________________
પુનઃ પચાવન વર્ષે - • ૨૭ કાવ્ય કે મહાકાવ્યનો પ્રકાર છે. રાસમાં મુખ્ય પાત્રની સળંગસૂત્ર જીવનકથા ગ્રથિત હોઈને તેની આસપાસ અનેક નાનીમોટી ઉપકથાઓ વર્ણવામાં આવે છે. જેને લીધે તે એક સુશ્રવ ગેયકાવ્ય બની રહે છે.
મેં જે સુઝાયોનો એક સારો સરખો સંગ્રહ યાદ કરેલો તેમાં કેટલીયે સઝાયો એવી હતી, જેમાં પ્રસ્તુત સંગ્રહમાંની કેટલીક વાર્તાઓ વણાયેલી છે. દા. ત., નંદિષેણ, સંયતિરાજ, ધન્નાશાલિભદ્ર, મૃગાવતી, કપિલકુમાર, કોણિક-ચેટક આદિ. તેથી જ્યારે પ્રસ્તુત વાર્તાસંગ્રહ સાંભળવા લાગ્યો ત્યારે એ લગભગ પંચાવન વર્ષ પહેલાંની માનસિક ભૂતાવળના સંસ્કારો જાગ્રત થયા, અને જાણે એ પંચાવન વર્ષના પડદાને સાવ સેરવી તેણે મને એ ભૂતકાળમાં બેસાડી દીધો ! એ જ ભૂતકાળના સંસ્કારવશ હું આજે કાંઈક લખવા પ્રેરાયો છું અને તેથી જ મેં પુનઃ પંચાવન વર્ષે –' એવું મથાળું પસંદ કર્યું છે. સઝાયસાહિત્યની વ્યાપકતા
ભરદરિયે વહાણ ભાંગે અને ડૂબતો મુસાફરી કોઈ નાનકડાશા ખોખરા પાટિયાને મેળવી તેને ટેકે ટેકે કિનારા સુધી પહોંચે અગર તેને આધારે દરિયા વચ્ચે જ બીજા કોઈ સાબૂત વહાણને મેળવી લે તેના જેવી જ, સઝાય નામના સાહિત્યપ્રકારથી મળેલ ટેકાને લીધે મારી સ્થિતિ થઈ છે, એમ કહી શકાય.
તે કાળે એ “સઝાય” સાહિત્યનું ગૌરવ મારે માટે નિરાશામાં એકમાત્ર ટેકા પૂરતું અને બહુ તો વખત વિતાડવા પૂરતું હતું, પણ એ ટેકાઓ ત્યારબાદનાં પંચાવન વર્ષોમાં જે જે વિદ્યાનાં ક્ષેત્રો ખેડવાની વૃત્તિ જગવી અને જે જે અનેકવિધ સંસ્કારો મેળવવાની તક પૂરી પાડી તે બધાંનો સળંગ વિચાર કરતાં એમ લાગે છે કે તે વખતે જે સર્જાય” સાહિત્યને હું સામાન્ય લેખતો તેવું એ સામાન્ય નથી. જેમ એનો ભૂતકાળ ઘણો છે તેમ એની વ્યાપકતા પણ વધી છે. આ બાબત અહીં પ્રસ્તુત સંગ્રહમાંની કેટલીક વાર્તાઓના દાખલાથી જ સ્પષ્ટ કરવી ઠીક લેખાશે. જૈન કથાસાહિત્યમાં કેન્દ્ર પરિવર્તનનો પડઘો
પ્રસ્તુત સંગ્રહમાં કુલ બાર વાર્તાઓ છે. તેમાંની છેલ્લી ત્રણ વાર્તાઓ મધ્યયુગની છે, જ્યારે બાકીની બધી વાર્તાઓ ભગવાન મહાવીરના સમયથી માંડી વિક્રમની બીજી . સદી સુધીનાં લગભગ સાતસો વર્ષને સ્પર્શે છે. બધી જ વાર્તાઓનું મૂળ જૈન સાહિત્ય જ છે. જૈન સાહિત્ય – ખાસ કરી કથાસાહિત્ય – કોઈ એક કાળમાં અને એક જ પ્રદેશમાં કે એક જ હાથે નથી રચાયું. જેમજેમ જૈન પરંપરાના પ્રાધાન્ય અને પ્રભાવનું ક્ષેત્ર બદલાતું ગયું તેમ તેમ તેના કથાસાહિત્યમાં પણ એ કેન્દ્રપરિવર્તનનું પ્રતિબિંબ પડ્યું છે. જ્યારે વૈશાલી, રાજગૃહ, ચંપા અને પાટલિપુત્ર જેવી નગરીઓ જૈન પ્રભાવનાં કેન્દ્રો હતાં ત્યારે રચાયેલા કે તે સ્મૃતિ ઉપરથી રચાયેલ સાહિત્યમાં તે કેન્દ્રોનો પડઘો છે; વળી જ્યારે અવંતી (ઉજ્જયિની) અને મધ્યભારત જૈન પ્રભાવનાં કેન્દ્રો બન્યાં ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org