Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 324
________________ ગાંધીજી અને જૈનત્વ ૩૧૫ અનેકાંત એ એમના જીવનની તદ્દન વિશિષ્ટ જ બાબત થઈ પડી છે અને તેથી જ તે જૈન પંથના બીબાબદ્ધ એ બે તત્ત્વો કરતાં જુદી પણ પડે છે. આમ હોવા છતાં જ્યારે અહિંસા તત્ત્વની અપારતા અને અનેકાંત- તત્ત્વની વિશાળતાનો વિચાર આવે છે ત્યારે ચોખ્ખું લાગે છે કે ગમે તેટલો વિકાસ કર્યા છતાં અને ગમે તેટલું ઉપયોગી પરિવર્તન કર્યા છતાં એ તત્ત્વોની બાબતમાં ગાંધીજી બીજા ધર્મ પંથો કરતાં વધારેમાં વધારે જૈન ધર્મની જ નજીક છે. ગાંધીજી જૈન કહેવાય તેથી જૈન પંથે મોટો વિજય સાધ્યો અગર જૈન પંથ બહુ કર્મઠ છે એમ અહીં કહેવાનું નથી. એ જ રીતે ગાંધીજી જૈન ન કહેવાય તોયે જૈન પંથના વિશિષ્ટ તત્ત્વો જો સાચે જ ઉપયોગી હોય તો તેથી જૈન પંથનું ગૌરવ ઘટવાનું નથી. અહીં તો ફક્ત વિચારવાનું એટલું જ છે કે ગાંધીજીની પ્રકૃતિમાં જે જે વિશિષ્ટ તત્ત્વો ભાગ ભજવી રહ્યાં છે તે તત્ત્વોમાંનાં ક્યાં તત્ત્વો જૈન ધર્મના મૂળ સિદ્ધાંતોમાં આવે છે. આ દૃષ્ટિએ હું ગાંધીજીને ઉ૫૨ કહેલ બે તત્ત્વોની બાબતમાં જૈન સમજું છું. હજારો જ નહિ પણ લાખો જૈનોને પૂછો તો એમ જ કહેવાના કે જે વાછરડો મારે અને કૂતરાં મારવાની સંમતિ આપે તે જૈન ધર્મની અહિંસાવાળા શી રીતે હોઈ શકે ?” પરંતુ મેં ઉપ૨ સૂચન કર્યું છે કે ગાંધીજીની અહિંસા એ તેમની વિચાર અને જીવનસરણીમાંથી સિદ્ધ થયેલી અને નવું રૂપ પામેલી અહિંસા છે. ગાંધીજીને કેવળ શબ્દોમાં જ અહિંસાની ચર્ચા કરવી પડી હોત અને નાનાંમોટાં અનેક ક્ષેત્રમાં વ્યવહારુ જીવનને લગતા કઠણ કોયડાનો ઉકેલ કરવાનો પ્રસંગ તેમને આવતો ન હોત તો તેમની અહિંસા જુદા જ પ્રકારની હોત અને તેમના અનેકાંતવાદમાં જૈન શાસ્ત્રના ‘અસ્તિનાસ્તિ’, ‘ધ્રુવ-અધ્વ’, વગેરે વિરોધી શબ્દોના ચમકારા સિવાય બીજું આકર્ષક તત્ત્વ ભાગ્યે જ આવ્યું હોત. અહિંસા અને અનેકાંતવાદનો આશ્રય લઈ તેમને બધાં જ વ્યવહારુ કામો કરવાનાં હોય છે અને બધા જ કોયડાઓ ઉકેલવાના હોય છે, એટલે તેઓ પોતાને જ્ઞાતો માર્ગ નિર્ભયપણે અને નમ્રપણે અમલમાં મૂકે છે. આ તેમની વિશિષ્ટ પ્રકૃતિ છે. એ પ્રકૃતિને કારણે તેમને પોતાના પંથના માનવા લલચાઈ જનાર સારા સારા વિચારકો પણ પાછા પડે છે અને તેમને પોતાના પંથના કહેતાં ખચકાય છે. ગાંધીજીના જીવનમાં જેટલી મૃદુતા છે તેથીયે વધારે કઠોરતા છે, એટલે તેમનું તાદામ્ય સાધવાની વૃત્તિ જતી પણ નથી. અને છોડાતી પણ નથી, એમના જીવનમાં કાંઈ મોહક તત્ત્વ છે કે જેને લીધે જાણે-અજાણે જનતાનો મોટો ભાગ તેમની આજુબાજુ વીંટવાય છે અને છતાંયે તત્ત્વ પચાવવા તૈયાર નથી. આજ ન્યાય જૈન લોકોને લાગુ પડે તે સ્વાભાવિક છે. તેઓ જ્યારે જ્યારે ગાંધીજીના લેખમાં અગર ભાષણમાં સૂક્ષ્મ જંતુને બચાવવાની વાત વાંચે અને સાંભળે છે, રાતે ન ખાવાપીવાની અને બની શકે તો રાતે દીવો સુધ્ધાં ન કરવાની અગર દીવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349