Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 289
________________ ૨૦ • જૈન ધર્મ અને દર્શન એ દેશકાળ પ્રમાણે ઉચિત પણ હશે. બારમા તેરમા સૈકાના આચાર્ય હેમચંદ્ર પોતાનાં છોકરાંઓના સગપણ કે વિવાહ વગેરેનો વ્યવસ્થિત પ્રબંધ ન કરનાર ગૃહસ્થને જૈન ધર્મનો ઉપઘાતક (વિનાશક) હ્યો છે. એનું કારણ પણ એવી જ કોઈ સામાજિક બેદરકારી હોય એમ લાગે છે. પરવિવાહકરણનો એક બીજો પણ અર્થ છે અને તે એ કે એક સ્ત્રી હોય છતાં બીજો વિવાહ કરવો. આ પ્રવૃત્તિ સ્વદારસંતોષીના શીલને વિધ્વરૂપ છે. ધારો કે હયાત સ્ત્રીથી સંતોષ ન હોય પણ સ્વદારસંતોષીનું એ કર્તવ્ય છે કે તેણે સહનશીલતા કેળવીને વા સ્ત્રીને અત્યંત અનુકૂળ કરીને પોતાનો વ્યવહાર ચલાવવો, પણ બીજી સ્ત્રી કરવાનો સંકલ્પ સરખો પણ ન કરવો. એમ કરવામાં જ સ્વદારસંતોષનું યથાર્થ પાલન છે. આ બીજો અર્થ આચાર્ય હરિભદ્રના પંચાશકની વૃત્તિમાં અન્ય મત તરીકે અને સાગારધર્મામૃતની ટીકામાં બીજા અર્થ તરીકે પણ આપેલો છે. આ બીજા અર્થનો ઉદ્દભાવક ગમે તે હોય, પણ તે આજની પરિસ્થિતિમાં તો ખાસ ગ્રાહ્ય છે અને એ અર્થની દૃષ્ટિએ આ અતિચારનું વર્જન સર્વથા આવશ્યક છે, ઉપર કહેલા પાંચ અતિચારો દ્વારા ગૃહસ્થોના શીલનો વ્યવહારથી સ્થૂળદૃષ્ટિથી - આંશિક ભંગ થાય છે, પણ જે શીલને પ્રાણસમું સમજે છે તેનાથી તો તેનો આંશિક ભંગ પણ કેમ સહી શકાય? ખરી રીતે તો તે દરેક અતિચારને શીલનો ધ્વંસક જ સમજવો જોઈએ. અતિચારોનું જ સ્વરૂપ બતાવ્યું છે તે સ્વાદારસંતોષી પુરુષને અંગે જ છે. પતિવ્રતા સ્ત્રી માટે પણ અતિચારો તો તે જ છે, માત્ર તેને લગતા પહેલા અને બીજા અતિચારની વ્યાખ્યામાં ખાસ ફેર છે, જે આ પ્રમાણે છે : પતિવ્રતા સ્ત્રી પોતાના સ્વીકૃત પતિ સિવાય બીજા કોઈને પતિ સમજવાની કલ્પના સરખી પણ ન કરી શકે... એણે જેવો પતિ મળે તેવો દેવરૂપ સમજવો.” એવા ઐકાંતિક નિયંત્રણને લીધે એને માટેના ઈતરપરગૃહીતાગમનની વ્યાખ્યા જુદી કરવામાં આવી છે; જેમકે કોઈ ગૃહસ્થને બે સ્ત્રીઓ હોય અને એમને પોતાના પતિનો પ્રસંગ વારાફરતી કરવાનો હોય, છતાં તે વધુ સમય સુધી પતિનો પ્રસંગ કરવાનો પ્રયત્ન કરે છે તેને માટે ઇતરપરિગૃહીતાગમનનો અતિચાર છે. કોઈપણ સ્ત્રીને ભૂલથાપથી ગમે તે પ્રકારના પરપુરુષનો પ્રસંગ થઈ જાય એ તેને સારુ અપરિગૃહતાગમનનો અતિચાર છે. પછીના ત્રણે અતિચારો સ્ત્રી અને પરુષે એકસરખી રીતે સમજવાના છે. આ બે અતિચારોની જુદી વ્યાખ્યાને લીધે આ વિષયમાં પુરુષને જેટલો નિરંકુશ રહેવા દેવામાં આવ્યો છે તેટલી જ સ્ત્રીને અંકુશમાં રાખવામાં આવી છે, એ હકીકત તરત સમજાઈ જાય છે. સ્વદારસંતોષી પુરુષ વેશ્યાગમન કરે યા કોઈ એવો બીજી જાતનો પ્રસંગ રાખે તો તેના સ્વદારસંતોષવ્રતનો સર્વથા ભંગ ૧૮. જુઓ અગાઉ ટિપ્પણ ૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349