Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 309
________________ ૩• જૈન ધર્મ અને દર્શન મનોવૃતિના અભ્યાસ ઉપરથી એમ લાગે છે કે મનુષ્ય જાતિમાં શક્યતા ગમે તેટલી હોય છતાં, સામાન્ય ધોરણ તો એવું જ દેખાય છે કે, માણસ જે પ્રવાહમાં જગ્યા હોય કે જે વહેણમાં તણાતો હોય તેમાં જ જીવન ગાળવા પૂરતી માંડવાળ કરી લે છે, અને અનુકૂળ સંયોગોની વાત તો બાજુએ રહી, પણ પ્રતિકૂળ સંયોગો સુધ્ધાંમાં તે મોટી ફાળ ભરી શકતો નથી, છતાં એવા પણ અસંખ્ય દાખલાઓ દરેક દેશ અને દરેક કાલમાં મળી આવે છે કે જેમાં માણસ ઊર્મિ અને વૃત્તિના વેગને વશ થઈ એક છેડેથી સાવ સામે અને બીજે છેડે જઈ બેસે. વળી ત્યાં ચેન ન વળે કે ઠરીઠામ ન થાય તો માણસ પાછો પ્રથમ છેડે આવી ઊભો રહે છે. આવું સામસામેના છેડા ઉપર પહોંચી જવાનું લોલક જેવું મનોવૃત્તિચક્ર માણસ જાતમાં છે. તેમ છતાં તે લોલક જેવું યાંત્રિક નથી કે જે એક બિંદુએ પહોંચ્યા પછી ત્યાંથી અચૂકપણે પાછું જ ફરે. જ્યાં લગી માણસનો જુસ્સો ઉત્સાહ કે ઊર્મિ પરલક્ષી હોય ત્યાં લગી તો તે લોલકની જેમ યાંત્રિક રહે, પણ સ્વલક્ષી થતાં જ તે યાંત્રિક મટી જાય છે અને વિવેકપૂર્વક કોઈ એક જ છેડે ઠરીઠામ થઈ માનવતાની મંગળમૂર્તિ સર્જે છે. તેમાંથી જ આત્મશોધનના અને તે દ્વારા સદ્દગુણોના સોતના ફુવારા ફુટે છે. અસાધારણ વેગની જરૂરઃ વીરવૃત્તિનાં વિવિધ પાસાં જે વ્યક્તિમાં આવો અસાધારણ વેગ નથી જનમતો તે કોઈ ક્ષેત્રમાં બહુ લીલું કે નવું નથી કરી શકતો. ઇતિહાસમાં જે જે પાત્રો અમર થયાં છે તે આવા કોઈ સ્વલક્ષી જુસ્સાને લીધે જ. એને આપણે એક વરવૃત્તિ જેવા શબ્દથી ઓળખાવીએ તો એ યોગ્ય લેખાશે. વિરવૃત્તિનાં પાસાં તો અનેક છે. ક્યારેક એ વૃત્તિ રણાંગણમાં કે વિરોધી સામે પ્રજ્વળી ઊઠે છે, તો ક્યારેક દાન અને ત્યાગને માર્ગે વળી ક્યારેક પ્રેમ અને પરત્રાણને રસ્ત તો ક્યારેક બીજા સદ્ગુણો દ્વારા. આમ એનો આર્વિભાવ ભલે, ભિન્ન રીતે અને ભિન્ન ભિન્ન પ્રસંગે થતો હોવાથી જુદો દેખાય, છતાં મૂળમાં તો એ આર્વિભાવ સ્વલક્ષી જ બનેલો હોઈ એને સાત્ત્વિક ઉત્સાહ કે સાત્વિક વીરરસ કહી શકાય. સંગ્રહમાંથી દરેક વાર્તાનું મુખ્ય પાત્ર એ આવા કોઈને કોઈ પ્રકારના સાત્ત્વિક વીરરસનું પ્રતીક છે એ વસ્તુ વાચક ધ્યાનપૂર્વક જોશે તો સમજી શકાશે. આ છે આ વાર્તાઓનો સામાન્ય સૂર. હવે આપણે એક વાત લઈ એ વિશે કાંઈક વિચાર કરીએ : પ્રત્યેક વાતનો સૂર પ્રથમ વાત ઉપર જે વીરવૃત્તિનો નિર્દેશ કર્યો છે તે વીરવૃત્તિ ક્ષત્રિય- પ્રકૃતિના પાત્રમાં જે રીતે આર્વિભાવ પામતી દેખાય છે તે કરતાં બાહ્મણપ્રકૃતિના પાત્રમાં કાંઈક જુદી જ રીતે અર્વિભાવ પામતી દેખાય છે. ક્ષત્રિય પ્રકૃતિ એટલે પરંપરાગત રજોગુણપ્રધાન પ્રકૃતિ. એમાં ચંચળતાની અને જુસ્સાની વૃત્તિનું મિશ્રણ દેખાય છે. આ વસ્તુ પ્રથમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349