Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 318
________________ પુનઃ પંચાવન વર્ષે – ૦ ૩૦૯ મહાત્મા ગાંધીજી પછી આવેલી આપણા દેશની સ્ત્રી જાગૃતિમાં આપણે નજરે નિહાળ્યું છે. રાજમાતા મૃગાવતી એ જ સત્યની પ્રતીતિ કરાવે છે. નવમી વાર્તા: ‘જીત કે હાર' નામની આ વાર્તા શાલ-મહાશાલની કથા કરતાં સાવ નોખી પડે છે. એમાં કૌરવો-પાંડવોની જાદવાસ્થળી જોવા મળે છે. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું તે ઐતિહાસિક છે કે નહિ એ એક પ્રશ્ન છે, પણ આ વાર્તાનાં બે મુખ્ય પાત્રો ચેટક અને કોણિક વચ્ચેનું યુદ્ધ તો નિર્વિવાદ રીતે ઐતિહાસિક છે. ચેટક એ માતામહ છે તો કોણિક – જે અજાતશત્રુ નામથી જાણીતો છે તે – તેનો દૌહિત્ર છે. આમ દાદા-ભાણેજ વચ્ચે મહાન યુદ્ધ જામે છે અને તે પણ માત્ર એક હાર અને હાથીને જ કારણે ! કોણિકના બે સગા ભાઈઓ નામે હલ્લ, વહલ્લ હતા. તેમને ભાગમાં મળેલ હાર અને હાથી લઈ લેવાની કોણિકની જીદ હતી. પેલા બંને ભાઈઓ માતામહ ચેટકને શરણે ગયા. શરણાગતની રક્ષાને ક્ષત્રિયધર્મ માની ચેટકે કોણિકને નમતું ન આપ્યું, અને છેવટે યુદ્ધમાં તે મૃત્યુને પણ ભેટ્યો. આમ એક જ લોહીના સગાઓ વચ્ચેના યુદ્ધની આ કથામાં માત્ર એટલું જ નથી; તે ઉપરાંત પણ કાંઈક છે, અને તે એકે કોણિક ઔરંગઝેબની પેઠે પોતાના પિતા બિંબિસારને કેદ કરે છે અને છેવટે તેને જ નિમિત્તે તેનું મૃત્યુ પણ થાય છે. જે કાળે ચોમેર ત્યાગ અને અર્પણનું દેવી મોજુ આવેલું તે જ કાળે નજીવી ગણાતી ચીજ માટે ખૂનખાર લડાઈ લડવાનું આસુરી મોજું પણ વિદ્યમાન હતું. મનુષ્યસ્વભાવ ઘણાં પાસાંથી ઘડાયો છે. એમાના આસુરી પાસાનું જે દર્શન વ્યાસે મહાભારતમાં કૌરવ-પાંડવના યુદ્ધ દ્વારા કરાવ્યું છે તે જ પાસાનું દર્શન આ વાર્તામાં પણ થાય છે. જેમ કલિંગના મહાહત્યાકારી વિજય બાદ અશોકને ભાન પ્રગટયું કે એ વિજય ખરો વિજય નથી, એ તો ઉલટો પરાજય છે, તેમજ હાથી મેળવવા કોણિક મહાન યુદ્ધ શરૂ કરેલું તે યુદ્ધ જીતવા તેને પોતાને જ તે હાથી મેળવવા કોણિક મહાન યુદ્ધ શરૂ કરેલું તે યુદ્ધ જીતવા તેને પોતાને જ તે મારવાનો અકલ્પિત પ્રસંગ આવ્યો ! જોકે કોણિક યુદ્ધ જીત્યો ખરો, પણ એને એ વસવસો જ રહ્યો કે તે પોતે આટલા સંહારને અંતે ખરી રીતે જીત્યો કે હાર્યો? વ્યાસે મહાભારતના યુદ્ધને વર્ણવી છેવટે તો એ જ દર્શાવ્યું છે કે જીતનાર પાંડવો પણ અંતે હાર્યા જ છે; યુદ્ધના દેખીતા વિજયમાં પણ મોટી હાર જ સમાયેલી છે. કોઈને એ હાર તત્કાળ સૂઝે તો કોઈને કાળ જતાં! અને આ વસ્તુ આપણે આજકાલ લડાયેલી છેલ્લી બે મહાન લડાઈઓમાં પણ જોઈ છે. અશોક યુદ્ધવિજયને વિજય ન ગણી ધર્મવિજયને વિજય તરીકે પોતાના શાશ્વત શાસન લેખોમાં દર્શાવે છે, તે યુદ્ધની તૈકાલિક નિરર્થકતાને દર્શાવતું એક સત્ય છે. માનવજાત આ સમજણ નહિ પામે ત્યાં લગી સત્તા અને શક્તિ દ્વારા સંહાર થતો અટકવાનો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349