Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 319
________________ ૩૧૦ ૨ જૈન ધર્મ અને દર્શન છેલ્લી વાર્તા : ભૂયરાજની છે. તેમાં પણ લાગણીની ઉત્કટતા પૂરૈપરી દેખાય છે. જ્યારે તે કામાંધ બને છે ત્યારે વિવેક સર્વથા છોડી દે છે, અને જ્યારે તેનો વેગ વિવેકભણી વળે છે ત્યારે તે ક્ષણમાત્રમાં કામાંધતાથી મુક્ત થઈ કર્તવ્યમાં સ્થિર થાય છે; તામસિક વૃત્તિનું ઉગ્ર મોજું સાત્ત્વિકવૃત્તિમાં બદલાઈ જાય છે. ભૂયરાજના હાથ કપાયા ને પાછા મહાકાળની ઉપાસના બાદ સાજા થયા એ વસ્તુ ચમત્કારી દેખાય છે, પણ એ ચમત્કારની પાછળ ખરી હકીકત કંઈક એવી હોવી જોઈએ કે જ્યારે ભૂયરાજ કર્તવ્યભ્રષ્ટ થયો ત્યારે તેને રાજ્ય છોડવાની ફરજ પડી, એટલે કે એના હાથ હેઠા પડ્યા અગર તેણે આપમેળે રાજ્યનો ત્યાગ કર્યો. પણ જ્યારે એણે ઇષ્ટદેવ મહાકાળની ઉપાસના દ્વારા સાચી ધાર્મિક વૃત્તિ અને ન્યાય વૃત્તિ કેળવી પોતાની સુવાસ ફેલાવી ત્યારે તેને પ્રજાએ પુન ગાદી ઉપર સ્થાપવા ઇચ્છયું. પણ ભૂયરાજ તો એકનો બે ન થતાં તેણે પ્રાપ્ત રાજ્ય મહાકાળને જ અર્યું. આ વાર્તા એમ સૂચવે છે કે દુરાચારી રાજા પ્રજાના હૃદયમાં સ્થાન નથી પામતો; અને જ્યારે દુરાચારી પણ સદાચારી બને છે ત્યારે એક વખતે વીફરેલી પ્રજા ફરી તેને સત્કારતા ખમચાતી પણ નથી. સાથે સાથે એ પણ સૂચવાય છે કે ઉજ્જયિનીના પ્રખ્યાત મહાકાળનો મહિમા લોકોના હૃદયમાં કેટલો હતો ! અને ગુજરાતમાં રુદ્રમહાલયની આસપાસ કે સોમનાથની આસપાસ જેમ રાજભક્તિ ઊભરાતી તેમ માળવામાંના મહાકાળ પ્રત્યે પણ રાજભક્તિ ઊભરાતી. ગુણગ્રાહી સૃષ્ટિબિંદુની જરૂર અહીં એક બાબત નોંધવી યોગ્ય લેખાશે. તે એ કે પ્રાચીન કાળ અને મદ્યકાળના કથાલેખકો માત્ર પોતપોતાની પરંપરા સાથે સંબંધ ધરાવતા હોય એવાં જ પાત્રોની કથા ન આલેખતા. ઘણીવાર તેઓ ગુણગ્રાહક દૃષ્ટિએ શીલ અને સદાચારનું મૂલ્ય આંકતા, અને તેવાં શીલ કે સદાચાર જ્યાં પણ તેમને દેખાય તે ભણી પૂર્ણ આદરથી અને ઉદાર વૃત્તિથી જોતા. મેરુત્તુંગે પ્રબંધચિંતામણીમાં ભૂયરાજનો પ્રબંધ લખ્યો છે તે કોઈ એવા જ ઉદાર ગુણગ્રાહી દષ્ટિબિંદુથી. આ વસ્તુ સાંપ્રદાયિક દૃષ્ટિથી લખતા લેખકોએ અપનાવવા જેવી છે. ઉપસંહાર તાર્કિક વંત અને આચાર્ય હેમચંદ્ર કહે છે : તા વ વિદ્યા નવનવીમવન્તિ, અર્થાત્ પ્રથમની કેટલીક વિદ્યાઓ ફરી ફરી નવા રૂપ અને નવા પોષક ધારણ કરે છે. નવીન અવતારનો ઉદ્દેશ લોકરુચીને સંસ્કારવાનો અને વધારે ને વધારે પોષવાનો હોય છે. વળી એનો એ પણ એક ઉદ્દેશ છે કે જે વસ્તુ પ્રથમ માત્ર સંપ્રદાયના વર્તુલમાં જ જાણીતી હોય તેને યોગ્ય રૂપમાં સર્વગમ્ય કરવી અને તેમાં સમાયેલા માનવીય તત્ત્વોને સર્વોપયોગી દૃષ્ટિથી રજૂ કરવાં. હું સમજું છું કે લેખકનો પ્રાચીન વાર્તાઓને નવું રૂપ આપવાનો પ્રસ્તુત પ્રયત્ન એ દૃષ્ટિથી સફળ થયો છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349