરવાના. પણ આમ કરવાથી કંઈ કામ ચાલે નહિ. હરિજનોના મંદિપ્રવેશ પ્રત્યે એમની કેવી વૃત્તિ છે? જેઓ સમાજને ચૂસતા હોય તેને માટે મંદિરનાં દ્વાર સદા ખુલ્લાં અને જે હરિજનો વગર તંદુરસ્ત જીવન અશક્ય બની જાય અને અસ્પૃશ્ય માનવો, એથી મોટી બેવકૂફી કઈ સમજવી? પણ હવે વખત બદલાયો છે. યુવકનું માનસ નાં ગાણા ગાવા પૂરતું નહિ, પણ હરિજનોને અપનાવીને તેમને નોકર તરીકે, રસોઇયા તરીકે કે બીજી ગમે તે રીતે પોતાની પાસે રાખવામાં દેખાઈ આવવું જોઈએ. યુવકો પાસેથી હું ઓછામાં ઓછી આટલી અપેક્ષા રાખું છું. હવે બે શબ્દો યુવક અને જૈન શબ્દ વિશે કહું. મેં નાની ઉંમરથી મહાવીરનું જીવન સાંભળેલું, અને પછી તો છેલ્લાં સાઠ વર્ષમાં એનું અનેક રીતે પરિશીલન કર્યું. બુદ્ધની જાણ થયા પછી તેમની જીવનકથા પણ અનેક દૃષ્ટિએ વાંચી-વિચારી. બીજાબીજા સંતોનાં જીવન વિશે પણ બને તેટલું વાંચ્યું- વિચાર્યું. છેલ્લે છેલ્લે ગાંધીજીનું જીવન તો પ્રત્યક્ષ જ જોયું. આ બધા ઉપરથી મને લાગ્યું છે કે યુવકનો સંબંધ ઉંમર કે શારીરિક તાકાત સાથે નહિ, પણ માનસિક અને હાર્દિક પરિવર્તન કરવાની શક્તિ સાથે છે. જેઓ કેવળ પ્રાચીન પુરુષોના ગુણગાન કરવાની મૂડી ઉપર જ મદાર બાંધે છે તે યુવકો ન મુંબઈ જૈન યુવક સંઘના રજત મહોત્સવ પ્રસંગે કરવામાં આવેલ સત્કારના પ્રત્યુત્તરરૂપે આપેલ ભાષણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349